What is Rule for Deposit And exchange 2000 Notes in RBI? : જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે, તો બેંક શાખામાં જમા કરાવવાની કે બદલવાની આ છેલ્લી તક છે. તાજેતરમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંક બ્રાન્ચમાં 2000ની ચલણ નોટ જમા કરાવવા અથવા બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 7 ઓક્ટોબર 2023 કરી છે. 7 ઓક્ટોબરે શનિવાર છે, તેથી ઘણી બેંકોમાં ગ્રાહક સંબંધિત કામ માત્ર અડધો દિવસ જ થાય છે. આનો અર્થ એ છે કે બેંક બ્રાન્ચમાં 2000ની નોટ બદલવા માટે ઓછો સમય મળશે.
7 ઓક્ટોબર સુધીમાં 2000ની નોટ બદલી શક્યા નથી, તો શું કરવું? (what will happen to Rs 2000 notes after 7 October, 2023)
તમામ પ્રયાસો કરવા છતાં પણ જો તમને 7 ઓક્ટોબર સુધીમાં બેંક શાખામાં જઈને 2000ની નોટ બદલવા માટે સમય ન મળે તો ચિંતા કરશો નહીં. ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, તમે 8 ઓક્ટોબર 2023 અને તે પછી તમારી 2000ની નોટનું શું કરી શકો છો. રિઝર્વ બેંકના પરિપત્ર મુજબ:
- 8 ઓક્ટોબર, 2023થી બેંક શાખાઓમાં 2000ની નોટો જમા કરાવવા/ બદલવાનું કામ બંધ થઈ જશે.
- જે વ્યક્તિઓ/કંપની/પેઢી પાસે 2000ની નોટ છે તેઓ RBIની 19 ઇશ્યૂ ઓફિસમાં જઈને તે બદલી શકે છે.
- RBIની 19 ઈશ્યૂ ઓફિસમાં એક વખતમાં માત્ર 20,000ના મૂલ્યની 2000ની ચલણ નોટ જ બદલી શકાય છે.
- જો તમે ભારતમાં તમારા બેંક ખાતામાં 2000ની નોટો જમા કરાવવા માંગતા હો, તો તમે RBIની 19 ઇશ્યૂ ઓફિસ દ્વારા પણ આ કામકાજ કરી શકો છો. બેંક ખાતામાં જમા કરાવવા પર 20 હજાર રૂપિયાની મહત્તમ મર્યાદા લાગુ થશે નહીં.
- ભારતમાં રહેનાર વ્યક્તિઓ/એન્ટિટી RBIની 19 ઈસ્યુ ઓફિસને 2000ની નોટ ઈન્ડિયા પોસ્ટ મારફતે મોકલી શકે છે. આ રકમ ભારતમાં તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
- 2000ની નોટો બદલવા અથવા જમા કરાવવાની આ પ્રક્રિયા પર RBI/સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો લાગુ થશે. આ માટે, આરબીઆઈના નિર્દેશો અનુસાર, માન્ય ઓળખ કાર્ડ સહિત તમામ જરૂરી શરતોને પૂર્ણ કરવી પડશે.
- RBIની 19 ઈસ્યુ ઓફિસમાં 2000ની નોટ જમા/એક્સચેન્જ કરવાની આ સુવિધા આગળની સૂચના સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો | હવે હોમ લોન ચૂકવ્યા બાદ 30 દિવસમાં મળશે રજિસ્ટ્રી પેપર્સ, RBIનો મોટો નિર્ણય
નોટો બદલવા/ જમા કરાવવામાં વધુ વિલંબ કરવો નહીં : RBI (2000 Rupee Notes RBI Rules)
રિઝર્વ બેંકે તેના પરિપત્રમાં સામાન્ય લોકોને 2000 નોટ જમા કરાવવા અથવા બદલવાનું કામ કોઈપણ વિલંબ વિના પૂર્ણ કરવાની સલાહ પણ આપી છે. સાથે સાથે આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2000ની નોટ લીગલ ટેન્ડર રહેશે એટલે કે માન્ય ચલણ બની રહેશે. અદાલતો, કાયદાનો અમલ કરાવતી સંસ્થાઓ, કોઈપણ તપાસ સાથે સંકળાયેલા જાહેર સત્તાવાળાઓ અથવા સરકારી વિભાગો જ્યારે પણ જરૂર પડે ત્યારે RBIની 19 ઈસ્યુ ઓફિસો દ્વારા 2000ની નોટ જમા અથવા બદલી શકે છે. તેમના પર કોઈ મર્યાદા લાગુ થશે નહીં. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર 29 સપ્ટેમ્બર, 2023 સુધીમાં 2000ની 96 ટકાથી વધુ નોટ પરત આવી છે.