Aadhaar Card : તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ નથી? તેમ છતાં આધાર કાર્ડ સંબંધિત આ 8 સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકાશે

Aadhaar Card Update 2023: આધાર કાર્ડ એ ભારત સરકાર વતી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરાયેલો 12-અંકનો વ્યક્તિગત ઓળખ નંબર છે

Aadhaar Card Update 2023: આધાર કાર્ડ એ ભારત સરકાર વતી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરાયેલો 12-અંકનો વ્યક્તિગત ઓળખ નંબર છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Aadhaar Card Update: આધાર કાર્ડમાં મફત અપડેટ કરવાની ડેડલાઈન 3 મહિના લંબાવાઇ, આવી રીતે ઘર બેઠાં ઓનલાઈન આધાર અપડેટ કરાવો

આધાર કાર્ડ એ દેશના સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજો પૈકીનું એક છે. (Express Photo)

આધાર લિંક મોબાઈલ નંબર: આધાર કાર્ડ એ ભારત સરકાર વતી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરાયેલ 12-અંકનો વ્યક્તિગત ઓળખ નંબર છે. તે દેશના સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજો પૈકીનું એક છે. તે તમામ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ દ્વારા માન્ય ઓળખ પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. મોટાભાગની આધાર સેવાઓની ઑનલાઇન ઍક્સેસ માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર જરૂરી છે અને તે તમારા આધાર કાર્ડની સુરક્ષાને પણ વધારે છે. જો કે, એવી કેટલીક સેવાઓ છે જેનો લાભ ત્યારે પણ ઉઠાવી શકાય છે જ્યારે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ નથી. તો પણ મેળવી શકાય છે. ચાલો જાણો આવી 8 સેવાઓ વિશે.

Advertisment

આધાર પીવીસી કાર્ડ્સ ઓર્ડર કરો :

તમે વોલેટ સાઈઝના આધાર પીવીસી કાર્ડ ઓનલાઈન માટે ઓર્ડર કરી શકો છો. હોલોગ્રામવાળા આધાર પીવીસી કાર્ડને વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

તમારા આધાર પીવીસી કાર્ડનું સ્ટેટેસ જાણો:

જેમ તમારે આધાર પીવીસી કાર્ડનો ઓર્ડર આપવા માટે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરવાની જરૂર નથી, તેવી જ રીતે તમારે પહેલાથી ઓર્ડર કરેલા પીવીસી કાર્ડનું સ્ટેટ્સ તપાસવા માટે પણ આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જરૂર નથી.

આધાર રજિસ્ટ્રેશન અને અપડેટ સ્ટેટ્સ ચેક કરો :

આધાર રજિસ્ટ્રેશનનું સ્ટેટ્સ તેમજ સરનામા અથવા તારીખમાં કોઈપણ અપડેટ્સનું સ્ટેટ્સ તપાસવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની જરૂર પડતી નથી.

Advertisment

આધાર રજિસ્ટ્રેશન સેન્ટર શોધવા :

તમે કોઈપણ નજીકના આધાર સેવા કેન્દ્રને ઑનલાઇન શોધી શકો છો. આ માટે તમારે UIDAIની વેબસાઈટ પર જવાનું રહેશે. તમારે ફક્ત રાજ્યનું નામ અને તેનો પિન કોડ દાખલ કરવાનો છે.

આધાર સેન્ટરમાં એપોઇન્ટમેન્ટ બુક કરો:

આધાર રજિસ્ટ્રેશન અથવા અપડેટ હેતુ એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે તમારે આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરની જરૂર નથી.

આધાર કાર્ડની વેલેટિડી તપાસો:

કોઇ વ્યક્તિ દ્વારા આધાર એડ્રેસનું વેલિડેશનની રિક્વેટ ત્યારે કરવામાં આવે છે જ્યારે એક જગ્યાથી બીજી સ્થળે જતી વખતે તેના રહેઠાંણનું સરનામું બદલાય છે. આ UIDAI દ્વારા અરજદારના નવા સરનામાને વેરિફાઇ કર્યા પછી કરવામાં આવે છે.

આ પણ વાંચો | ઓનલાઈન ફ્રોડની નવી ટ્રીક: ઓટીપી – ફોન કોલ અને એસએમએસ વગર બેંકમાંથી પૈસા ઉપાડી જાય છે હેકર્સ; સાયબર ફ્રોડથી બચવા સ્માર્ટફોનમાં ફટાફટ કરો આ સેટિંગ

આધાર કાર્ડ સંબંધિત ફરિયાદ કરવા માટે :

જો તમને આધાર કાર્ડ સંબંધિત કોઈ ફરિયાદ હોય તો તમે UIDAIની વેબસાઈટ પર નોંધાવી શકો છો. આ માટે ટોલ ફ્રી નંબર 1947 પણ છે. તમે email@uidai.gov દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો.

આધાર કાર્ડ સંબંધિત ફરિયાદનું સ્ટેટસ જાણો :

તમે તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી કોઈપણ આધાર કાર્ડ સંબંધિત ફરિયાદનું સ્ટેટસ પણ રજિસ્ટ્રર્ડ મોબાઇલ નંબર ચેક કરી શકો છો.

knowledge આધાર કાર્ડ બિઝનેસ