6G Phone : 6જી સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે? ઇન્ટરનેટ સ્પીડ 5G થી કેટલી ઝડપી હશે?

6G Smartphone Internet Speed And Features : 6જી નેટવર્ક માટે દુનિયાભરની સ્માર્ટફોન કંપનીઓ કામગીરી કરી છે. તાજેતરમાં મોબાઇલ ચિપ બનાવતી કંપની Qualcomm ના સીઇઓ ક્રિસ્ટિયાનો અમોને 6G સ્માર્ટફોન વિશે મોટી વાત કહી છે.

Written by Ajay Saroya
October 01, 2025 14:25 IST
6G Phone : 6જી સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે? ઇન્ટરનેટ સ્પીડ 5G થી કેટલી ઝડપી હશે?
6G Smartphone : 6જી સ્માર્ટફોન, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

6G Smartphone Internet Speed And Features : મોબાઇલ માર્કેટમાં દરરોજ નવા સ્માર્ટફોન લોન્ચ થઇ રહ્યા છે, જે લેટેસ્ટ ટેકનોલોજી અને ફીચર્સથી સજજ હોય છે. મોબાઇલ ટેકનોલોજી રોકેટ ગતિથી આગળ વધી રહી છે. 4G થી 5G સુધીનો સફર જેટલી ઝડપથી પુર થયો છે, એટલી જ ગતિથી હવે 6G ની તૈયારીઓ ચાલી રહી છે. હવે મોબાઇલ યુઝર્સ 6G સપોર્ટ ધરાવતા સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે તેની રાહ જોઇ રહ્યા છે.

6G સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે?

6G સ્માર્ટફોન માટે યુઝર્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. અમર ઉજાલાના એક મીડિયા રિપોર્ટ મુજબ મોબાઇલ ચિપ બનાવતી કંપની Qualcomm ના સીઇઓ ક્રિસ્ટિયાનો અમોને તાજેતરમાં એક જણાવ્યું હતું કે, 2028 સુધી આરંભિક 6G ડિવાઇસ લોન્ચ થઇ જશે. અલબત્ત, આ ફોન શરૂઆતમાં સામાન્ય લોકોને વપરાશ માટે નહીં મળે, પરંતુ ટેલિકોમ કંપનીઓના ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ થશે.

6G ફોન સામાન્ય લોકોને ક્યારે મળશે?

જો તમે એવું વિચારતા હોવ કે, 2028માં જ 6G સ્માર્ટફોન હાથમાં આવી જશે તો, એવું થશે નહીં, તમારે થોડીક રાહ જોવી પડશે. મીડિયા રિપોર્ટ મુજબ, 2030 સુધી મોટી બ્રાન્ડ જેમ કે એપલ, સેમસંગ અને વનપ્લસ પોતાના 6G સ્માર્ટફોન સામાન્ય વપરાશકર્તા માટે રજૂ કરી શકે છે.

5G કરતા 6G ફોન કેટલો સ્માર્ટ હશે? ઇન્ટરનેટ સ્પીડ કેવી હશે?

એવો દાવો કરવામાં આવે છે, 6G સ્માર્ટફોનની સ્પીડ 5G થી 100 ગણો વધારે હશે. તેની મદદથી AI, 3D પાવર્ડ ગેમિંગ અને મોટા ડેટા ટ્રાન્સફર જેવી બાબતો અત્યંત સરળ અને ઝડપી થઇ જશે. 6જી નેટવર્કની ખાસિયત હશે કે તે મોટા ડેટા પેકેટ્સ વગર નેટવર્ક પર દબાણ લાવ્યા વગર ટ્રાન્સફર કરી શકશે. તેનું કારણ એ છે કે, તેને ભવિષ્યની ટેકનોલોજીનું રિયલ ગેમ ચેન્જર કહેવામાં આવે છે.

6G સ્માર્ટપોનમાં મળશે એડવાન્સ ફીચર્સ

6G માત્ર ઇન્ટરનેટ સ્પીડ સુધી મર્યાદિત નહીં હોય, પરંતુ તેમા એવા એડવાન્સ ફીચર્સ મળશે જેનો તમે અગાઉ ક્યારે ઉપયોગ કર્યો હશે નહીં. તેમા હોલોગ્રામ કોલિંગની સુવિધા મળશે, જેનાથી તમે મિત્રો કે ઓફિસ મીટિંગને 3D માં જોઇ શકાશે. AI અને રોબોટિક્સના ઇન્ટિગ્રેશન સ્માર્ટ ડિવાઇસને વધુ સમજદાર બનાવશે. આ સાથે જ મેટાવર્સ અને 6જી સાથે વર્ચ્યુઅલ રિયલિટી (VR), ઓગમેંટેડ રિયલિટી (AR) અને મિક્સ્ડ રિયલિટી (XR) અત્યંત સરળ અને રિયલ લાગશે, સ્પેસ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મારફતે 6G દૂર અંતરિયાળ વિસ્તારો અને દરિયાની વચ્ચે પણ સારી ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવી શકશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ