/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Tata-Tiago-ev-and-Tigor-launch.jpg)
2025 Tata Tiago ev and Tigor launch: ટાટા મોટર્સ દ્વારા ટિયાગો, ટિયાગો ઇવી અને ટિગોર કારના અપડેટ વર્ઝન લોન્ચ કર્યા છે. (Photo: Tata Motors)
2025 Tata Tiago, Tiago ev and Tigor launch: ટાટા મોટર્સ દ્વારા લોકપ્રિય કાર ટિયાગો અને ટિગોર નવા અવતારમાં લોન્ચ કરી છે. નવા વર્ષની શરૂઆતથી ટાટા મોટર્સે એન્ટ્રી લેવલ મોડલ - ટિયાગો અને ટિગોર કાર અપડેટ કર્યા છે. પ્રથમ મોડલ ટાટા ટિયાગોમાં પેટ્રોલ, સીએનજી અને ઇલેક્ટ્રિક સહિત ત્રણ પાવરટ્રેન ઓપ્શન આપવામાં આવશે, જ્યારે ટાટા ટિગોર પેટ્રોલ અને સીએનજીમાં ઉપલબ્ધ હશે. હેચબેક્સ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરતા, વર્તમાન મોડેલની તુલનામાં 2025 ટિયાગો અને ટિગોર રેન્જમાં કરવામાં આવેલા તમામ મુખ્ય અપડેટ્સ પર એક નજર કરીયે
2025 ટાટા ટિયાગો માં શું નવું ?
ટાટા મોટર્સે 2025 ટિયાગોને વધુ સારા ઉપકરણો આપ્યા છે, જેમાં એલઇડી હેડલાઇટ્સ, શાર્ક ફિન એન્ટેના, ફ્રી-સ્ટેન્ડિંગ 10.25 ઇંચની ટચસ્ક્રીન, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, અપડેટેડ ડ્રાઇવર ડિસ્પ્લે, પ્રકાશિત ટાટા લોગો સાથે નવું 2-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, રિયર પાર્કિંગ કેમેરા, ન્યૂ ફેબ્રિક સીટ અપહોલ્સ્ટ્રી અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ઇએસસી) સામેલ છે.
| ટાટા ટિયાગો વેરિઅન્ટ્સ | જૂની કિંમત | નવી કિંમત | કિંમતમાં તફાવત |
|---|---|---|---|
| મોડલ | 5 લાખ રૂપિયા | 5 લાખ રૂપિયા | તફાવત નથી |
| XM | 5.70 લાખ રૂપિયા | 5.70 લાખ રૂપિયા | તફાવત નથી |
| XT | 6 લાખ રૂપિયા | 6.30 લાખ રૂપિયા | 30,000 રૂપિયા |
| XZ NRG | 7 લાખ રૂપિયા | 7.20 લાખ રૂપિયા | 20,000 રૂપિયા |
| XZ પ્લસ | 7 લાખ રૂપિયા | 7.30 લાખ રૂપિયા | 30,000 રૂપિયા |
| XE CNG | 6 લાખ રૂપિયા | 6 લાખ રૂપિયા | તફાવત નથી |
| XM CNG | 6.70 લાખ રૂપિયા | 6.70 લાખ રૂપિયા | તફાવત નથી |
| XT CNG | 7 લાખ રૂપિયા | 7.30 લાખ રૂપિયા | 30,000 રૂપિયા |
| XZ NRG CNG | 8 લાખ રૂપિયા | 8.20 લાખ રૂપિયા | 20,000 રૂપિયા |
કંપનીએ ટિયાગોની લાઇનઅપમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે, જેમાં એક્સટી (ઓ) (XT)(O), એક્સટી રિધમ (XT Rhythm), એક્સટી એનઆરજી (XT NRG), એક્સઝેડ (ઓ)+ (XZ(O)+), એક્સટી રિધમ સીએનજી (XT Rhythm CNG), એક્સટી એનઆરજી સીએનજી (XT NRG CNG) અને એક્સઝેડ પ્લસ સીએનજી (XZ Plus CNG) જેવા અમુક વેરિએન્ટ બંધ કરવામાં આવ્યા છે. અપડેટેડ ટિયાગોની કિંમત 4.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. અપડેટેડ કિંમતો સાથે 2025 ટિયાગો મોડલ આ મુજબ છે.
2025 Tata Tiago EV માં શું ખાસ છે?
બાયો ફ્યુઅલ સંચાલિત ટિયાગો કાર સાથે ટાટા મોટર્સે એલઇડી હેડલાઇટ્સ, ફરીથી ડિઝાઇન કરેલી ગ્રિલ, નવા 14-ઇંચના એરોડાયનેમિકલી ડિઝાઇન કરેલા વ્હીલ કવર્સ, ફ્રન્ટ ડોર પર ઇવી બેજ, શાર્ક ફિન એન્ટેના, ફ્રી-સ્ટેન્ડિંગ 10.25 ઇંચની ટચસ્ક્રીન સહિત ઘણા નવા ફીચર્સ સાથે ટિયાગો ઇવી રેન્જને પણ અપડેટ કરી છે. ઓફરમાં ઉપલબ્ધ અન્ય ફીચર્સમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, અપડેટેડ ડ્રાઇવર ડિસ્પ્લે, પ્રકાશિત ટાટા લોગો સાથે નવું 2-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, એચડી રિયર પાર્કિંગ કેમેરા, ન્યૂ ફેબ્રિક સીટ અપહોલ્સ્ટ્રી અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ઇએસસી) નો સમાવેશ થાય છે. નવી બ્લેક અને ગ્રે કેબિન થીમનો લાભ પણ મળે છે. ભારતીય કાર કંપનીએ ટાટા ટિયાગો ઇવી માંથી XZ+ વેરિઅન્ હાટવી દીધી છે.
| ટાટા ટિયાગો ઇવી વેરિઅન્ટ્સ | જૂની કિંમત | નવી કિંમત | કિંમતમાં તફાવત |
|---|---|---|---|
| MR CAR | 8 લાખ રૂપિયા | 8 લાખ રૂપિયા | તફાવત નથી |
| XT MR | 9 લાખ રૂપિયા | 9 લાખ રૂપિયા | તફાવત નથી |
| XT LR | 10 લાખ રૂપિયા | 10.14 લાખ રૂપિયા | 14,000 રૂપિયા |
| XZ Plus Tech Lux LR | 11 લાખ રૂપિયા | 11.14 લાખ રૂપિયા | 14,000 રૂપિયા |
2025 Tata Tigor rangeમાં ક્યા ફેરફાર થયા છે?
નવી ટાટા ટિગોરમાં તેની જાણીતી ડિઝાઇન છે, પરંતુ તેના કેટલાક એલિમેન્ટમાં અમુક ફેરફારો કરવામાં આવ્યા છે. નવી ટિગોરમાં ફ્રન્ટ ગ્રિલમાં ફેરફાર કરવામાં આવ્યા છે, સાથે જ ફ્રન્ટ અને રિયર બમ્પરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જે તેને નવો લુક આપે છે. આ ઉપરાંત નવી ટાટા ટિગોરમાં જૂના મોડલની જેમ જ એલોય વ્હીલ ડિઝાઇન તેમજ હેડલાઇટ અને ડીઆરએલ સેટઅપ મળે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Tata-Tigor.jpeg)
અન્ય ફેરફારો સેડાનમાં આવતા ફીચરની યાદીના છે. ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે અને બેઝ મોડેલમાં હવે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્માર્ટ સ્ટીયરિંગ વ્હીલ, ફેબ્રિક સીટ, એરબેગ્સ, આઇએસઓએફઆઇએક્સ સીટ એન્કર અને બીજું ઘણું બધું મળે છે. રેન્જ-ટોપિંગ વેરિઅન્ટમાં વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 10.3 ઇંચની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરા, ઓટો વાઇપર્સ અને હેડલાઇટ્સ, ક્રુઝ કન્ટ્રોલ અને બીજું ઘણું બધું મળે છે.
2025 Tata Tigor and Tigor EV સ્પેસિફિકેશન્સ
કોસ્મેટિક ફેરફારો અને વધારાના ફીચર્સ હોવા છતાં 2025 ટિગોર રેન્જમાં પાવર પ્લાન્ટ પહેલાની જેમ સમાન છે. આ કારમાં 1.2 લિટરનું ઇન્ટરનલ કમ્બશન એન્જિન આપવામાં આવશે, જે પેટ્રોલ અથવા સીએનજી પર ચાલે છે, જ્યારે ફુલ-ઇલેક્ટ્રિક વર્ઝન 26kWh બેટરી પેક સાથે ચાલુ રહેશે, જે ફુલ ચાર્જ પર 315 કિમીની રેન્જ આપે છે.
| સ્પેસિફિકેશન | ટિગોર પેટ્રોલ | ટિગોર CNG |
|---|---|---|
| ડિસ્પ્લેસમેન્ટ | 1.2-લિટર | 1.2-લિટર |
| પાવર | 84 bhp | 72 bhp |
| ટોર્ક | 113 Nm | 95 nm |
| ગિયરબોક્સ | MT/AMT | MT/AMT |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us