/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/8th-Pay-Commission.jpg)
8th Pay Commission: 8મું વેતન પંચ લાગુ થતા સરકારી કર્મચારીઓનો પગાર વધશે. (Photo: Financial Express)
8th Pay Commission Big Update: 8માં વેતન પંચ વિશે ચારે બાજુ ચર્ચાઓ થઇ રહી છે. અલબત્ત સરકાર તરફથી આ મામલે હજી સુધી કોઇ સત્તાવાર નિવેદન આપવામા આવ્યું નથી. જો કે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને ખુશી સમાચાર મળશે તેવી અટકળો ચાલી રહી છે. 8મું વેતન પંચ લાગુ થવાની સાથે સરકારી કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે.
8મું વેતન પંચ ક્યારે લાગુ થશે?
કેન્દ્રીય સરકારી કર્મચારીઓ ઝડપથી 8મું વેતન પંચ લાગા થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ ઓલ ઈન્ડિયા રેલવેમેંસ ફેડરેશન (AIRF)ના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમને આશા છે કે, જાન્યુઆરી 2026માં કેન્દ્રીય સરકારી કર્મચારીઓના વેતનમાં વધારો થશે. એવી અપેક્ષા છે કે, મોદી સરકાર જાન્યુઆરી 2026 સુધીમાં 8માં વેતન પંચની જાહેરાત કરી શકે છે.
8મું વેતન પંચ ક્યારે બનશે
સરકારી કર્મચારીઓના પગાર મુદ્દે દર 10 વર્ષમાં વેતન પંચની ભલામણો લાગુ કરવામાં આવે છે. યુપીએ સરકાર 28 ફેબ્રુઆરી 2014ના રોજ 7માં વેતન પંચની રચના કરી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરી 2026ના રોજ 7માં વેતન પંચની ભલામણો લાગુ કરવામાં આવી હતી. 7મા વેતન પંચની ભલામણનો અમલ થતા સરકારી કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થયો હતો.
8મું વેતન પંચ લાગુ થતા પગાર કેટલો વધશે?
હાલ કેન્દ્ર સરકાર દ્વારા 8માં વેતન પંચ અંગે કોઇ ઘોષણા કરવામાં આવી હતી. સરકારી કર્મચારીઓના પગારમાં સંશોધન કરવા હેતુ કેન્દ્ર સરકાર દર 10 વર્ષે વેતન પંચની રચના કરે છે. એવી વ્યાપક ધારણા છે કે, કેન્દ્ર સરકાર જાન્યુઆરી 2026 સુધીમાં 8માં વેતન પંચની રચના કરી શકે છે. સરકારી કર્ચમારીઓને 8માં વેતન પંચ લાગુ થવાથી પગાર વધવાની અપેક્ષા છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ 8માં વેતન પંચમાં કર્મચારી સંગઠનોની માંગણી સ્વીકારી લેવામાં આવે તો સરકારી કર્મચારીઓનું લઘુતમ વેતન 18000 રૂપિયાથી વધીને 34500 રૂપિયા થઇ શકે છે. તેવી જ રીતે પગારદાર સરકારી કર્મચારઓની સાથે સાથે પેન્શનધારકોને પણ ફાયદો થઇ શકે છે. મિનિમમ પેન્શન વધીને 17280 રૂપિયા થઇ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us