/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Maruti-Alto-K10-.jpg)
2025 Maruti Alto K10 Launch: મારૂતિ સુઝુકી કંપનીએ અલ્ટ્રો કે10 કારનું અપડેટ વર્ઝન કર્યું છે. (Photo: Maruti Suzuki)
2025 Maruti Alto K10 Launch: મારૂતિ એલ્ટો કે10 કાર નવા અવતારમાં લોન્ચ થઇ છે. મારુતિ સુઝુકીએ ગયા વર્ષે પોતાની એન્ટ્રી લેવલ હેચબેક અલ્ટો કે10ને નવા અવતારમાં લોન્ચ કરી હતી અને હવે 2025માં કંપનીએ આ હેચનું અપડેટેડ મોડલ લોન્ચ કર્યું છે. મારૂતિ અલ્ટો કે10 હાલ ભારતમાં વેચાણ માટે સૌથી સસ્તી કાર છે અને કંપનીએ તેનું અપડેટેડ વર્ઝન માર્કેટમાં લોન્ચ કર્યું છે. મારૂતિ અલ્ટો કે10 કારની કિંમત, ડિઝાઇન થી લઇ ફીચર્સ સુધી, તમામ અપડેટની સંપૂર્ણ માહિતી અહીં મળશે.
2025 Maruti Alto K10 Price : 2025 મારૂતિ અલ્ટો કે10 કિંમત
લેટેસ્ટ 2025 મારૂતિ અલ્ટો કે10 કારમાં ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે, તે 2024ના મોડલ જેવું જ છે. માઇક્રો હેચ હવે તમામ વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ સાથે ઉપલબ્ધ છે. જેના કારણે ભાવમાં 16 હજાર રૂપિયા સુધીનો વધારો થયો છે. મારુતિ અલ્ટો કે10ની કિંમત હવે 4.23 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 6.21 લાખ રૂપિયા (બંને એક્સ-શોરૂમ) સુધી જાય છે.
2025 Maruti Alto K10: મારૂતિ અલ્ટો કે10 ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ તરીકે 6 એરબેગ ઉપરાંત અલ્ટો કે10ને પણ પાછળના પેસેન્જર્સ માટે 3 પોઇન્ટ સીટ બેલ્ટ સાથે અપગ્રેડ કરવામાં આવી છે. અન્ય સેફ્ટી ફીચર્સમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ઇએસપી), રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, ઇબીડી સાથેના એબીએસ અને ક્લેપ્સિબલ સ્ટીયરિંગ કોલમનો સમાવેશ થાય છે. તદુપરાંત, હેચબેકમાં પાછળના દરવાજાના ચાઇલ્ડ લોક્સ, એન્જિન ઇમોબિલાઇઝર, હાઇ-સ્પીડ એલર્ટ સિસ્ટમ, ફોર્સ લિમિટર સાથે ફ્રન્ટ સીટબેલ્ટ પ્રીટેન્શનર, બઝર સાથે સીટબેલ્ટ રિમાઇન્ડર, હેડલેમ્પ લેવલિંગ અને હાઇ-માઉન્ટેડ સ્ટોપ લેમ્પ પણ મળે છે.
અપગ્રેડેડ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ ઉપરાંત મારુતિએ અલ્ટો કે10ની મ્યુઝિક સિસ્ટમ પણ અપગ્રેડ કરી છે, જે હવે 2 ના બદલે 4 સ્પીકર્સ સાથે આવે છે. બાકીના ફીચર લિસ્ટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફિચર હાઇલાઇટ્સમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, કીલેસ એન્ટ્રી, સ્ટીયરિંગ-માઉન્ટેડ કન્ટ્રોલ્સ, રિયર વ્યૂ મિરર્સની બહાર મેન્યુઅલી એડજેસ્ટેબલ (ઓઆરવીએમ) અને સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સામેલ છે.
2025 Maruti Alto K10 : મારૂતિ અલ્ટ્રો કે10 એન્જિન સ્પેસિફિકેશન્સ
મારુતિ અલ્ટો કે10માં 1 લિટર નેચરલ એસ્પિરેટેડ ડ્યુઅલ જેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 67 બીએચપી અને 89 એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ અથવા 5 સ્પીડ એએમટી સાથે પેર કરી શકાય છે. વળી, અલ્ટો કે10ના સીએનજી વેરિએન્ટમાં પણ આ જ એન્જિન છે, જે 56 બીએચપી અને 82 એનએમ ટોર્ક આપે છે. સીએનજી વર્ઝનમાં અલ્ટો કે10ને ખાસ કરીને 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. સીએનજી વેરિઅન્ટમાં આઇડલ એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ ટેકનોલોજી પણ મળે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us