Aadhaar Card: આધાર PVC કાર્ડ મોંઘુ થયું, UIDAI એ 50 ટકા ફી વધારી, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?

UIDAI Hike Aadhaar PVC Card Fee : આધાર કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. UIDAI એ આધાર PVC કાર્ડ નો ચાર્જ 50 ટકા વધાર્યો છે. નવા ચાર્જ 1 જાન્યુઆરી, 2026થી લાગુ થયા છે.

UIDAI Hike Aadhaar PVC Card Fee : આધાર કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. UIDAI એ આધાર PVC કાર્ડ નો ચાર્જ 50 ટકા વધાર્યો છે. નવા ચાર્જ 1 જાન્યુઆરી, 2026થી લાગુ થયા છે.

author-image
Ajay Saroya
New Update
Aadhaar PVC Card

Aadhaar PVC Card Fee Hike : UIDAI એ આધાર પીવીસી કાર્ડની ફી વધારી છે. Photograph: (UIDAI)

Aadhaar PVC Card Fee Hike : આધાર કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. યુનિ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર PVC  કાર્ડ માટેની ફી વધારી દીધી છે. હવે આધાર પીવીસી કાર્ડ બનાવવા માટે 50 રૂપિયાના બદલે 75 રૂપિયા ચૂકવવા પડશે. નવી ફી 1 જાન્યુઆરી, 2026થી લાગુ થઇ ચૂકી છે અને તેમા તમામ ટેક્સ અને ડિલિવરી ચાર્જ સામેલ છે.

Advertisment

UIDAI એ જણાવ્યું કે, આ નિર્ણય આધાર PVC કાર્ડ બનાવવા અને સુરક્ષિત ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ વધવાના કારણે લેવાયો છે. છેલ્લા કેટલાંક વર્ષમાં કાર્ડ બનાવવાની સામગ્રી, પ્રિન્ટિંગ ખર્ચ, સિક્ટોરિટી ફીચર્ અને લોજિસ્ટિક્સ ખર્ચ વધી ગયો છે. તેને ધ્યાનમાં રાખીને આધાર પીવીસી કાર્ડની ફી વધારવામાં આવી છે, જેથી સેવાની ગુણવત્તા જળવાઇ રહે.

આધાર PVC કાર્ડ સર્વિસની શરૂઆત વર્ષ 2020માં કરવામાં આવી હતી. તેનો હતુ લોકોને કાગળ વધારા આધાર કાર્ડના બદલે મજબૂત, ટકાઉ અને પર્સમાં આવી જાય તેવા કાર્ડનો વિકલ્પ આપવાનો છે. આધાર પીવીસી કાર્ડ એટીએમ અને ડેબિટ કાર્ડ જેવું હોય છે અને લાંબા સમય સુધી ખરાબ થતું નથી.  તેને myAadhaar પોર્ટ કે mAadhaar મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન ઓર્ડર કરી શકાય છે.

UIDAI ના મતે નવી ફીમાં તમામ નવા આધાર પીવીસી કાર્ડના ઓર્ડર પર લાગુ થશે, જે UIDAIના સત્તાવાર ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે ડિલિવર કરવામાં આવશે. આ નિર્ણય સક્ષમ અધિકારીની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે.

Advertisment

UIDAI એક સરકાર માન્ય સંસ્થા છે, જેની સ્થાપના 2009માં ઇલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કરવામાં આવી છે. UIDAI દેશના નાગરિકોને 12 આંકડાનો આધાર નંબર જારી કરે છે, જે વ્યક્તિની ઓળખ અને સરનામાં દસ્તાવજે તરીકે ઉપયોગ થાય છે. આધાર કાર્ડનો ઉપયોગ પાન કાર્ડ - ચૂંટણી કાર્ડ બનાવવા, સરકારી યોજનાઓનો લાભ, સબસિડી, બેંક ખાતું ખોલાવવા, મોબાઇલનું સીમ કાર્ડ અને ગેસ કનેક્શન ખરીદવા જેવા વિવિધ કામકાજમાં થાય છે.

આધાર કાર્ડ બિઝનેસ