Aadhar Card: બાળકનું આધાર કાર્ડ આટલી ઉંમરે અપડેટ કરવું જરૂરી, નહીં તો રદ થશે, વાંચો UIDAIનો નવો નિયમ

UIDAI Rules Aadhaar Card Biometric Update For Kids: UIDAI એ બાળકના આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ કરવા વિશે નવો નિયમ જાહેર કર્યો છે. જો સમયસર આધાર કાર્ડ અપડેટ કરવામાં નહીં આવે તો રદ પણ થઇ શકે છે.

Written by Ajay Saroya
July 16, 2025 17:57 IST
Aadhar Card: બાળકનું આધાર કાર્ડ આટલી ઉંમરે અપડેટ કરવું જરૂરી, નહીં તો રદ થશે, વાંચો UIDAIનો નવો નિયમ
Aadhar Card : ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

UIDAI Rules Aadhaar Card Biometric Update For Kids: આધાર કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. નાના બાળક થી લઇ મોટી ઉંમરના વ્યક્તિના આધાર કાર્ડ બનાવવા ફરજિયાત છે. આ સાથે જ સમયાંતરે આધાર કાર્ડમાં વિગતો પણ અપડેટ જરૂરી છે. જો વિગત અપડેટ કરવામાં ન આવે તો મુશ્કેલી ઉભી થાય છે. UIDAI દ્વારા આધાર કાર્ડ અપડેટ અંગે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. જો તમારા બાળકનું આધાર કાર્ડ 5 વર્ષ કરતા નાની ઉંમરમાં બનાવવામાં આવ્યું છે, તે વિશે એક મહત્વપૂર્ણ કામ ફટાફટ પતાવી લેજો. જાણો આધાર કાર્ડ અપડેટ વિશે UIDAIનો નવો નિયમ શું છે?

આધાર કાર્ડ અપડેટ વિશે UIDAI નવો નિયમ

UIDAI એ તાજેતરમાં જાણકારી આપી છે કે, તેમણે બાળકોના આધાર કાર્ડ વિશે મોબાઇલ નંબર પણ SMS મોકલવાનું શરૂ કરી દીધું છે, જેમાં બાયોમેટ્રિક અપડેટની જાણકારી આપવામાં આવે છે. જો તમારા બાળકનું આધાર કાર્ડ 5 વર્ષથી નાની ઉંમરે બનાવવામાં આવ્યું છે, તો હવે બાળક 7 વર્ષનું થાય ત્યારે બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજિયાત છે.

UIDAI એ કહ્યું કે, આધાર કાર્ડ બનાવતી વખતે બાળકના બાયોમેટ્રિક લેવામાં આવતા નથી. તે સમયે માત્ર બાળકનો ફોટો, નામ, જન્મ તારીખ, લિંગ, માતા પિતાના નામની વિગત જ આધાર કાર્ડમાં હોય છે. આથી પાછળથી બાળકનું બોયમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે.

હવે જ્યારે બાળક 5 વર્ષ કે તેનાથી મોટો થઇ જાય તો, તરત જ તેની બાયોમેટ્રિક અપડેટ કરાવવી જરૂરી છે. જો બાળક 7 વર્ષનું થયા બાદ પણ અપડેટ નથી કરતા, તો UIDAI નિયમ મુજબ તેનો આધાર નંબર અમાન્ય કે હંગામી ધોરણે બંધ કરવામાં આવી શકે છે.

બાળકના આધાર કાર્ડ અપડેટ માટે કેટલો ચાર્જ થશે?

UIDAIએ જણાવ્યું કે, જો બાળકના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ 5 થી 7 વર્ષની ઉંમર વચ્ચે કરવામાં આવે તો કોઇ ચાર્જ લાગતો નથી. પરંતુ 7 વર્ષની ઉંમર બાદ અપડેટ કરવા પર 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. બાયોમેટ્રિક અપડેટ કરાયેલું આધાર કાર્ડ સ્કૂલ એડમિશન, સ્કોલરશિપ, પરીક્ષા ફોર્મ અને અન્ય સરકારી યોજનાનો લાભ મેળવવામાં મદદ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ