2024 Hero Glamour Launched: હીરો મોટોકોર્પ odbeje 2024 હીરો ગ્લેમર બાઇક લોન્ચ કર્યું છે. આ બાઇક ભારતમાં તેની લોકપ્રિય બાઇક રેન્જમાં ગ્લેમરનું અપડેટેડ મોડેલ છે. 2024 હીરો ગ્લેમરને બે વેરિએન્ટ સાથે બજારમાં લોન્ચ કરવામાં આવી છે, પ્રથમ વેરિઅન્ટ ડ્રમ અને બીજું વેરિઅન્ટ ડિસ્ક છે. જાણો 2024 હીરો ગ્લેમર બાઇકની કિંમત અને ફીચર્સ સહિત તમામ ખાસિયતો
આ નવા મોડલની પ્રારંભિક કિંમત 83598 રૂપિયા (એક્સ શોરૂમ) છે.
2024 Hero Glamour Price: 2024 હીરો ગ્લેમર કિંમત અને વેરિઅન્ટ2024 હીરો ગ્લેમર ડ્રમ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 83598 રૂપિયા અને 2024 હીરો ગ્લેમર ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 87598 રૂપિયા છે. કંપનીએ જૂના મોડલની તુલનામાં આ નવા મોડલની કિંમતમાં 1200 રૂપિયાનો વધારો કર્યો છે. અહીં જણાવેલી કિંમતો એક્સ-શોરૂમ છે.
2024 Hero Glamour: નવી હીરો ગ્લેમર બાઇકમું શું નવું છે?
નવા હીરો ગ્લેમરમાં સૌથી મોટો ફેરફાર કલર સ્કીમ છે. 2024 હીરો ગ્લેમર માં નવી બ્લેક મેટાલિક સિલ્વર પેઇન્ટ સ્કીમ છે, જે મોટરસાયકલની સંપૂર્ણ ડિઝાઇનને આકર્ષક બનાવે છે. અન્ય ડિઝાઇન પાસાઓ સમાન છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી.
2024 Hero Glamour: બ્રેક અને સસ્પેન્શન સિસ્ટમ
2024 હીરો ગ્લેમરના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને પાછળના ભાગમાં ડ્યુઅલ રીઅર શોક્સ આવે છે. આ ઉપરાંત એલોય વ્હીલ્સ, ડ્રમ કે ડિસ્ક બ્રેકનો ઓપ્શન છે. ડ્રમ વેરિઅન્ટના બંને વ્હીલમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે, જ્યારે ડિસ્ક વેરિઅન્ટના ફ્રન્ટ વ્હીલમાં ડિસ્ક બ્રેકને પાછળના વ્હીલમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે.
2024 Hero Glamour: 2024 હીરો ગ્લેમર ફીચર્સ
2024 હીરો ગ્લેમર બાઇકના ફીચર્સની વાત કરીએ તો તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એલઇડી લાઇટિંગ, ફોન ચાર્જિંગ આઉટલેટ્સ અને અન્ય ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 2024 હીરો ગ્લેમરના હાર્ડવેરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.
2024 Hero Glamour: હીરો ગ્લેમર બાઇક કલર ઓપ્શન
2024 હીરો ગ્લેમર બાઇક કંપનીએ 4 કલર સ્કીમ સાથે રજૂ કર્યું છે, પ્રથમ કેન્ડી બ્લેઝિંગ રેડ, બીજો ટેક્નો બ્લૂ-બ્લેક, ત્રીજો બ્લેક મેટાલિક સિલ્વર અને ચોથો કલર ઓપ્શન સ્પોર્ટ્સ રેડ-બ્લેક છે.
2024 Hero Glamour: 2024 હીરો ગ્લેમર એન્જિન સ્પેસિફિકેશન્સ
પાવરની વાત કરીએ તો, 2024 હીરો ગ્લેમરમાં 124.7 સીસી સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે જે 10.72 બીએચપી અને 10.6 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે પાંચ સ્પીડ ગિયરબોક્સ જોડવામાં આવ્યું છે.
આ પણ વાંચો | TVS જ્યુપિટર 110 નવા અવતારમાં લોન્ચ, હોન્ડા એક્ટિવાને આપશે ટક્કર, જાણો કિંમત અને ફીચર્સ
2024 Hero Glamour: 2024 હીરો ગ્લેમર બાઇકના હરિફ
2024 હીરો ગ્લેમર બાઇક હોન્ડા શાઇન 125 અને બજાજ પલ્સર 125 નિયોન બાઇક સાથે હરિફાઇ કરે.





