UIDAI Aadhaar Card Update Charges : આધાર કાર્ડ ભારતમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંક ખાતું ખોલાવવા, પાન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ બનાવવા તેમજ વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડમાં 12 આંકડાનો એક યુનિક નંબર હોય છે. તેમા વ્યક્તિનો ફોટો, નામ અને સરનામાંની વિગત અને મોબાઇલ નંબર લિંક હોય છે. વ્યક્તિ જ્યારે મકાન કે મોબાઇલ નંબર બદલે ત્યારે આધાર કાર્ડમાં ફેરફાર કરવો જરૂરી છે, જેથી કોઇ કામ અટકે નહીં. UIDAI એ આધાર કાર્ડમાં સુધારણા કે અપડેટ કરવા માટે નવા ચાર્જ જાહેર છે, જે 1 ઓક્ટોબરથી લાગુ થયા છે.
Aadhaar Card Update New Charges : આધાર કાર્ડ અપડેટ માટે નવા ચાર્જ જાહેર
આધાર કાર્ડમાં નામ અને સરનામું સુધારવા, મોબાઇલ નંબર કે બાયોમેટ્રિક અપડેટ કરવા માટે UIDAI એ નવા ચાર્જ જાહેર કર્યા છે. UIDAIના આધાર કાર્ડ અપડેટના નવા ચાર્જ 1 ઓક્ટોબર, 2025થી લાગુ થયા છે, જે 30 સપ્ટેમ્બર 2028 સુધી અમલમાં રહેશે.
આધાર કાર્ડ અપડેટ કરવું મોંઘુ થયું
આધાર કાર્ડ અપડેટ કરાવવું હવે મોંઘુ થશે. આધાર કાર્ડમાં જે વિગત અપડેટ કરવા માટે અગાઉ 50 રૂપિયા ચાર્જ ચૂકવવો પડતો હતો, જેની માટે હવે 75 રૂપિયા ચૂકવવા પડશે. તો 100 રૂપિયાની અપડેટ સર્વિસ માટે હવે 125 રૂપિયા ચૂકવવા પડશે. તો 75 રૂપિયાની અપડેટ સર્વિસનો ચાર્જ વધારીન 90 રૂપિયા કરવામાં આવ્યો છે. તો આધાર કાર્ડમાં જેના અપડેટ માટે અગાઉ 125 રૂપિયા ચૂકવતા હતા તેની માટે હવે 150 રૂપિયા ચૂકવવા પડશે. આધાર કાર્ડ અપડેટના નવા ચાર્જ 1 ઓક્ટોબર, 2025થી લાગુ થયા છે.
Free Aadhaar Card Update : આ લોકોના આધાર કાર્ડ અપડેટ મફત થશે
UIDAI અમુક લોકોને આધાર કાર્ડ અપડેટ ચાર્જ માંથી મુક્તિ આપી છે. UIDAI મુજબ 5 થી 7 વર્ષના બાળક અને 15 થી 17 વર્ષની ઉંમરના સગીરોનું બાયોમેટ્રિક અપડેટ એક વખત તદ્દન મફત થશે. ઉપરાંત સમયસર આધાર કાર્ડ અપડેટ માટે પ્રોત્સાહિત કરવા આ ચાર્જ માંથી 7 થી 15 વર્ષના બાળકોને 30 સપ્ટેમ્બર, 2026 સુધી રાહત આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, નવું આધાર કાર્ડ બનાવવું તદ્દન મફત છે.
નામ, જન્મ તારીખ, સરનામું અને મોબાઇલ નંબર અપડેટ માટે કેટલો ચાર્જ લાગશે?
જો તમારે નામ, જન્મ તારીખ, મોબાઇલ કે સરનામામાં સુધારો કરવો છે તો હવે 75 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. અગાઉ આ અપડેટ માટે 50 રૂપિયા ચાર્જ થતો હતો. જો કે બાયોમેટ્રિક ડેટા સાથે આ અપડેટ કરવામાં આવે તો તે તદ્દન હશે.
આ રીતે આધાર કાર્ડ અપડેટ મફત કરો
જો તમે માયઆધાર પોર્ટલ મારફતે આધાર કાર્ડ અપડેટ કરો છો તો, તે અપડેટ સર્વિસ 14 જૂન, 2026 સુધી તદ્દન મફત છે. જો કે આધાર સેન્ટર પર અપડેટ કરાવવા પર હવે 50 રૂપિયાના બદલે 75 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
ઘરે બેઠાં આધાર કાર્ડ અપડેટ કરાવવા આટલો ચાર્જ લાગશે
UIDAI વ્યક્તિને ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરાવવાની પણ સર્વિસ પૂરી પાડે છે. જો તમે ઘરે બેઠા એટલે કે આધાર એનોરલમેન્ટ આધાર કાર્ડ અપડેટ કરાવવા માંગો છો, તો તમારે 700 રુપિયા (GST સહિત) ચાર્જ ચૂકવવા પડશે. નોંધનિય છે કે, આ રકમ ડેમોગ્રાફિક ડેટા કે બાયોમેટ્રિક અપડેટ માટે લાગુ નિયમિત ચાર્જ ઉપરાંત છે.