2024 Tata Altroz vs Maruti Swift Vs Maruti Baleno: મારુતિએ તાજેતરમાં ભારતીય બજારમાં તેની ફોર્થ જનરેશન સ્વિફ્ટ (Fourth Generation Maruti Suzuki Swift) કાર લૉન્ચ કરી છે. મારુતિ સુઝુકી સ્વિફ્ટની કિંમત તેના નવા અવતારમાં તેના સેગમેન્ટમાં મારુતિ બલેનો, ટાટા અલ્ટ્રોઝ જેવા વાહનોની ખૂબ નજીક છે. હાલની Tata Altrozને પણ નવા રેસર વર્ઝનમાં રજૂ કરવામાં આવી છે. હેચબેક સેગમેન્ટમાં ટોપ 2 મારુતિ સ્વિફ્ટ અને બલેનો ની નવી અલ્ટ્રોઝ સાથે ટક્કર છે.
જો તમે મૂંઝવણમાં છો કે આ ત્રણ હેચબેક કારમાંથી કઈ ખરીદવી જોઇએ, તો અહીં તમે સમજી શકશો કે અપડેટેડ અલ્ટ્રોઝ મારુતિની નવી સ્વિફ્ટ અને બલેનો કેવી રીતે એકબીજાથી અલગ છે, અને ત્રણમાંથી કોણ સૌથી શ્રેષ્ઠ છે? તમે તેની ખાસિયતોના આધારે તોઇ એક ખરીદવાનું નક્કી કરી શકો છો.
2024 અલ્ટ્રોઝ વિ સ્વિફ્ટ વિ બલેનો : કિંમત (2024 Altroz vs Swift Vs Baleno: Price)
ફોર્થ જનરેશન મારુતિ સ્વિફ્ટ એ ઓટો કંપની મારુતિ બલેનોના બેઝ વેરિઅન્ટ કરતાં સસ્તી છે પરંતુ બે પ્રીમિયમ હેચબેક (ટાટા અલ્ટ્રોઝ અને બલેનો) વચ્ચે કિંમતમાં ઘણો ઓછો તફાવત છે. બલેનો નવી સ્વિફ્ટ કરતા 17,000 રૂપિયા મોંઘી છે. આનાથી Tata Altroz 16,000 રૂપિયા મોંઘું થઈ ગયું છે.

આ પણ વાંચો | ચોમાસાના વરસાદ પહેલા કાર રાખો તૈયાર, લોંગ ડ્રાઇવ રહેશે યાદગાર
ટાટા અલ્ટ્રોઝ 2024 મારુતિ સ્વિફ્ટ મારુતિ બલેનો રૂ. 6.65 લાખથી રૂ. 10.95 લાખ (પેટ્રોલ)રૂ. 8.90 લાખથી રૂ. 11.35 લાખ રૂ. 6.49 લાખથી રૂ. 9.65 લાખ (પ્રારંભિક) રૂ. 6.66 થી રૂ. 9.88 લાખ





