Acer Iconia Tablets launched: એસરે ભારતમાં આઇકોનિયા સિરીઝમાં બે નવા ટેબ્લેટ લોન્ચ કર્યા છે. એસર આઇકોનિયા 8.7 (iM9-12M) અને એસર આઇકોનિયા 10.36 (iM10-22) કંપનીના નવા હેન્ડસેટ છે. આ બંને ટેબ્લેટમાં ડ્યુઅલ સિમ 4જી એલટીઇ કનેક્ટિવિટી, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, મીડિયાટેક ચિપસેટ અને 7400mAh સુધીની બેટરી કેપેસિટી આપવામાં આવી છે. ચાલો અમે તમને નવા બજેટ એસર ટેબ્લેટની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ.
ભારતમાં એસર આઇકોનિયા ટેબ્લેટ કિંમત
ભારતમાં એસર આઇકોનિયા 8.7 ઇંચના ટેબ્લેટની કિંમત 11,990 રૂપિયા છે. જ્યારે એસર આઇકોનિયા 10.36 ઇંચના ટેબ્લેટની કિંમત 14,990 રૂપિયા છે. આ બંને ટેબ્લેટ ગોલ્ડ કલર ઓપ્શનમાં લિસ્ટેડ છે. આ બંને ટેબ્લેટ એમેઝોન ઇન્ડિયા, એસર ઇન્ડિયાની વેબસાઇટ અને એસર એક્સક્લૂઝિવ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.
એસર આઇકોનિયા ટેબ્લેટ ફિચર્સ
એસર આઇકોનિયા 8.7 (iM9-12M)માં 8.7 ઇંચની ડબલ્યુએક્સજીએ (1,340 x 800 પિક્સલ) આઇપીએસ મલ્ટિ-ટચ સ્ક્રીન આપવામાં આવી છે, જે 400 નીટ્સ બ્રાઇટનેસ સાથે આવે છે. જ્યારે આઇકોનિયા 10.36 (iM10-22)માં 10.36 ઇંચની મોટી 2K (2,000 x 1,200 પિક્સલ) આઇપીએસ ડિસ્પ્લે મળે છે. સ્ક્રીનની બ્રાઇટનેસ 480 નિટ્સ છે.
8.7 ઇંચ સ્ક્રીન ટેબ્લેટમાં કંપનીએ મીડિયાટેક હેલિયો પી22ટી પ્રોસેસર, 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. જ્યારે મોટી સ્ક્રીનવાળા ટેબ્લેટને ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો જી99 ચિપસેટ, 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. બંને ડિવાઇસને એન્ડ્રોઇડ 14 ઓએસ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. એસર આઇકોનિયા 8.7 ને પાવર આપવા માટે 5100mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કેવો છે કેમેરો
કેમેરાની વાત કરીએ તો એસર આઇકોનિયા 8.7માં 8 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે. એસર આઇકોનિયા 10.36માં 16 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ઓડિયો માટે એસેર આઇકોનિયા 8.7માં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ છે જ્યારે 10.36 ઇંચના વેરિઅન્ટમાં ક્વાડ સ્ટીરિયો સ્પીકર યુનિટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – વનપ્લસનો નવો ધમાકેદાર સ્માર્ટફોન, 24 જીબી સુધીની રેમ, 1 ટીબી સ્ટોરેજ અને 50MP કેમેરા
એસર આઇકોનિયા 10.36માં 7400mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 18W વાયર્ડ ચાર્જિંગ માટે સપોર્ટ કરે છે, જેમાં 10 કલાક સુધીનું બેકઅપ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી માટે આ એસર લેપટોપમાં ડ્યુઅલ સિમ 4જી એલટીઇ કનેક્ટિવિટી સાથે બ્લૂટૂથ 5.2, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, ઓટીજી, યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ મળે છે. 8.7 ઇંચના આ વેરિએન્ટનું ડાઇમેંશન 211.3 x 126.6 x 8.7mm છે અને તેનું વજન 365 ગ્રામ છે. જ્યારે 10.36 ઇંચના વેરિએન્ટનું ટાઇમેંશન 246.0 x 155.6 x 7.8mm અને તેનું વજન 475 ગ્રામ છે.





