How To Check Aadhaar Misuse Online : આધાર કાર્ડ ભારતમાં રોજિંદા ડિજિટલ સેવાઓ માટે હવે એક આવશ્યક દસ્તાવેજ બની ગયો છે. બેંક વેરિફિકેશન, સિમ એક્ટિવેશન અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. તેના વ્યાપક ઉપયોગને જોતાં, તે સ્વાભાવિક છે કે લોકો જાણવા માંગે છે કે તેમનો આધાર નંબર ક્યારે અને ક્યાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એક એવી સુવિધા આપે છે જેના દ્વારા આધાર કાર્ડ ધારકો છેલ્લા છ મહિના સુધીની ઓથેન્ટિકેશન હિસ્ટ્રી ટ્રેક કરી શકે છે. આ સુવિધા લોકોને તેમની ડિજિટલ ઓળખ પર વધુ સારું નિયંત્રણ આપે છે અને કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિને ઝડપથી શોધી કાઢે છે.
આ સેવા પારદર્શિતા અને સુરક્ષા વધારવાની UIDAIની પહેલનો એક ભાગ છે. તે કોઈપણ વ્યક્તિ માટે ઉપલબ્ધ છે જેની પાસે માન્ય આધાર નંબર છે અને તેની સાથે જોડાયેલ સક્રિય મોબાઇલ નંબર છે. જો તમે ક્યારેય તમારા ઓથેન્ટિકેશન લોગ્સ જોયા નથી, તો પછી તેને જાણવાની પ્રક્રિયા સરળ છે અને તમે થોડી મિનિટોમાં બધી વિગતો જોઈ શકો છો.
આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી તપાસવી શા માટે જરૂરી છે?
મોટેભાગે, બેંક, eKYC, સબસિડી, ડિજિટલ હસ્તાક્ષર, વીમા અને અન્ય ઘણી નાણાકીય સેવાઓ માટે આધાર કાર્ડની જરૂર પડે છે. સંસ્થાઓને કડક પાલન માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના આપવામાં આવે છે, પરંતુ તમારી જાણ બહાર ઓથેન્ટિકેશન કરવું હજી પણ શક્ય છે.
તમારા આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રીની સમીક્ષા કરવાથી તમે ખાતરી કરી શકો છો કે તમારા આધાર નંબરનો ઉપયોગ કરીને કરવામાં આવેલી તમામ વિનંતીઓ માન્ય છે કે નહીં. તે તમને અસફળ અથવા વારંવાર પ્રયાસોને ઓળખવામાં પણ મદદ કરી શકે છે, જે સેવા પ્રદાતા દ્વારા રાખવામાં આવેલા દુરુપયોગ અથવા જૂના ડેટા તરફ નિર્દેશ કરી શકે છે. UIDAI ફક્ત છ મહિનાના રોલિંગ સમયગાળા માટે લોગ્સ સાચવે છે, જો તમે વારંવાર આધારનો ઉપયોગ કરો છો તો સમયાંતરે તેને તપાસવા એ સારી આદત છે.
આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી ચેક કરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો
તમારી આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી જોવા માટે, તમારે 12 અંકનો આધાર નંબર અથવા 16 અંકના વર્ચ્યુઅલ આઈડી (વીઆઈડી) ની જરૂર પડશે. આ ઉપરાંત, UIDAI સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરની ઍક્સેસ પણ જરૂરી છે. તમને જણાવી દઇયે કે, સુરક્ષાના કારણોસર અન્ય કોઇ નંબર સાથે રિપોર્ટ ઍક્સેસ કરી શકાતો નથી જે રજિસ્ટર્ડ નથી.
છેલ્લા 6 મહિનામાં તમારા આધારનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે તે જાણો
UIDAI નું સત્તાવાર પોર્ટલ વિગતવાર એક્ટિવિટી લોગ પ્રદાન કરે છે, જે દર વખતે પ્રમાણીકરણ માટે તમારા આધારનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે રેકોર્ડ કરે છે. તેમાં ડેમોગ્રાફિક, બાયોમેટ્રિક, ઓટીપી આધારિત અને અન્ય પ્રકારની વેરિફિકેશનની વિગતો શામેલ છે. આ રેકોર્ડ્સને કેવી રીતે ઍક્સેસ કરવું તે જાણો…
- સૌ પ્રથમ, UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને Aadhaar Services સેક્શન ખોલો
- પછી Aadhaar Authentication History વાળો વિકલ્પ પસંદ કરો
- ત્યાર બાદ તમારો આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઈડી નંબર દાખલ કરો
- હવે સિક્યોરિટી Captcha દાખલ કરો
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ પૂછવા માટે Send OTP પર ક્લિક કરો
- ઓથેન્ટિકેશન હિસ્ટ્રી પેજ પર લોગિન કરવા માટે ઓટીપી દાખલ કરો
- હવે સમયગાળો પસંદ કરો. ડ્રોડાઉન મેનૂમાંથી મહત્તમ 6 મહિના સુધીનો સમયગાળો પસંદ કરો
- હવે ઓથેન્ટિકેશનન પ્રકાર પસંદ કરો, જો તમે સંપૂર્ણ યાદી જોવા માંગો છો તો All સિલેક્ટ કરી તમારા આધાર ઓથેન્ટિકેશન લોગ જનરેટ કરવા માટ Submit પર બધા ક્લિક કરો
- પછી પરિણામ દેખાશે, તેની સમીક્ષા કરો. દરેક એન્ટ્રીમાં, તમે તારીખ, સમય, પ્રમાણીકરણનો પ્રકાર જોશો, પ્રયાસ સફળ હતો કે અસફળ હતો, તે પણ જોવા મળશે.
આ પછી, તમે તરત જ ઓથેન્ટિકેશન હિસ્ટ્રી જોશો અને તમે તમારી સુવિધા માટે રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો અથવા તેનો સ્ક્રીનશોટ લઈ શકો છો. જો તમે કોઈ એન્ટ્રી જુઓ છો જેના વિશે તમને જાણકારી નથી, તો UIDAI સલાહ આપે છે કે, તે સર્વિસ પ્રોવાઇડનોસંપર્ક કરવાની ભલામણ કરે છે. વધારાની સુરક્ષા માટે તમે પોર્ટલ અથવા એપ્લિકેશન દ્વારા તમારા આધાર બાયોમેટ્રિક્સને અસ્થાયી રૂપે લોક કરી શકો છો.





