કેન્દ્ર સરકાર વર્ષ 2023માં પગારદાર વર્ગને એક મોટી ભેટ આપી શકે છે. સરકાર નવા વર્ષે સાતમાં વેતનપંચ (7th Pay Commission) હેઠળ ફિટમેન્ટ ફેક્ટર (fitment factor)માં સુધારો કરવાનો નિર્ણય લઇ શકે છે. જો આ શક્ય થયુ તો કર્મચારીઓના પગારમાં જંગી વધારો થઇ શકે છે. હકીકતમાં સરકારી કર્મચારીઓ ઘણા સમયથી સતત ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગણી કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર માર્ચ સુધીમાં ફિટમેન્ટ ફેક્ટર વધારવા અંગે વિચારણા કરી શકે છે.
માર્ચ સુધીમાં નિર્ણય લેવાશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર ચાલુ વર્ષે બજેટ બાદ માર્ચ સુધીમાં ફિટમેન્ટ ફેક્ટરને વધારી શકે છે. અલબત્ત, સરકાર તરફથી ફિટમેન્ટ ફેક્ટરને વધારવા અંગે હાલ કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
કર્મચારીઓના પગારમાં જંગી વધારો થશે
કેન્દ્રીય કર્મચારીઓને સાતમાં પગારપંચ હેઠળ 2.57 ટકા ફિટમેન્ટ ફેક્ટરના હિસાબે વેતન મળી રહ્યું છે. હવે કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.68 ટકા કરવાની માંગણી કરી રહ્યા છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા વધારીને 3.68 ટકા કરવામાં આવે તો મિનિમમ બેઝિક સેલેરી 18000 રૂપિયાથી વધીન 26000 રૂપિયા વધી જશે. જો કેન્દ્ર સરકાર આ માંગણી સ્વીકારે તો કેન્દ્રીય સરકારીઓની લઘુત્તમ બેઝિક સેલેરીમાં 8000 રૂપિય સુધીનો જંગી વધારો થઇ શકે છે. બેઝિક સેલેરી વધવાની સાથે સાથે તેના પર મળતા વિવિધ ભત્તાઓ પણ વધી જશે.
પગારમાં કેટલો વધારો થશે
જો ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.68 ટકા કરવામાં આવે તો કર્મચારીઓનું મૂળ વેતન 26 રૂપિયા થઇ જશે. જો હાલ તમારી માસિક બેઝિક મિનિમમ સેલેરી 18000 રૂપિયા છે તો એલાઉન્સને બાદ કરતા તમને 2.57 ટકા ફિટમેન્ટ ફેક્ટરના આધારે 46260 રૂપિયા (18000 × 2.57 = 46260) મળશે. જો હવે ફિટમેન્ટ ફેક્ટર 3.68 ટકા કરવામાં આવે તો તમારી સેલેરી 95680 રૂપિયા (26000 × 3.68 = 95680) થઇ જશે.