2024 Bajaj Pulsar F250: બજાજ પ્લસર એફ250 લોન્ચ; યામાહા, કેટીએમ ડ્યૂકને આપશે ટક્કર, જાણો કિંમત, માઇલેજ સહિત તમામ વિગત

2024 Bajaj Pulsar F250 Lauched: બજાજ પ્લસર એફ250 ભારતીય બજારમાં કેટીએમ 250 ડ્યૂક, યામાહા એફઝેડ25, સુઝુકી ગીઝર 250 જેવી બાઇક સાથે સ્પર્ધા કરશે.

Written by Ajay Saroya
May 21, 2024 18:37 IST
2024 Bajaj Pulsar F250: બજાજ પ્લસર એફ250 લોન્ચ; યામાહા, કેટીએમ ડ્યૂકને આપશે ટક્કર, જાણો કિંમત, માઇલેજ સહિત તમામ વિગત
2024 બજાજ પ્લસર એફ250 બાઇક લોન્ચ થયું છે. (Photo - Social Media)

2024 Bajaj Pulsar F250 vs KTM 250 Duke vs Yamaha FZ25 vs Suzuki Gixxer 250: બજાજ ઓટોએ તેના પલ્સર લાઇનઅપને અપડેટ કરવાનું શરૂ કર્યું છે. આ મહિનાની શરૂઆતમાં, આ ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપનીએ નવી 400cc બાઇક Pulsar NS400 Z રજૂ કરી હતી જે ભારતીય બજારમાં 2 લાખ રૂપિયા થી ઓછી કિંમતે ઉપલબ્ધ છે. ગયા મહિને, બજાજે Pulsar N250 નો નવો અવતાર લૉન્ચ કર્યો હતો. હવે બાઇક ઉત્પાદકે ભારતીય બજારમાં Pulsar F250 (2024 Bajaj Pulsar F250)નું અપડેટેડ વર્ઝન રજૂ કર્યું છે. ભારતીય બજારમાં 250cc સેગમેન્ટમાં, નવી પલ્સર F250 KTM 250 Duke, Yamaha FZ25, Suzuki Gixxer 250 જેવા વાહનો સાથે સ્પર્ધા કરે છે.

જો તમે 250cc ની બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે કઈ ખરીદવી જોઈએ? જો તમે આ વિશે મૂંઝવણમાં છો, તો તમે અહીં કિંમત અને ફીચર્સ જોયા પછી નક્કી કરી શકો છો.

2024 બજાજ પલ્સર F250 વિ હરીફ: એન્જિન સ્પેસિફિકેશન

બજાજ પલ્સર F250 ને પાવર આપનાર ઓઇલ ફૂલ્ડ ટેકનોલોજી આધારિત 249.07cc સિંગલ-સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન 5-સ્પીડ ટ્રાન્સમિશન વિકલ્પ સાથે 24.1PS પાવર અને 21.5Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. નવા પલ્સર F250 સાથે સ્પર્ધા કરતા વાહનો વિશે વાત કરીએ તો, KTM 250 Dukeને સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ ટેક્નોલોજી પર આધારિત 249cc એન્જિન આવે છે. આ એન્જિન 30.5 bhpનો પાવર અને 25 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આમાં એન્જિનમાં 6 સ્પીડ ગિયરબોક્સ ઉમેરવામાં આવ્યું છે.

તો યામાહ FZ 25 બાઇકમાં એર કૂલ્ડ ટેક્નોલોજી પર આધારિત 249cc એન્જિન છે. આ એન્જિન 20.9PS પાવર અને 20Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે, એન્જિન સાથે 5 સ્પીડ ગિયરબોક્સ જોડવામાં આવ્યું છે. જ્યારે Suzuki Gixxer 250માં ઓઈલ કૂલ્ડ ટેક્નોલોજી પર આધારિત 249cc એન્જિન છે. આઉટપુટના સંદર્ભમાં સુઝુકીનું એન્જિન યામાહા કરતા સારું છે. આ એન્જિન 26.5 PS પાવર અને 22.6Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. ટ્રાન્સમિશન માટે તેમાં 6 સ્પીડ ગિયરબોક્સ ઉમેરવામાં આવ્યું છે.

આ પણ વાંચો | ભારત ટોપ 5 ઈલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 1 લાખ થી ઓછી, ઓલા થી હીરો સુધીના Electric Scooters પર નજર

Updated બજાજ પ્લસર Pulsar F250 vs હરિફ: કિંમત

ભારતીય બજારમાં 250cc સેગમેન્ટમાં સૌથી વધુ કિંમત પર KTM Duke આવી રહ્યું છે. નવી Bajaj Pulsar F250 અને Yamaha FZ 25 દિલ્હીમાં લગભગ સમાન કિંમતે ઉપલબ્ધ છે. માર્કેટમાં આ બંને બાઇકની કિંમત 1.51 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની આસપાસ છે. Suzuki Gixxer 250ની કિંમત 1.95 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે KTM 250 Dukeની કિંમત 2.41 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આજે, KTM 250 Duke ભારતીય બજારમાં નવા કલર વિકલ્પ સાથે રજૂ કરવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ