/indian-express-gujarati/media/media_files/2026/02/02/aadhaar-lock-and-unlock-service-2026-02-02-12-46-10.jpg)
Aadhaar Safety features : આધાર કાર્ડ સેફ્ટી ફીચર્સ વડે Aadhaar લોક અને અનલોક કરી શકાય છે. Photograph: (Financial Express)
Aadhaar Safety Feature : આધાર કાર્ડ ભારતમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. આધાર કાર્ડનો ઉપયોગ હવે બેંકિંગ, મોબાઇલ કનેક્શનથી લઈ સરકારી સેવાઓ માટે આવશ્યક દસ્તાવેજ છે. આધાર કાર્ડમાં 12 આંકનો આધાર નંબર હોય છે, જે વ્યક્તિની ડિજિટલ આઇડેન્ટિ તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં, ઘણી વખત તમારા આધાર નંબરનો દુરુપયોગ થવાની ચિંતા થાય છે. જો તમને લાગે છે કે તમારા આધાર નંબરનો ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે. તો અમને જણાવી દઈએ કે Aadhaar માં એક ઉપયોગી "આધાર લોક / અનલોક" ફીચર્સ છે, જેના વડે તમારા આધાર કાર્ડને કન્ટ્રોલ કરી શકો છો.
તમારા આધાર કાર્ડને વધુ સુરક્ષિત બનાવવા અને તમને વધુ નિયંત્રણ આપવા માટે, UIDAI તમને તમારા આધાર નંબર લોક અથવા અનલોક કરવાની સુવિધા આપે છે. જ્યારે આધાર લોક થાય છે, ત્યારે તે અમુક કામ કરતા અટકાવે છે. આધાર કાર્ડ લોક હશે તો ઓનલાઇન બેંક છેતરપિંડીથી બચી શકાય છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારું આધાર લોક - અનલોક કેવી રીતે કરવું.
આ ફીચર શું કામ કરે છે?
જ્યારે તમે તમારો આધાર કર્ડ લોક કરો છો, ત્યારે તે તમારા આધાર નંબર (UID) નો ઉપયોગ કરીને થોડા સમય માટે વેરિફિકેશન બંધ કરે છે. એટલે કે, કોઈ પણ કંપની વિવિધ સેવાઓ માટે તમારી ઓળખની ચકાસણી કરવા માટે તમારા આધાર નંબરનો ઉપયોગ કરી શકશે નહીં.
તમે હજી પણ વેરિફિકેશન માટે તમારા વર્ચ્યુઅલ આઈડી (વીઆઈડી) નો ઉપયોગ કરી શકો છો, જે તમારા આધાર સાથે જોડાયેલ અસ્થાયી 16 અંકનો નંબર છે.
Aadhaar lock Process : UIDAI વેબસાઇટ દ્વારા આધાર લોક કેવી રીતે કરવું?
- સૌથી પહેલા UIDAI ની વેબસાઈટ uidai.gov.in પર જાઓ.
- અહીં માય આધાર વિભાગમાં Aadhaar Lock And Unlock સર્વિસ પર ક્લિક કરો
- હવે UID લોક સિલેક્ટ કરો અને તમારો UID નંબર, પૂરું નામ અને પિન કોડ દાખલ કરો. -
- ત્યારબાદ તમે SMS દ્વારા વન ટાઇમ પાસવર્ડ (OTP) મેળવવાનું પસંદ કરી શકો છો અથવા mAadhaar એપ્લિકેશનમાંથી જનરેટ થયેલ ટાઇમ-બેઝ્ડ વન-ટાઇમ પાસવર્ડ (ટીઓટીપી) નો ઉપયોગ કરી શકો છો.
- ત્યારબાદ પ્રાપ્ત ઓટીપી અથવા ટીઓટીપી દાખલ કરો અને રિક્વેસ્ટ સબમિટ કરો.
- આ પછી, સફળતાપૂર્વક લોક કર્યા બાદ, તમને એક કન્ફર્મેશન મેસેજ મળશે.
mAadhaar App દ્વારા આધાર લોક કેવી રીતે કરવું?
- સૌ પ્રથમ તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી mAadhaar એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.
- હવે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઓટીપીનો ઉપયોગ કરીને એપમાં લોગ ઇન કરો.
- સર્વિસીસ સેક્શનમાં જાઓ અને આધાર લોક / અનલોક પસંદ કરો.
- લોક બેઝ પસંદ કરો અને સ્ક્રીન પર આપેલી સૂચનાઓનું પાલન કરો.
- વેરિફિકેશન માટે તમારે તમારો આધાર નંબર અને ઓટીપી દાખલ કરવો પડી શકે છે.
Aadhaar Unlock Process : આધાર અનલોક કેવી રીતે કરવું?
- આધાર અનલોક કરવા માટે, આધાર કાર્ડ ધારક પાસે 16 અંકનો લેટેસ્ટ VID હોવો આવશ્યક છે
- આધાર નંબર ધારકે UIDAI વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
- અહીં આધાર અનલોક બટન પસંદ કરો.
- અહીં લેટેસ્ટ VID અને સિક્યોરિટી કોડ દાખલ કરો.
- હવે Send OTP પર ક્લિક કરો અથવા ટીઓટીપી પસંદ કરો અને સબમિટ પર ક્લિક કરો.
- હવે તમારું યુઆઈડી સફળતાપૂર્વક અનલોક થઈ જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us