Smartphones: વીવો, રિયલમી, વનપ્લસ, મોટોરોલોના શાનદાર સ્માર્ટફોન; કિંમત અને ફિચરમાં બેસ્ટ ધૂમ મચાવનાર સ્માર્ટફોન પર એક નજર

2023 Best Mid Range Smartphones: વનપ્લસ, રિયલમી, મોટોરોલા, વીવો જેવી કંપનીઓ ઓછી કિંમતમાં ફ્લેગશિપ ફિચર્સ વાળા સ્માર્ટફોન ઓફર કરે છે.

Written by Ajay Saroya
December 27, 2023 18:36 IST
Smartphones: વીવો, રિયલમી, વનપ્લસ, મોટોરોલોના શાનદાર સ્માર્ટફોન; કિંમત અને ફિચરમાં બેસ્ટ ધૂમ મચાવનાર સ્માર્ટફોન પર એક નજર
સ્માર્ટફોનની પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)

Best Mid Renge Smartphones In 2023: 2023માં ઘણા નવા સ્માર્ટફોન લોન્ચ થયા છે જેમાં દમદાર ફિચર અને સ્પેસિફિકેશન આવ્યા છે. મિડ-રેન્જ સેગમેન્ટ સ્માર્ટફોન વિશે વાત કરીએ તો, તેઓ ફિચર અને કિંમત વચ્ચે સંતુલન રાખવાનો પ્રયાસ કરે છે. લોઅર મિડ-રેન્જ સેગમેન્ટમાં આવતા મોટાભાગના ફોનને સોફ્ટવેર અપડેટ્સ મળતા નથી. તો પ્રીમિયમ મિડ રેન્જ ડિવાઇસમાં ફ્લેગશિપ ફિચર્સ અને બિલ્ડ ક્વોલિટીને ઓછી કિંમતમાં ઓફર કરવાનો સ્માર્ટફોન કંપનીઓ પ્રયાસ કરી રહી છે

ઘણી સારી સ્માર્ટફોન કંપનીઓ હવે બજેટમાંથી મિડ-રેન્જ સેગમેન્ટમાં શિફ્ટ થઈ રહી છે. 2023માં, Nothing, Realme અને Motorola જેવી કંપનીઓએ ઘણા મિડ-રેન્જ ફોન લોન્ચ કર્યા છે જે ઓછી કિંમતે ફ્લેગશિપ ફિચર્સ ઓફર કરે છે. અમે તમને 2023માં લૉન્ચ થયેલા બેસ્ટ મિડ-રેન્જ સ્માર્ટફોન વિશે જણાવી રહ્યાં છીએ જેની સૌથી વધુ ચર્ચા થઈ હતી.

રિયલમી 11 પ્રો પ્લસ (Realme 11 Pro Plus)

Realme 11 Pro Plus સ્માર્ટફોન ફોક્સ લેધર બેક પેનલ સાથે આવે છે. Realme એ મિડ-રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટની વ્યાખ્યા બદલી છે. Realme 11 Pro Plus સ્માર્ટફોનમાં 200-megapixel રિયર કેમેરા છે જે 2x અને 4x ઇન-સેન્સર ઝૂમ ઓફર કરે છે. ઉપકરણ લગભગ તમામ સેગમેન્ટમાં સારી કામગીરી બજાવે છે.

તે 25000 રૂપિયાથી ઓછી કિંમતનો સૌથી ફાસ્ટ અને સૌથી બેસ્ટ કેમેરા વાળો ફોન ભલે ન હોય, પરંતુ સૉફ્ટવેર અને હાર્ડવેરના કોમ્બિનેશન સાથે, તે મિડ-રેન્જ સેગમેન્ટના બેસ્ટ સ્માર્ટફોન પૈકીનો એક છે.

મોટોરોલા એજ 40 (Motorola Edge 40)

મોટોરોલા સ્માર્ટફોન છેલ્લા કેટલાક વર્ષોમાં કંઈ ખાસ કરી શક્યા નથી. પરંતુ 2023માં એવું લાગી રહ્યું હતું કે કંપની સાચી દિશામાં આગળ વધી રહી છે. Motorola Edge 40 એ બેસ્ટ ફ્લેગશિપ ફિચર્સ સાથેનો ફોન છે જે IP68 વોટર અને ડસ્ટ રેટિંગ સાથે આવે છે. આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગ અને પ્રીમિયમ બિલ્ડ ડિઝાઇન છે.

Motorola Edge 40 ને ચાર્જિંગ કરવા માટે, 4400mAh બેટરી આપવામાં આવી છે. પરંતુ સૉફ્ટવેર અપડેટ્સના સંદર્ભમાં, તે તેની હરિફ કંપનીઓથી પાછળ છે. ખામીઓ હોવા છતાં, મોટોરોલા એજ 40 એ હાલમાં બજારમાં બેસ્ટ મિડ-રેન્જ સ્માર્ટફોનમાં સ્થાન મેળવ્યું છે.

પોકો એફ5 (Poco F5)

મિડ-રેન્જ ફોનનો ઉપયોગ કરતા લોકો તેમની કિંમત માટે વધુ સારું પ્રદર્શન ઇચ્છે છે. Poco F5 એવો જ એક ફોન છે. ભારતમાં Snapdragon 7+ Gen 1 ચિપસેટ સાથે ઉપલબ્ધ આ એકમાત્ર ફોન છે અને તે Snapdragon 8 Gen 1 જેવું જ પ્રદર્શન આપે છે. જો કે, તેમાં થોડી હિટિંગની સમસ્યા છે.

જો કે, આ પોકો ફોનમાં બિલ્ડ ક્વોલિટી અને સોફ્ટવેર અપડેટ જેવી કેટલીક ખામીઓ પણ છે. પરંતુ જો આ બાબતોથી તમને કોઈ ફરક નથી પડતો તો તમે આ હેન્ડસેટ 30000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. Poco X3 Pro એ એવા સ્માર્ટફોન યુઝર્સ માટે એક બેસ્ટ વિકલ્પ છે જેઓ ઓછી કિંમતે પાવરફુલ ફોન ઈચ્છે છે. આ હેન્ડસેટ 2 વર્ષની વોરંટી સાથે આવે છે.

નથિંગ ફોન 2 (Nothing Phone 2)

નથિંગ ફોન (2) એ 2023માં લૉન્ચ થનાર સૌથી યુનિક લૂક વાળા સ્માર્ટફોન પૈકીનો એક છે. ડિઝાઈનની વાત કરીએ તો તે Nothing Phone (2) જેવો જ દેખાય છે. Nothingના આ ફોનમાં આવતા હાર્ડવેર સારી રીતે ઓપ્ટિમાઇઝ છે અને તેનું સોફ્ટવેર યુઝર ફ્રેન્ડલી છે. બજારમાં ઉપલબ્ધ પ્રીમિયમ મિડ-રેન્જ સેગમેન્ટમાં આ એક બેસ્ટ ફોન છે.

Nothing Phone 2 સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8+ Gen 1 ચિપસેટ આપવામાં આવી છે. એટલે કે, એકથી વધુ એપ્સ વચ્ચે સ્વિચ કરતી વખતે અને ઇન્ડોર અને આઉટડોર ફોટોગ્રાફી દરમિયાન ફોન હેંગ થશે નહીં. ફોનમાં Nothing OS 2.5 અપડેટ આપ્યું છે, જેના કારણે ફોનમાં ઘણા નવા ઉપયોગી ફિચર્સ ઉપલબ્ધ છે. દેશમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 44,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તાજેતરના ડિસ્કાઉન્ટ પછી ફોનની કિંમત 39,999 રૂપિયા થઈ ગઈ છે.

વીવો વી29 પ્રો (Vivo V29 Pro)

Vivo V સિરિઝના સ્માર્ટફોન ખાસ કરીને તેના બેસ્ટ કેમેરા માટે જાણીતા છે. Vivo V29 Proમાં અગાઉના ફોનની જેમ જ હાર્ડવેર અને ડિઝાઇન છે. ફોનમાં આપવામાં આવેલા 12 મેગાપિક્સલનો ટેલિફોટો અને 50 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર હોવાને કારણે આ હેન્ડસેટથી કુદરતી દેખાતા ફોટા ક્લિક કરી શકાય છે.

વીવોના આ હેન્ડસેટમાં MediaTek ડાયમેન્શન 8200 ચિપસેટ આપવામાં આવ્યું છે. ફોન પર હેવી વર્ક કરતી વખતે પણ તમને સારું પ્રદર્શન મળે છે. જોકે, આ ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ, NFC અને ઓફિશિયલ IP રેટિંગ જેવા કેટલાક મહત્વના ફિચર્સ ઉપલબ્ધ નથી. એન્ડ્રોઇડ 14 અપડેટ આપવાની સાથે, આ Vivo ફોનમાં ઘણા શાનદાર ફિચર્સ ઉપલબ્ધ થશે.

વનપ્લસ 11આર (OnePlus 11R)

OnePlus 10R, જે 2022 માં આવ્યું હતું, તેણે ચાહકોને નિરાશ કર્યા હશે, પરંતુ OnePlus 11R એ 2023 માં તેની ભરપાઈ કરી. 2022 ફ્લેગશિપ ચિપસેટ Snapdragon 8+ Gen 1 સાથે લૉન્ચ કરવામાં આવેલ, તમામ ગેમ્સ OnePlus 11R માં સરળતાથી ચાલે છે. કંપનીએ આ ફોનમાં 3 વર્ષ માટે એન્ડ્રોઇડ અને 4 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો | વનપ્લસ 12 સિરિઝ ભારતમાં આ તારીખે લોન્ચ થશે, જાણો અપકમિંગ સ્માર્ટફોનના ફિચર અને સ્પેસિફિકેશન સહિત તમામ વિગત

OnePlus 11R સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે જેના દ્વારા રેગ્યુલર ફોટો ઉપરાંત, શાનદાર મેક્રો શોટ લઈ શકાય છે. OnePlus 11R સ્માર્ટફોન તમામ સેગમેન્ટમાં શાનદાર પર્ફોર્મન્સ આપે કરે છે અને રૂ. 39,999ની કિંમતે, તે એક વેલ્યૂ ડિવાઇસ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ