8th Pay Commission Salary Hike News : આઠમાં વેતન પંચ વિશે કેન્દ્ર સરકારે ટર્મ ઓફ રેફરન્સ (ToR) ને મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદથી સરકારી કર્મચારીઓ 8માં વેતન પંચથી તેમના પગારમાં કેટલો વધારો થશે તેની ગણતરી કરવા લાગ્યા છે. આ સાથે જ સુપ્રીમ કો્ટના પૂર્વ ન્યાયાધીશ રંજન દેસાઇને 8માં વેતન પંચના અધ્યક્ષ પદે નિમણૂક કર્યા છે. હવે આ આયોગ 18 મહિનામાં પોતાની રિપોર્ટ તૈયાર કરશે અને ત્યાર પછી કેન્દ્રિય મંત્રીમંડળ પાસે મંજૂરી માટે મોકલવામાં આવે છે.
જ્યારે પણ કોઇ વેતન પંચ પોતાની ભલામણો સરકારને સોંપે છે, તો સરકારે તેને મંજૂરી આપતી વખતે ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) નક્ક કરે છે. આ તે સંખ્યા છે જેના દ્વારા સરકારી કર્મચારીના પગાર અને પેન્શનધારકોના પેન્શનમાં વધારો થાય છે.
8માં વેતન પંચ A to Z સવાલના જવાબ
ફિટમેન્ટ ફેક્ટર શું હોય છે?
ફિટમેન્ટ ફેક્ટર તે મલ્ટાપ્લાયર છે, જેની સાતે જુના વેતન પંચની બેઝિક સેલેરીનો ગુણાકાર કરી નવી બેઝિક સેલેરી નક્કી કરવામાં આવે છે.ઉદાહરણ તરીકે 8માં વેતન પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યો હતો. એટલે કે જો કોઇ કર્મચારીનો મૂળ પગાર 35000 રૂપિયા હતો, તો નવી બેઝિક સેલેરી 35,000 × 2.57 = 89,950 રૂપિયા થશે.
હવે 8માં વેતન પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર 2.0 થી 2.5 વચ્ચે રહેવાની સંભાવના છે.
પગાર કેવી રીતે નક્કી થાય છે?
ફિટમેન્ટ ફેક્ટરને પાછલા વેતન પંચની બેઝિક સેલેરી વડે ગુણાકાર કરી નવો પગાર નક્કી કરવામાં આવે છે. જેમ કે કોઇ કર્મચારીનો મૂળભૂળ પગાર 35000 રૂપિયા છે અને નવો ફિટમેન્ટ ફેક્ટર 2.11 નક્કી કરવામાં આવે તો નવા વેતન પંચ અનુસાર નવી બેઝિક સેલેરી 35,000 × 2.11 = 73,850 રૂપિયા થશે.
આ સાથે જે HRA એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ અને DA એટલે કે મોંઘવારી ભથ્થું જેવા અન્ય ભથ્થા પણ બેઝિક સેલેરી મુજબ વધી જાય છે.
શું DA ફિટમેન્ટ ફેક્ટર મુજબ નક્કી થાય છે?
DA એટલે કે મોંઘવારી ભથ્થું સીધી રીતે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતું નથી, પરંતુ તે નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. જો હાલ મોંઘવારી ભથ્થું 58 ટકા છે અને આગામી વર્ષ સુધી તેમા સરેરાશ 12 ટકાનો વધારો થાય છે, તો તે 78 ટકા સુધી પહોંચી શકે છે. ઉપરાંત સરકાર પાછલા વર્ષના પગાર વધારાના આંકડા અને ફેમિલી યુનિટ પણ ધ્યાનમાં રાખે છે.
ગત વખત 3 ફેમિલી યુનિટની ગણતરી ધ્યાનમાં લીધી હતી, જે આ વખતે 4 થઇ શકે છે. આવી સ્થિતિમાં લગભગ 13 ટકાની વધારાની વૃદ્ધિ થઇ શકે છે. હવે આ આંકડાઓને ઉમેરી નવું ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય છે.
8માં વેતન પંચમાં પગાર બમણો થશે?
ફિટમેન્ટ ફેક્ટરની અસર માત્ર બેઝિક સેલેરી અને HRA પર થાય છે, જ્યારે નવા વેતન પંચ લાગુ થતા જ DA ફરી 0% થી શરૂ થઇ જાય છે. આથી કૂલ મળીને પગારમાં 20 થી 25 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે, પરંતુ તે બમણું થશે નહીં.
તમામ સરકારી કર્મચારીો માટે એક જ ફિટમેન્ટ ફેક્ટર હોય છે?
7માં વેતન પંચમાં તમામ કર્ચમારીઓ માટે એક સમાન 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો. નવા પગાર પંચમાં પણ સરકાર આવી જ સરળ રીત અપનાવી શકે છે, જેથી પગાર ધોરણમાં ગૂંચવણ ઉભી ન થાય. અલબત્ત, નીચલા ગ્રેડ (Lower Pay Levels)ના કર્ચમારીઓ માટે થોડોક ઉંચો ફિટમેન્ટ ફેક્ટર રાખી શકે છે. હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓના 18 લેવલ નક્કી છે.
જો 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો કેટલો પગાર વધશે
જો કોઇ કર્મચારીની બેઝિક સેલેરી હાલ 50,000 રૂપિયા છે અને નવું ફિટમેન્ટ ફેક્ટર 2.0 નક્કી થાય છે તો નવો પગાર 50,000 × 2.0 = 1,00,000 રૂપિયા થશે. ત્યાર પછી તેમા હાઉસ રેન્ટ એલાઉન્સ અને ડીએ વગેરે જેવા ભથ્થા ઉમેરાશે.
8માં વેતન પંચનો અહેવાલ ક્યારે રજૂ થશે?
હવે 8માં પગાર પંચે કામગીરી શરૂ કરી દીધી છે, તો 2027ની શરૂઆતમાં પોતાનો રેપોર્ટ કેન્દ્ર સરકારને સોંપે તેવી અપેક્ષા છે. આમ પણ કેન્દ્રિય મંત્રીમંડળે જણાવ્યું છે કે, પગાર પંચ 18 મહિનામાં પોતાની રિપોર્ટ સોંપશે ત્યાર બાદ કેબિનેટની મંજૂરી મળતા નવા પગાર ધોરણ અને પેન્શન 1 જાન્યુઆરી, 2028 થી લાગુ થઇ શકે છે.





