Hyundai Creta: એક અવાજમાં સ્ટાર્ટ થશે હ્યુન્ડાઇ ક્રેટા; ડિઝાઇન અને સેફ્ટી ફીચર્સમાં દમદાર આ એસયુવીની કિંમત જાણો

Hyundai Creta facelift Safety Features And Price Details: હ્યુન્ડાઇ ક્રેટા ફેસલીફ્ટ ભારતમાં લોંચ થઇ છે. આકર્ષક લૂક, પાવરફૂલ એન્જિન અને જબરદસ્ત સેફ્ટી ફીચર્સથી આ એસયુવીને વોઇસ કમાન્ડ સાથે લોંચ કરવામાં આવી છે.

Written by Ajay Saroya
January 16, 2024 16:22 IST
Hyundai Creta: એક અવાજમાં સ્ટાર્ટ થશે હ્યુન્ડાઇ ક્રેટા; ડિઝાઇન અને સેફ્ટી ફીચર્સમાં દમદાર આ એસયુવીની કિંમત જાણો
Hyundai Creta Facelift: હ્યુન્ડાઇ ક્રેટા ફેસલીફ્ટ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. (Photo - /www.hyundai.com)

Hyundai Creta facelift Safety Features And Price Details: હ્યુન્ડાઇ ક્રેટા (Hyundai Creta 2024)નું નવુ ફેસલિફ્ટ મોડલ ભારતમાં લોન્ચ થયું છે. આકર્ષક લૂક, પાવરફૂલ એન્જિન અને જબરદસ્ત સેફ્ટી ફીચર્સથી આ એસયુવીને સજ્જ કરવામાં આવી છે. આ હ્યુન્ડાઇ ક્રેટાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે એક અવાજથી સ્ટાર્ટ થશે. જેમાં 70થી વધારે બ્લૂલિંક કનેક્ટેડ કાર ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો હ્યુન્ડાઇ ક્રેટ ફેસલિફ્ટની ડિઝાઇન અને સેફ્ટ ફીચર્સથી લઇ કિંમત સુધીની તમામ વિગત

હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, જે તેને અગાઉના જૂના મોડલ કરતા વધુ દમદાર બનાવે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ એસયુવીની કટિંગ એજ ટેકનોલોજી અને શાનદાર લૂક યુવાનોને બહુ ગમશે. કંપનીનું કહેવુ છે કે ક્રેટા ફેસલિસ્ટની બહાર ડિઝાઇનમાં ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખતા ફેરફાર કરવામાં આવ્યા છે. હ્યુન્ડાઇની આ મિડસાઇઝ એસયુવી ઘણા લાંબ સમયથી ભારતમાં સૌથી લોકપ્રિય એસયુવી પૈકીની એક છે.

Hyundai Creta facelift | Hyundai Creta facelift price | Hyundai Creta facelift engine performance | Hyundai Creta facelift safety features | Hyundai Creta facelift voice command | Hyundai Creta facelift all details
Hyundai Creta Facelift: હ્યુન્ડાઇ ક્રેટા ફેસલીફ્ટ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. (Photo – /www.hyundai.com)

હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટ લૂક અને ડિઝાઇન (Hyundai Creta Facelift Looks And Design)

નવી હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટને ધ્યાનથી જોતા ખ્યાલ આવશે કે, તેમાં ઇન્ટરનેશનલ લેવલના હ્યુન્ડાઇ મોડલમાં દેખાતા અમુક પરિચિત ડિઝાઇન દેખાય છે. નોઝ પહેલા કરતા વધુ સીધી છે અને તેમાં ક્રોમ, બ્રશ એલ્યુમીનિયમ, એક પિયાનો બ્લેક ફિનિશ અને એલઇડી લાઇટિંગનું સારું સંયોજન દેખાય છે. લાઇટની વાત કરીયે તો એસયુવીના ખુણે ચાર ઉલ્ટી એલ-શેપના ડેટાઇમ રનિંગ લેમ્પ છે, સાથે જ એક એલઇડી લાઇટ બાર પણ છે, જે પહોળી ગ્રીલ ઉપર રાખવામાં આવી છે.

રિયર અને સાઇડ પ્રોફાઇલ (Hyundai Creta Facelift)

આવું જ હ્યુન્ડાઇ ક્રેટાની પાછળની બાજુએ પણ આ જ જોવા મળે છે. જેમાં નવા ટેલ ગેટની સાથે સમગ્ર પહોળાઈને આવરી લેતો ઓલ એલઈડી લાઈટીંગ બાર આપવામાં આવ્યો છે. જે એસયુવીને મોર્ડન લુક આપે છે. એસયુવીના પાછળના ભાગમાં, સ્પ્લિટ ટેલ-લેમ્પ સેટઅપને જોડતી એલઇડી લાઇટ બાર ખૂબ આકર્ષક છે. સાઇડ પ્રોફાઇલ વિશે વાત કરીએ તો, વેરિઅન્ટના આધારે 17- અથવા 18-ઇંચ વ્હીલ વિકલ્પો સાથેની તમામ-નવી એલોય વ્હીલ ડિઝાઇન સિવાય વધારે કોઇ ફેરફાર દેખાતો નથી. જો કે, આ નવા એલોય વ્હીલ્સ ચોક્કસપણે આ એસયુવીની સાઈડ પ્રોફાઈલને સંપૂર્ણ નવો લૂક આપવામાં મદદ કરે છે.

કાર કેબિનની ઇન્ટિરિયર ડિઝાઇન (Hyundai Creta Facelift Interior Design)

હ્યુન્ડાઇ ક્રેટા એસયુવીના ઈન્ટિરિયરમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં ટ્વિન્સ 10.25-ઇંચ કનેક્ટેડ સ્ક્રીન, ડેશ અને એસી વેન્ટ ડિઝાઇનમાં ફેરફાર અને તેમાં ઘણા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નવી ક્રેટાની કેબિન વધુ લક્ઝુરિયસ બની છે. તેમાં ઈન્ટીગ્રેટેડ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જે ઈન્ટીરીયરને વધુ મોર્ડન અને લક્ઝુરિયસ બનાવે છે.

Hyundai Creta facelift | Hyundai Creta facelift price | Hyundai Creta facelift engine performance | Hyundai Creta facelift safety features | Hyundai Creta facelift voice command | Hyundai Creta facelift all details
Hyundai Creta Facelift: હ્યુન્ડાઇ ક્રેટા ફેસલીફ્ટ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. (Photo – /www.hyundai.com)

હ્યુન્ડાઇ ક્રેટાનું એન્જિન અને પર્ફોર્મન્સ (Hyundai Creta Facelift Engine Performance)

અલબત્ત હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવી હ્યુન્ડાઇ ક્રેટામમાં ત્રણ એન્જિન વિકલ્પ આવે છે જેમાં સ્પોર્ટી અને પાવર પેક્ડ 1.5 લિટર કપ્પા ટર્બો GDI પેટ્રોલ, 1.5 લિટર MPI પેટ્રોલ અને 1.5 લિટર U2 CRDI ડીઝલ એન્જિનનો વિકલ્પ મળે છે. ક્રેટાને 6-સ્પીડ મેન્યુઅલ, IVT (બુદ્ધિશાળી વેરિયેબલ ટ્રાન્સમિશન), 7-સ્પીડ ડીસીટી (ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન) અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સહિત ચાર ટ્રાન્સમિશન વિકલ્પો સાથે ઓફર કરે છે.

હ્યુન્ડાઇ ક્રેટા સેફ્ટી ફીચર્સ (Hyundai Creta Facelift Safety Features)

હ્યુન્ડાઈનું કહેવું છે કે ક્રેટાના બોડી સ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે અને “હાઇ લેવલની ક્રેશવર્થિનેસ”ની ખાતરી કરવા માટે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં 70 થી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમા 36 ફીચર્સ સ્ટાન્ડર્ડ છે. કંપનીએ નવી હ્યુન્ડાઇ ફેસલિફ્ટમાં ઘણા એડવાન્સ સેફ્ટી ફીચર્સ સામેલ કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે, જેમાં સ્ટાન્ડર્ડ 6 6 એરબેગ્સ આપવામાં આવશે. તેના હાયર ટ્રીમ્સમાં ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ, 8-સ્પીકર્સ (BOSE), વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, 8-વે ઓપરેટેડ ડ્રાઈવર સીટ, લેવલ-2 ADAS સ્યુટ મળે છે.

Hyundai Creta facelift | Hyundai Creta facelift price | Hyundai Creta facelift engine performance | Hyundai Creta facelift safety features | Hyundai Creta facelift voice command | Hyundai Creta facelift all details
Hyundai Creta Facelift: હ્યુન્ડાઇ ક્રેટા ફેસલીફ્ટ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. (Photo – /www.hyundai.com)

19 ADAS ફીચર્સ (Hyundai Creta Facelift ADAS Features)

કંપનીનું કહેવું છે કે, તેમાં લેવલ-2 ADAS સ્યુટમાં 19 સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં 360-ડિગ્રી કેમેરા, બ્લાઈન્ડ સ્પોટ મોનિટરિંગ સિસ્ટમ, ફ્રન્ટ કોલિઝન વોર્નિંગ, બ્લાઇંડ સ્પોર્ટ કોલાઇઝન વાર્નિંગ, લેન કીપિંગ આસિસ્ટ, લેન ડિપાર્ચર વોર્નિંગ, ડ્રાઇવર અટેન્શન વોર્નિંગ, ક્રૂઝ કન્ટ્રોન, લેન ફોલોઇંગ, લીડિંગ વ્હીકલ એલર્ટ, રિયર ક્રોસ ટ્રાફિક એડવાઇડેન્સ જેવા ફીચર્સ સામેલ છે.

અવાજથી સ્ટાર્ટ થશે હ્યુન્ડાઇ ક્રેટા ફેસલીફ્ટ (Hyundai Creta Facelift Voice Command)

કંપનીએ હ્યુન્ડાઇ ક્રેટમાં એડવાન્સ્ડ વોઈસ કમાન્ડ ફીચર સામેલ કર્યા છે. તેમાં 70 થી વધુ બ્લુલિંક કનેક્ટેડ કાર ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે તેમાં 148 એમ્બેડેડ વોઈસ કમાન્ડ આપવામાં આવ્યા છે, જે ઈન્ટરનેટ વગર ઓપરેટ થઈ શકે છે. ઉપરાંત આ એસયુવી 62 હિંગ્લિશ (હિન્દી+અંગ્રેજી) વૉઇસ કમાન્ડને સપોર્ટ કરે છે, જેમ કે- એલેક્સા ટર્ન ઓન માય કાર, એલેક્સા મારી કાર સ્ટાર્ટ કરો. એટલે કે તમારી તમારી નવી હ્યુન્ડાઇ ક્રેટાને માત્ર એક અવાજથી સ્ટાર્ટ થઇ જશે

હ્યુન્ડાઇ ક્રેટાના વેરિયન્ટ્સ અને કલર (Hyundai Creta Facelift Variants And Colours)

નવી એસયુવી હ્યુન્ડાઈ ક્રેટા 7 વેરિઅન્ટ્સ અને 6 મોનો-ટોન કલર ઓપ્શનમાં ઓફર કરવામાં આવે છે, જેમાં રોબસ્ટ એમેરાલ્ડ પર્લ (નવું), ફાયરી રેડ, રેન્જર ખાકી, એબિસ બ્લેક, એટલાસ વ્હાઇટ, ટાઇટન ગ્રે અને 1 ડ્યુઅલ-ટોન (બ્લેક રૂફની સાથે એટલાસ વ્હાઇટ) સામેલ છે. હ્યુન્ડાઇ ક્રેટાનું બુકિંગ પહેલેથી જ શરૂ થઈ ગયું છે, જે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઓથોરાઇઝ ડીલરશિપ મારફતે બુક કરી શકાય છે.

આ પણ વાંચો | માત્ર 21000માં બુક કરાવો મહિન્દ્રા SUV400 પ્રો; જાણો EVની બેટરી, ફીચર્સ અને કિંમત

2024 હ્યુન્ડાઇ ક્રેટાની પ્રાઇસ (Hyundai Creta Facelift Price)

નવી હ્યુન્ડાઇ ક્રેટાન બેઝ વેરિઅન્ટની કિંમત 10.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તેના ટોપ વેરિઅન્ટને રૂ. 19.99 લાખ (એક્સ-શોરૂમ)ની કિંમતે ખરીદી શકાય છે. આ કાર ત્રણ એન્જિન વિકલ્પો સાથે મલ્ટિપલ ટ્રિમમાં ઉપલબ્ધ છે. અહીં વેરિઅન્ટના આધારે હ્યુન્ડાઇ ક્રેટાની પ્રાઇસની માહિતી આપવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ