7th Pay Commission: દિવાળી પર જો 4 ટકા મોંઘવારી ભથ્થુ વધશે તો, 13000 રૂપિયા સેલરી વધી જશે

7th Pay Commission : 7મા પગારપંચ હેઠળ સરકારી કર્મચારીઓ (Government Employees) ને 4 ટકા ડીએ (DA) વધારા બાદ 34 થી 38 ટકા મોંઘવારી ભથ્થું (dearness allowance) આપવામાં આવશે. કર્માચારીઓની લગભગ 13000 રૂપિયા સેલરી (Salary) વધી જશે.

7th Pay Commission : 7મા પગારપંચ હેઠળ સરકારી કર્મચારીઓ (Government Employees) ને 4 ટકા ડીએ (DA) વધારા બાદ 34 થી 38 ટકા મોંઘવારી ભથ્થું (dearness allowance) આપવામાં આવશે. કર્માચારીઓની લગભગ 13000 રૂપિયા સેલરી (Salary) વધી જશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

સાતમું પગાર પંચ - 4 ટકા મોંઘવારી ભથ્થુ વધશે તો, 13000 રૂપિયા સેલરી વધી જશે

એપ્રિલથી સરકારી કર્મચારીઓ (Government Employees) ના મોંઘવારી ભથ્થામાં (DA Hike) વધારો થયો નથી. આવી સ્થિતિમાં સરકારી કર્મચારીઓને દિવાળી (Diwali) પર મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળવાની આશા છે. AICPIના ડેટા પર નજર કરીએ તો આ વધારો 4 ટકા હોઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Advertisment

7મા પગારપંચ હેઠળ કર્મચારીઓને 4 ટકા ડીએ વધારા બાદ 34 થી 38 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. તેનાથી કર્મચારીઓના પગારમાં વધારો થવાની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ આ વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ડીએ વધારાનો લાભ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને ડીઆર વધારાનો લાભ આપવામાં આવશે.

ડીએ અને ડીઆરમાં શા માટે સુધારો કરવામાં આવે છે

સરકાર દ્વારા દર છ મહિને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવે છે. સરકાર દ્વારા આ વધારો મોંઘવારીમાંથી રાહત આપવા અને મુશ્કેલી વિનાનું જીવન જીવવા માટે કરવામાં આવ્યો છે, જેથી સરકારી કર્મચારીઓને મોંઘવારીનું વધુ દબાણ ન આવે.

મોંઘવારી ભથ્થું (DA) કેવી રીતે ગણવામાં આવે છે

આની ગણતરી બેઝિક પેના આધારે કરવામાં આવે છે, તમારી બેઝિક સેલેરી જેટલી વધુ હશે, તેટલું જ વધુ DA અને DRના મળે છે.

Advertisment

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે : મોંઘવારી ભથ્થાની ટકાવારી = (છેલ્લા 12 મહિના માટે AICPI (આધાર વર્ષ 2001=100)ની સરેરાશ -115.76/115.76)*100
અહીં AICPI એ ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ છે.

જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે : મોંઘવારી ભથ્થાની ટકાવારી = (AICPIની સરેરાશ (બેઝ યર 2016=100)-126.33)/126.33 છેલ્લા 3 મહિના માટે)*100

પગાર કેટલો વધશે

જો ડીએ અને ડીઆરમાં 4 ટકાનો વધારો કરવામાં આવે તો હાલના 34 ટકાથી વધીને 38 ટકા થશે. BankBazaar.com પર CHRO શ્રીરામ વીના જણાવ્યા અનુસાર, રૂ. 35,000 નો મૂળ પગાર ધારીએ તો વર્તમાન DA રૂ. 11,900 હશે. સીએનબીસીના અહેવાલમાં જણાવાયું છે કે, 4 ટકાના વધારાનો અર્થ રૂ. 13,300નું સુધારેલું ડીએ થશે, જે દર મહિને રૂ. 1,400 થશે.

સરકારી નોકરી