/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Honda-Dio-VS-TVS-Jupiter-110-Comparison.png)
Honda Dio VS TVS Jupiter 110 Comparison: હોન્ડા ડિયો અને ટીવીએસ જ્યુપિટર 110 બંને માંથી ક્યું સ્કુટર શ્રેષ્ઠ છે, તે અહીં જાણવા મળશે. (Photo: FE)
2025 Honda Dio vs TVS Jupiter 110 Comparison: હોન્ડા કંપનીએ તાજેતરમાં જ તેના Dio મોડલનું અપડેટેડ વર્ઝન લૉન્ચ કર્યું છે. કંપનીએ અપડેટેડ ડીઓમાં ઘણા ફેરફારો કર્યા છે. સમાન સેગમેન્ટમાં ગ્રાહકો માટે, TVS Jupiter 110 પણ બજારમાં હાજર છે, જે સ્ટાઇલ અને પ્રેક્ટિકલિટીનું સારું મિશ્રણ પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં, નવી હોન્ડા ડીયો કે ટીવીએસ જ્યુપિટર 110 તમારા માટે ક્યું ટુ વ્હીલર વધુ સારું રહેશે. આરામદાયક ડ્રાઇવિંગ, ફીચર્સ, હાર્ડવેર, એન્જિન અને કિંમતની સરખામણી કરી તમે તમારા માટે યોગ્ય સ્કૂટર ખરીદવાનું નક્કી કરી શકો છો.
2025 Honda Dio vs TVS Jupiter 110: ફીચર્સ અને હાર્ડવેર
આ સ્કૂટર યુવાનો અને સ્ટાઇલ પ્રેમીઓ માટે વધુ સારો વિકલ્પ છે. અપડેટેડ ડિયો સ્કૂટરમાં, હોન્ડાએ અગાઉના સ્પોર્ટી લુકને જાળવી રાખ્યો છે. તેમાં અપડેટેડ 4.2 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, સ્માર્ટ કી ફોબ અને થેફ્ટ પ્રોટેક્શન છે. લેટેસ્ટ ડિયો સ્કૂટરના બંને છેડે ડ્રમ બ્રેક્સ ઉપલબ્ધ છે. તેમાં 12-ઇંચનું ફ્રન્ટ વ્હીલ અને 10-ઇંચનું પાછળનું વ્હીલ છે. ડિયો હવે 5 રંગમાં ઉપલબ્ધ છે - ઇમ્પીરીયલ રેડ મેટાલિક, પર્લ ઇગ્નીયસ બ્લેક, પર્લ ડીપ ગ્રાઉન્ડ ગ્રે, મેટ માર્વેલ બ્લુ અને મેટ એક્સિસ ગ્રે મેટાલિક અને બે વેરિઅન્ટ્સ - STD, DLX માં ઉપલબ્ધ છે.
બીજી તરફ, ટીવીએસ જ્યુપિટર 110 ને તાજેતરમાં એક મોટું અપડેટ મળ્યું છે. ટીવીએસ સ્ટાઇલ અને પ્રેક્ટિકેલિટીનું સમન્વય કરવામાં સફળ રહી. ફ્રન્ટમાં ડીઆરએલ સેટઅપ સ્ટાઇલિશ લાગે છે, જ્યારે મોટી બૂટ સ્પેસ અને ફ્લોરબોર્ડ તેને વધુ વ્યવહારુ બનાવે છે. Jupiter 110 માં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ છે, જ્યારે વૈકલ્પિક ફ્રન્ટ ડિસ્ક બ્રેક તેને વધુ સારી બ્રેકિંગ પાવર આપે છે. Jupiter 110 નો એક મોટો ફાયદો એ છે કે તે Honda Dioની સરખામણીમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી વિકલ્પ સાથે આવે છે, જેમાં નેવિગેશનની સુવિધા છે.
2025 Honda Dio vs TVS Jupiter 110: એન્જિન
બંને લેટેસ્ટ હોન્ડા ડિયો અને ટીવીએસ જ્યુપિટર 110 સ્કૂટર સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન સાથે આવે છે, જે CVT ગિયરબોક્સ સાથે જોડાય છે. બંને સ્કૂટર લગભગ સમાન પાવર અને ટોર્ક ઓફર કરે છે, પરંતુ પાવર અને ટોર્કની રીતે ટીવીએસ જ્યુપિટર થોડુંક વધારે પાવરફુલ છે.
કિંમત વિશે વાત કરીએ તો, લેટેસ્ટ હોન્ડા ડિયો સ્કૂટર 74930 રૂપિયા એક્સ શોર રૂમની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ છે જ્યાર ટીવીએસ જ્યુપિટર 110 સ્કૂટરની કિંમત 78191 રૂપિયાથી શરૂ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us