/indian-express-gujarati/media/media_files/2025/12/24/2026-kawasaki-ninja-650-launch-launch-price-in-india-2025-12-24-17-57-46.jpg)
2026 Kawasaki Ninja 650 Price And Engine : નવી કાવાસાકી નીન્જા 650 બાઈકનું એન્જિન એન્જિન 68hp @ 8,000rpm પાવર અને 62.1Nm @ 6,700rpm ટોર્ક છે. Photograph: (Kawasaki India)
2026 Kawasaki Ninja 650 Launch In India : કાવાસાકી ઇન્ડિયાએ તેની લોકપ્રિય મિડલવેઇટ સ્પોર્ટ્સ ટૂરર બાઇક 2026 કાવાસાકી નીન્જા 650 (Kawasaki Ninja 650) ભારતમાં લોન્ચ કરી છે. નવું મોડેલ હવે E20 ફ્યુઅલ કેમ્પેટિબિલિટી ધોરણને અનુરૂપ અપડેટ કરવામાં આવ્યું છે. ઉપરાંત આ બાઇકનું એન્જિન, ફીચર્સ અને ડિઝાઇન પહેલા જેવા જ રાખવામાં આવી છે, પરંતુ કિંમતમાં થોડો વધારો કરવામાં આવ્યો છે.
2026 Kawasaki Ninja 650 Price : નવી કાવાસાકી નીન્જા 650 કિંમત
નવી કાવાસાકી નીન્જા 650 (2026)ની એક્સ-શોરૂમ કિંમત 7.91 લાખ (દિલ્હી) રાખવામાં આવી છે. તે ગયા વર્ષના મોડેલ કરતા લગભગ 14,000 મોંઘી છે, પરંતુ તે હજી પણ તેના સેગમેન્ટની હરીફ બાઇક હોન્ડા CBR650R (11.16 લાખ) કરતા ઘણી સસ્તી છે.
2026 Kawasaki Ninja 650 : એન્જિન અને પ્રદર્શન
2026 Ninja 650 માં એ વિશ્વસનીય લિક્વિડ કૂલ્ડ પેરલલ ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે, જે હવે E20 પેટ્રોલ માટે અપડેટ કરવામાં આવ્યું છે.
નવી કાવાસાકી નીન્જા 650 બાઈકનું એન્જિન 68hp @ 8,000rpm પાવર અને 62.1Nm @ 6,700rpm ટોર્ક છે. તેમા 6 સ્પીડ ગિયરબોક્સ, આસિસ્ટ અને સ્લિપર ક્લચ આવે છે. આ એન્જિન સરળ પાવર ડિલિવરી અને લાંબી સવારી માટે જાણીતું છે, જે તેને બાઇક સ્પોર્ટ્સ તેમજ ટૂરિંગ માટે એક શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.
નવી કાવાસાકી નીન્જા બાઇકના સસ્પેન્શન અને બ્રેકિંગ સેટઅપમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બાઇકના ફ્રન્ટમાં 41 મીમીનું ટેલિસ્કોપિક ફોર્ક, રિયર મોનોશોક, ડ્યુઅલ 300 મીમી ડિસ્ક ફ્રન્ટ બ્રેક, રિયરમાં 220 મીમી ડિસ્ક બ્રેક આવે છે. સેફ્ટી ફીચર્સની વાત કરીયે તો ડ્યુઅલ ચેનલ ABS અને એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ છે.
2026 Kawasaki Ninja 650 : ફીચર્સ
2026 કાવાસાકી નીન્જા 650 બાઇકમાં 4.3 ઇંચ ફુલ કલર ટીએફટી ડિસ્પ્લે, સ્માર્ટફોન કનેક્ટિવિટી માટે કાવાસાકી રાઇડિયોલોજી એપ, સ્વિચેબલ Kawasaki Traction Control (KTRC), એલઇડી હેડલેમ્પ્સ અને ટેઇલલેમ્પ્સ, સ્પોર્ટી રાઇડિંગ પોઝિશન, નવા રંગ અને ડિઝાઇન સાથે આવે છે.
નવી કાવાસાકી નીન્જા બાઇક સિંગલ કલર વિકલ્પ લાઇમ ગ્રીનમાં ઉપલબ્ધ છે. જો કે, તેમાં નવી ફ્રેશ ડિઝાઇન આપવામાં આવી છે, જે થોડા મહિના પહેલા તેના આંતરરાષ્ટ્રીય મોડેલમાં રજૂ કરવામાં આવી હતી.
2026 Kawasaki Ninja 650 : હરિફ બાઇક
2026 કાવાસાકી નીન્જા 650 ભારતીય બજારમાં હોન્ડા CBR650R, સુઝુકી એસવી650, CFMOTO 650GT સાથે સ્પર્ધા કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us