AC Temperature in Monsoon : રાજ્યમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદમાં પણ કેટલાક લોકો એસી ચાલું રાખે છે. જો તમે વરસાદની સિઝનમાં એસીનો ઉપયોગ કરી રહ્યા છો, તો યોગ્ય ઠંડક માટે કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. તમારે જાણવું જોઈએ કે ચોમાસામાં એર કંડિશનર કયા મોડ પર ચલાવવું જોઈએ. આ સાથે જ તાપમાનને લઇને સાચી જાણકારી હોવી પણ ખૂબ જરૂરી છે. ચાલો આજે તમને વરસાદમાં એસીની અસરકારક ઠંડક માટે જરૂરી કેટલીક ટીપ્સ વિશે જણાવીએ.
વરસાદમાં કયા ટેમ્પરેચરે એસી ચલાવવું જોઈએ?
વરસાદની ઋતુમાં અને ભેજવાળા ઉનાળામાં એસીનું તાપમાન મધ્યમ હોવું જોઈએ. એટલે કે ચોમાસું આવી ગયું હોય તો એસીને 24°Cથી 28°C વચ્ચે ચલાવશો તો રૂમમાં તમને અસરકારક ઠંડક મળશે.
જો તમને ઠંડક વધુ પડતી લાગે છે, તો તમે થોડા સમય માટે એસી બંધ કરી શકો છો. એસી ઓછા સમય માટે ચાલશે એટલે કે વીજળીનો વપરાશ ઓછો થશે, પરિણામે વીજળીનું બિલ ઘટશે.
આ પણ વાંચો – વનપ્લસ નોર્ડ સિરીઝના નવા સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
જો ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય અને તમને લાગે કે એસીને 24થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ચલાવવાથી ઠંડક થઇ રહી નથી તો તમે તાપમાન 20-22 ડિગ્રી સુધી સેટ કરી શકો છો.
ચોમાસામાં એસી કયા મોડ પર ચલાવવું?
આજકાલ માર્કેટમાં આવતા એસી અલગ અલગ મોડ સાથે આવે છે જેમાં અલગ અલગ ઋતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઉનાળામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે ઠંડક માટે એસીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હવામાં ભેજની હાજરી વધી જાય છે. જેના કારણે તમે ભેજ અને અસહજતા અનુભવી શકો છો. આવામાં એસીનું ડ્રાય મોડ કામમાં આવે છે. વરસાદની ઋતુમાં ડ્રાય મોડ પર એસી ચલાવવાથી હવામાંથી ભેજ દૂર થાય છે, જેનાથી રૂમ ઠંડો થઈ જાય છે.
ડ્રાય મોડમાં એસી ચલાવવાથી આ એક તે ડિહ્યુમિડિફાયર તરીકે પણ કામ કરે છે. એસી હવામાંથી ભેજ દૂર કરે છે અને રૂમને ઠંડો અને સૂકો બનાવે છે.