Aadhaar Update Rules : આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, સરનામું, જન્મ તારીખ સહિત બાયોમેટ્રિક વિગત હોય છે. જો તમારા નામ કે જન્મ તારીખમાં કોઇ ભૂલ હોય અથવા તમે ઘર બદલ્યું હોય તો તેની વિગત આધાર કાર્ડમાં અપડેટ કરાવવી જરૂરી છે, જેથી કોઇ મુશ્કેલી ન પડે. UIDAI એ આધાર કાર્ડ અપડેટ (Aadhaar Card Update) અને નવા એનરોલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવવા આવશ્યક દસ્તાવેજોની નવી યાદી જાહેર કરી છે. અગાઉ લોકોને આધાર કાર્ડ બનાવવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. હવે UIDAIની નવી યાદીથી આધાર કાર્ડ બનાવવું અને સુધારો કરવો સરળ બનશે.
નવી યાદીમાં UIDAI એ PoI (Proof of Identity), PoA (Proof of Address), DoB (Proof of Date of Birth) અને PoR (Proof of Relationship) માટે માન્ય દસ્તાવેજો વિશે સ્પષ્ટતા કરી દીધી છે.
Aadhaar Card Name Change Documents : આધાર કાર્ડ નામ ફેરફાર માટે ડોક્યુમેન્ટ
આધાર કાર્ડમાં નામ અપડેટ માટે UIDAI એ ઘણા દસ્તાવેજોને સત્તાવાર રીતે સ્વિકાર કર્યો છે. સૌથી વિશ્વાસપાત્ર દસ્વાવેજ પાસપોર્ટ માનવામાં આવે છે. તેમા વ્યક્તિનું નામ, ફોટો, જન્મ તારીખ અને સરનામું તમામ વિગત હોય છે.
ઉપરાંત PAN કાર્ડ પર નામની પૃષ્ટિ માટે માન્ય છે કારણ કે, તેના પણ નામનો સ્પષ્ટ ઉલ્લેખ હોય છે. ચૂંટણી ઓળખપત્ર (EPIC કાર્ડ) માં નામ અને ફોટો બંને હોય છે, આથી આધાર કાર્ડમાં નામમાં સુધારા માટે આ દસ્તાવેજ માન્ય ગણાશે.
આ સાથે જ ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી ઓળખપત્ર (Govt. ID) અને મેરેજ સર્ટિફિકેટ (Marriage Certificate) પણ આધાર કાર્ડમાં નામ સુધારવા માટે સ્વીકારવામાં આવશે.
Aadhaar Card Address Change Documents : આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે દસ્તાવજે
આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવા માટે UIDAI એ દસ્તાવેજોની એક લાંબી યાદી આપી છે. પાસપોર્ટ, બેંક પાસબુક કે બેંક સ્ટેટમેન્ટ માન્ય ગણવામાં આવશે. મકાનનું લાઇટ બિલ, ગેસ બિલ, પ્રોપર્ટી ટેક્સ બિલ પણ આધાર કાર્ડમાં સરનામું સુધારવા માટે માન્ય દસ્તાવેજ રહેશે, જો કે તે 3 મહિનાથી વધારે જુના ન હોવા જોઇએ.
ભાડુઆત માટે રેટ એગ્રીમેન્ટ સાથે પોલીસ વેરિફિકેશન કે નોટરી સૌથી જરૂરી દસ્તાવેજ છે. ઉપરાંત વોટર આઈડી કાર્ડ (અપડેટેડ EPIC), રાશન કાર્ડ, હાઉસ ટેક્સ કે પ્રોપર્ટી ટેક્સની રસીદ પણ આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવા માટે માન્ય દસ્તાવેજ ગણાવામાં આવશે.
Aadhaar Card Birth Date Change Documents : આધાર કાર્ડ જન્મ તારીખ બદલવા માટે દસ્તાવેજ
આધાર કાર્ડમાં જન્મ તારીખ અપડેટ કરવા માટે માન્ય દસ્તાવેજોમાં જન્મ પ્રમાણપત્ર (Birth Certificate), પાસપોર્ટ અને ધોરણ 10 કે ધોરણ 12ની માર્કશીટ સામેલ છે. સરકારી ઓળખપત્ર જો જન્મ તારીખનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો તે માન્ય ગણાશે.
આધાર કાર્ડ અપડેટ કરાવવું વધુ સરળ બન્યું
UIDAI ના નવા નિયમ મુજબ, જો કોઇ વ્યક્તિ પાસે એક એવું દસ્તાવનેજ છે, જેમા ફોટો, નામ અને સરનામું ત્રણેય છે, તો માન્ય ગણાશે. અગાઉ અલગ અલગ ડોક્યુમેન્ટ આપવા પડતા હતા, પણ હવે એક જ દસ્તાવેજથી કામ થઇ જશે.





