scorecardresearch

Aadhaar-PAN Link : આધાર-પાન લિંક કરવાના નિયમમાં આવા લોકોને મળી છે મુક્તિ, જાણો કોને – કોને

Aadhaar-PAN Link Exemption : જો 30 જૂન 2023 સુધીમાં આધાર-પાન કાર્ડ લિંક નહીં થાય તો પાન કાર્ડ અમાન્ય થઇ જશે અને બેંક- નાણાંકીય સંબંધિત કામકાજમાં મુશ્કેલી પડશે.

aadhar pan card link
આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી 31 જૂન છે.

આવકવેરા વિભાગના નિયમો અનુસાર પાન અને આધાર કાર્ડને લિંક કરવું ફરજિયાત બની ગયું છે. પાન-આધારને લિંક કરવા માટે હવે 1000 રૂપિયા સુધીના દંડ સાથે 30 જૂન સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે, જે પહેલા 31 માર્ચ 2023 હતી. દંડ વિના PAN અને આધારને લિંક કરવાની છેલ્લી અંતિમ તારીખ 30 જૂન, 2022 હતી. જો તમે 31 જૂન સુધીમાં લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ નહીં કરો, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય માનવામાં આવશે. એટલે કે PAN કાર્ડ હોવું અમાન્ય ગણાશે. આવી સ્થિતિમાં તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અટકી જશે. પરંતુ જો તમે આ 4 કેટેગરીમાં છો તો તમારે લિંક કરવાની જરૂર નહીં પડે.

આ લોકોને PAN-આધાર લિંક કરવાથી મુક્તિ

  1. જો તમે આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલય રાજ્યોના રહેવાસી છો, તો તમને પાન-આધાર કાર્ડ લિંક કરવાથી મુક્તિ મળશે.
  2. આવકવેરા અધિનિયમ 1961 મુજબ, જો તમે બિન-નિવાસી ભારતીય (એનઆરઆઈ) છો, તો મુક્તિ મળશે.
  3. કોઈપણ વ્યક્તિ જે પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 80 વર્ષ કે તેથી વધુ વયની હોય તેને મુક્તિ આપવામાં આવે છે.
  4. જે વ્યક્તિઓ ભારતના નાગરિક નથી.

જો તમે ઉપરોક્ત 4 કેટેગરીમાં છો તો તમારે PAN અને આધારને લિંક કરવાની જરૂર નથી.

જો તમને મુક્તિ નથી તો પાન-આધારને લિંક કરવામાં ઉતાવળ કરો

માર્ચ 2023 સુધીની વાત કરીએ તો આવકવેરા વિભાગ અનુસાર, 51 કરોડ લોકોએ PAN અને આધારને લિંક કરવાનું કામ પૂર્ણ કર્યું છે. પરંતુ જો તમે રહેશો, તો જો 30 જૂન 2023 સુધીમાં લિંકિંગ નહીં કરવામાં આવે તો વર્તમાન પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. તે પછી પણ જો તમે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશો તો તમને દંડ કરવામાં આવશે. આ દંડ 10,000 રૂપિયા સુધીનો હોઈ શકે છે. જો વારંવાર આવી ભૂલ કરી તો કડક કાર્યવાહી અને જેલ પણ થઈ શકે છે. હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં, ડુપ્લિકેટ પાન કાર્ડના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે નાણાકીય છેતરપિંડી જેવી ઘટનાઓ બની છે. એક જ વ્યક્તિ પાસે એકથી વધુ PAN હોવાને કારણે કરચોરી જેવી ઘટનાઓમાં વધારો થયો છે.

પાન-આધારને ઓનલાઈન કેવી રીતે લિંક કરવાની સરળ રીત

  • ઈન્કમ ટેક્સનું ઈ-ફાઈલિંગ પોર્ટલ ખોલો.
  • અહીં લિંક છે: https://incometaxindiaefiling.gov.in/
  • જો પહેલેથી રજિસ્ટર્ડ નથી તો રજિસ્ટ્રેશન કરાવો.
  • તમારો PAN નંબર (PAN) તમારું યુઝર્સ ID હશે.
  • હવે તમારું યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ દાખલ કરીને લોગ ઇન કરો.
  • એક પોપ અપ વિન્ડો દેખાશે, જેના પર તમને PAN ને આધાર સાથે લિંક કરવા માટે કહેવામાં આવશે. જો તે ન આવે તો ‘પ્રોફાઈલ સેટિંગ્સ’માં જઈને ‘લિંક આધાર’ પર ક્લિક કરો.
  • હવે PAN પર જન્મ તારીખ અને લિંગની વિગતો અહીં દેખાશે.
  • હવે આ વિગતોને તમારી આધાર વિગતો સાથે મેચ કરો. જો આ વિગતો બંને દસ્તાવેજોમાં મેળ ખાતી નથી, તો તમારે જે ખોટું છે તેને સુધારવું પડશે.
  • જો વિગતો મેળ ખાતી હોય, તો તમારો આધાર નંબર દાખલ કરો અને “હવે લિંક કરો” બટન પર ક્લિક કરો.
  • એક પોપ-અપ મેસેજ દેખાશે, જે તમને જણાવશે કે તમારું PAN આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું છે.
  • તમે તમારા PAN ને આધાર સાથે લિંક કરવા માટે https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ પર પણ જઈ શકો છો.

જો લિંક નથી થયું તો

જો 30 જૂન, 2023 સુધી PAN અને આધાર લિંક નહીં હોય, તો તમને નાણાંકીય અને બેંકિંગના વ્યવહારોમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમે PAN વગર એક જ વારમાં બેંકમાંથી 5000 રૂપિયાથી વધુ ઉપાડી શકશો નહીં. જો તમે નવું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ લેવા ઈચ્છો છો તો તે શક્ય નહીં બને. બેંક એકાઉન્ટ ખુલશે નહીં. PAN, DDS અથવા TCS કપાતના કિસ્સામાં, તમારે વધુ ટેક્સ ચૂકવવો પડશે.

સ્ટેટ્સ ચકાસો : PAN આધાર સાથે લિંક છે કે નહીં

  • UIDAI વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
  • Aadhaar Services મેનૂમાંથી Aadhaar Linking Status પસંદ કરો.
  • હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને Get Status બટન પર ક્લિક કરો.
  • અહીં તમારે તમારો PAN કાર્ડ નંબર, તેમજ કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • તમારા પાન-આધાર લિંકિંગની સ્થિતિ તપાસવા માટે Get Linking Status પર ક્લિક કરો.
  • આ પછી, તમે સ્ક્રીન પર જોશો કે તમારું આધાર PAN સાથે લિંક છે કે નહીં.

Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,

Web Title: Aadhaar pan link exemption categories are you eligible check here income tax rules

Best of Express