Aadhar Card Name Change Limit : ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. ટૂંક સમયમાં જ આધાર કાર્ડને વોટર આઈડી સાથે પણ જોડવામાં આવશે. આધાર કાર્ડ સાથે જોડાયેલી કેટલીક એવી જાણકારીઓ છે, જેને લઈને લોકો શંકા રહે છે. જો આપણે રહેવાનું સ્થાન બદલીએ તો આધાર કાર્ડ પણ અપડેટ કરવું પડે. આધાર કાર્ડમાં એવી ઘણી બાબતો છે જેને તમે અપડેટ કરવા માંગો છો. તમને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં તમે કેટલી વાર તમારું નામ, સરનામું, જેન્ડર, જન્મ તારીખ અથવા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી શકો છો?
આધાર કાર્ડમાં કેટલી વાર નામ બદલી શકાય?
જો આધાર કાર્ડમાં નામ બદલવાની વાત કરીએ તો તમે માત્ર બે વાર જ બદલી શકો છો. જોકે, જો તમે બે વારથી વધુ વખત નામ બદલવા માંગો છો તો તમને આ માટે એક તક પણ મળશે. બે વારથી વધુ નામ બદલવા માટે તમારે આધાર સેવા કેન્દ્ર પર જઈને અરજી કરવી પડશે. આ સાથે તમારે જૂનું ઓળખપત્ર અને ગેઝેટેડ નોટિફિકેશન પણ સાથે રાખવું પડશે. સાથે જ તમે 1947 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ પ્રોસેસ વિશે જાણકારી મેળવી શકો છો.
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય?
જો તમે આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલવા માંગો છો તો તમે તે પણ કરી શકો છો. જોકે તે ફક્ત એક જ વાર થઈ શકે છે. આ માટે તમારી પાસે માન્ય દસ્તાવેજો હોવા જોઈએ, જેના આધારે આ ફેરફાર કરવામાં આવશે.
આ પણ વાંચો – હોટલમાં આધાર કાર્ડ આપતા પહેલા કરો આ કામ, ઓનલાઇન ફ્રોડથી બચાવશે
આધાર કાર્ડમાં કેટલી વખત સરનામું બદલી શકાય?
સામાન્ય રીતે જે લોકો ભાડાના ઘરમાં રહે છે, તેઓએ કામના કારણે તેમના રહેઠાણની જગ્યા બદલવી પડે છે. આધાર કાર્ડમાં તમે ઇચ્છો તેટલી વાર એડ્રેસ બદલી શકો છો. આ માટે તમારે લાઇટનું બિલ, પાણીનું બિલ, ટેલિફોન બિલ અથવા ભાડા કરાર જેવા દસ્તાવેજો બતાવવા પડશે.
આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર અને જેન્ડર કેટલી વાર બદલી શકું છું?
તમે આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબરને ગમે તેટલી વખત બદલી શકો છો. આ માટે તમારે ઓનલાઇન અરજી કરવી પડશે. સાથે જ જો આધાર કાર્ડમાં તમારા જેન્ડર વિશે ખોટી જાણકારી આપવામાં આવે તો તેને સુધારવાની પણ એક તક આપવામાં આવે છે.