ઇન્વર્ટર એસી ખરીદવું કે નોન ઇન્વર્ટર, ક્યા ACમાં લાઈટ બિલ ઓછું આવે છે? જાણો

Inverter AC vs Non Inverter : એસી ઉનાળામાં ગરમીથી બચાવે છે. લોકો મૂંઝવણમાં હોય છે કે, ઇન્વર્ટર કે નોન ઇન્વર્ટર એસી ક્યા એર કન્ડીશનર ખરીદવું. શેમાં લાઈટ બિલ ઓછું આવે છે? ચાલો જાણીયે

Written by Ajay Saroya
April 08, 2024 19:42 IST
ઇન્વર્ટર એસી ખરીદવું કે નોન ઇન્વર્ટર, ક્યા ACમાં લાઈટ બિલ ઓછું આવે છે? જાણો
એસી ઉનાળામાં ગરમીથી બચાવે છે પરંતુ લાઈટ બિલ વધી જાય છે. (Photo - Freepik)

Inverter AC vs Non Inverter : એસી ઉનાળામાં ગરમીથી બચાવે છે. ઓફિસ ઉપરાંત મોટાભાગના ઘરોમાં હવે એસીનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ બજારમાં વિવિધ પ્રકારના અને કેપેસિટીવાળા એસી બજારમાં ઉપલબ્ધ છે. એર કન્ડીશનર ચલાવવાથી લાઇટ બીલ પણ વધારે આવે છે. આવી પરિસ્થિતિમાં તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે ઇન્વર્ટર કે નોન ઇન્વર્ટર એસી બંનેમાંથી કયુ એસી ચલાવવાથી વીજ બીલ ઓછું આવે છે. તો ચાલો સમજીયે વિતગવાર

સૌથી પહેલા તમારા એસીની ક્ષમતા વિશે જાણકારી હોવી જોઇએ. જો નોન ઇન્વર્ટર એસીની વાત કરીયે તો, આવા એસી રેગ્યુલર સ્પીડ ક્ષમતા પર ચાલે છે. જ્યારે ઇન્વર્ટર એસીમાં ટેમ્પરેચરની સાથે જ સ્પીડ અને કેપેસિટીમાં ફેરફાર થાય છે.

ac cooling tips, ac cooling use tricks, ac cooling temperature setting, ac maintenance service, how to improve ac cooling, summer ac use tips, air conditioning repair, એસી કુલિંગ ટીપ્સ, એસી કુલિંગ ટ્રિક્સ, એસી કુલિંગ ટેમ્પરેચર સેટિંગ, એસી મેન્ટેનન્સ સર્વિ, એસીનું કુલિંગ કેવી રીતે વધારવું, ઉનાળો એસી વાપરવાની ટીપ્સ, એર કન્ડિશનિંગ રિપેર
એસીનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ કરો

એસીનો યોગ્ય રીતે અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. એસીની જરૂર હોય ત્યારે જ ઉપયોગ કરો. રૂમમાં કોઇ ન હોય તો એસી બંધ રાખો. વિવિધ પ્રકારના એસીના ઉપયોગ કરવાની માર્ગદર્શિકાનું પાલન કરો. (Photo – Freepik)

એસીના કુલિંગમાં ફરક પડે છે?

ગરમીમાં ઠંડક માટે એસીનું કુલિંગ બરાબર હોવું જરૂરી છે. ઇન્વર્ટર એસી કોમ્પ્રેસરની મોટરની સ્પીડને રેગ્યુલર કરીને રૂમને ઝડપથી ઠંડુ કરે છે. તે જ્યારે રૂમ ઠડું થઇ જાય ત્યારે પણ એસીનું કોમ્પ્રેસર બંધ થતુ નથી. તે ઓછી સ્પીડ સાથે કામ કરે છે, જેનાથી રૂમનું તાપમાન એક સમાન રહે. જ્યારે નોન ઇન્વર્ટર એસીમાં તેનાથી ઉલટું હોય છે. રૂમ ઠંડુ થઇ ગયા બાદ નોન ઇન્વર્ટર એસીનું કોમ્પ્રેસર બંધ થઇ જાય છે.

ઇન્વર્ટર કે નોન ઇન્વર્ટર એસી શેમાં લાઈટ બિલ ઓછું આવે છે?

એસીમાં બે સૌથી મુખ્ય બાબત છે કુલિંગ અને લાઈટ બિલ. જો તમે ઉનાળા ની ગરમીથી બચવા એસી ખરીદવાનું વિચારી રહ્યા છો અને જાણવા માંગો છો કે ઇન્વર્ટર અને નોન ઇન્વર્ટર એસી બંનેમાંથી ક્યા એસીમાં ઓછી વીજળી વપરાય છે. તો જાણકારોનું માનીયે તો નોન ઇન્વર્ટરની સરખામણીમાં ઇન્વર્ટર એસીમાં લાઈટ બિલ ઓછું આવી શકે છે.

આ પણ વાંચો | ઉનાળામાં એસી આપશે જબરદસ્ત કુલિંગ, આ બાબતોનું હંમેશા રાખો ધ્યાન, વીજળીની પણ થશે બચત

એસીની કિંમત કેટલી હોય છે?

હાલ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે તેમ એસી ખરીદી શકો છો. ઓફલાઈન અને ઓનલાઈન બંનેના ભાવ અલગ અલગ હોય છે. એક વાત ધ્યાનમાં રાખો કે ઇન્વર્ટર એસી નોન ઇન્વર્ટર એસીની સરખામણીમાં થોડુંક મોઘું હોય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ