/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Tata-Altroz-Facelift-vs-Maruti-Baleno.jpg)
ટાટા અલ્ટ્રોઝ ફેસલિફ્ટ વિ મારુતિ સુઝુકી બલેનો સરખામણી
2025 Tata Altroz Facelift vs Maruti Baleno : નવી ટાટા અલ્ટ્રોઝ ફેસલિફ્ટના આગમન સાથે, પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં કાર માટેની સ્પર્ધા તીવ્ર બની ગઈ છે. અલ્ટ્રોઝ આ સેગમેન્ટમાં ફરી એકવાર ચર્ચામાં છે અને માર્કેટ લીડર મારુતિ સુઝુકી બલેનોને આકરી સ્પર્ધા આપવા તૈયાર છે. તો કઇ કાર ડિઝાઇન, ફિચર્સ, સ્પેસિફિકેશન, સેફ્ટી અને કિંમતની દ્રષ્ટિએ વધુ સારી છે? ચાલો વિગતવાર જાણીએ.
ડિઝાઇન અને ડાયમેંશનમાં કોણ ક્યાં છે?
ટાટા અલ્ટ્રોઝ પહેલેથી જ સ્ટાઇલિશ હેચબેક રહી ચૂકી છે અને 2025ની ફેસલિફ્ટ સાથે તેનો લુક વધુ પ્રીમિયમ બની ગયો છે. નવી અલ્ટ્રોઝ બદલાયેલી ફ્રન્ટ ગ્રિલ, નવા હેડલેમ્પ્સ અને ટેલલાઇટ ડિઝાઇન સાથે સ્પોર્ટી લુક જાળવી રાખ્યો છે.
જ્યારે તાજેતરમાં મારુતિ સુઝુકી બલેનોને પણ અપડેટ કરવામાં આવી હતી. આ કાર સ્ટાઇલ, પ્રેક્ટિકલિટી અને સ્પોર્ટી લૂક્સનું સારું કોમ્બિનેશન આપે છે, જે તેને સેગમેન્ટમાં બેસ્ટ સેલર બનાવે છે.
| ડાયમેંશન | અલ્ટ્રોઝ | બલેનો |
| લંબાઈ | 3990 mm | 3990 mm |
| પહોળાઈ | 1755 mm | 1745 mm |
| ઊંચાઈ | 1523 mm | 1500 mm |
| વ્હીલબેઝ | 2501 mm | 2520 mm |
| બુટસ્પેસ | 345 લિટર | 318 લિટર |
ફીચર્સ અને સેફ્ટીમાં કોણ વધુ દમદાર?
નવી ટાટા અલ્ટ્રોઝ ફેસલિફ્ટ 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25 ઇંચની ટીએફટી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ફ્લશ ડોર હેન્ડલ્સ વગેરે જેવા સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સ સાથે આવે છે. તેમાં સનરૂફ, 16 ઇંચના વ્હીલ્સ, ક્રૂઝ કંટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ જેવા ફીચર્સ પણ મળે છે.
મારુતિ બલેનોમાં 16 ઇંચના એલોય વ્હીલ્સ, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, હેડ-અપ ડિસ્પ્લે, ક્રુઝ કન્ટ્રોલ, 9 ઇંચની ટચસ્ક્રીન અને વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જોકે તેમાં સનરૂફ અને ટીએફટી ડિસ્પ્લે મળતી નથી.
આ પણ વાંચો - સ્પ્લિટ એસીનું કોમ્પ્રેસર ક્યાં લગાવવું જોઈએ? 90% લોકો AC લગાવતી વખતે આ નાની ભૂલ કરે છે
સેફ્ટીની વાત કરવામાં આવે તો ટાટા અલ્ટ્રોઝ 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે, 360 ડિગ્રી કેમેરા, બ્લાઇન્ડ-સ્પોટ મોનિટર, ઓટો વાઇપર્સ અને હેડલાઇટ્સ, રિયરવ્યુ કેમેરા સાથે આવે છે.
બલેનોમાં બે એરબેગ્સ સ્ટાન્ડર્ડ અને ટોપ વેરિએન્ટમાં છ મળે છે. બન્ને કારમાં ABS, ESC, હિલ હોલ્ડ અને ISOFIX જેવા સેફ્ટી ફિચર્સ મળે છે.
| મોડલ | શરુઆતની કિંમત |
| ટાટા અલ્ટ્રોઝ ફેસલિફ્ટ 2025 | 6.89 લાખ રૂપિયાથી શરુ |
| મારુતિ સુઝુકી બલેનો | 6.70 લાખ રૂપિયાથી શરુ |
એન્જિન સ્પેસિફિકેશન્સ
એન્જિનની વાત કરીએ તો આ સેગમેન્ટમાં ટાટા અલ્ટ્રોઝ એકમાત્ર એવી કાર છે જે ડીઝલ એન્જિન સાથે આવે છે. બલેનો પેટ્રોલ અને સીએનજી ઓપ્શનમાં ઉપલબ્ધ છે. અલ્ટ્રોઝમાં મેન્યુઅલ, એએમટી અને ડીસીટી ગિયરબોક્સ ઓપ્શન મળે છે જ્યારે બલેનોમાં મેન્યુઅલ અને એએમટી ગિયરબોક્સ મળે છે.
| સ્પેસિફિકેશન્સ | અલ્ટ્રોઝ પેટ્રોલ | CNG | Altorz Diesel | બલેનો પેટ્રોલ | CNG |
| Displacement | 1.2-લિટર | 1.5-લિટર | 1.2-લિટર |
| પાવર (bhp) | 87 | 72 | 89 | 88 | 76 |
| Torque (Nm) | 115 | 103 | 200 | 113 | 99 |
| ગિયરબોક્સ | MT/AMT/DCT | MT | MT | MT/AMT | MT |
તમારા માટે કઇ શાનદાર?
જો તમે એક ફીચર-લોડેડ અને સ્ટાઇલિશ હેચબેક શોધી રહ્યા છો જે ડીઝલ એન્જિન અને વધુ સલામતી સુવિધાઓ પ્રદાન કરે છે તો 2025 ટાટા અલ્ટ્રોઝ ફેસલિફ્ટ એક સરસ પસંદગી છે. જો તમે વિશ્વસનીય, ફ્યૂલ એફિશિએન્ટ પેટ્રોલ અથવા સીએનજી વિકલ્પ શોધી રહ્યા છો તો મારુતિ બલેનો તમારા માટે વધુ સારી સાબિત થઈ શકે છે. બંને કાર પોતપોતાના સેગમેન્ટમાં મજબૂત છે, પસંદગી તમારી જરૂરિયાતો અને પસંદગીઓ પર આધારિત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us