/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Gautam-Adani-Group-Companies-Share-Adani-Gas.jpg)
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. (Express Photo)
Gautam Adani Group Companies Marke Cap : શેરબજાર સેન્સેક્સ - નિફ્ટીની દરરોજ નવી ઐતિહાસિક આગેકૂચની સાથે સાથે અદાણી ગ્રૂપ કંપનીઓના તમામ શેરમાં તેજીની હેટ્રિક જોવા મળી છે. મંગળવારે પણ અદાણી કંપનીઓના તમામ શેર 20 ટકા સુધી ઉછળ્યા છે. જેનું કારણ હિંડેનબર્ગ રિપોર્ટ વિવાદમાં ભારતની સુપ્રીમ કોર્ટ બાદ હવે અમેરિકાની તપાસ એજન્સી દ્વારા અદાણી ગ્રૂપ માટે રાહતજનક નિવેદન છે. શેરમાં તેજીની સતત ત્રીજા દિવસે ઉછાળાથી અદાણ ગ્રૂપની માર્કેટકે ફરી 14 લાખ કરોડ રૂપિયાને કુદાવી ગઇ છે.
હિંડનબર્ગ વિવાદમાં યુએસ એજન્સી તરફથી અદાણી ગ્રૂપને ક્લીન ચિટ (Adani Hindenburg Case)
બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ, યુએસની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહેલી યુએસ એજન્સીએ તમામ આરોપોને ખોટા ગણાવીને અદાણી જૂથને ક્લીનચીટ આપી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, યુએસ એજન્સી ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પ (ડીએફસી)એ તારણ કાઢ્યું છે કે, ગૌતમ અદાણીની આગેવાની હેઠળના ગ્રૂપ ઉપર હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આરોપો સુસંગત નથી. આ અહેવાલ બાદ અદાણી ગ્રૂપના શેરમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ વધુ મજબૂત બન્યું છે અને તમામ શેરમાં તેજી જોવા મળી રહી છે. એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ પુષ્ટિ કરી કે અમેરિકન સરકાર હિંડનબર્ગ રિસર્ચના અદાણી સામે કોર્પોરેટ છેતરપિંડીના આરોપોને પાયાવિહોણા માન્યા છે. આ અગાઉ હિંડનબર્ગ વિવાદના કેસની સુનાવણી દરમિયાન ભારતની સુપ્રીમ કોર્ટે પણ અદાણી ગ્રૂપને રાહત આપી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Gautam-Adani-Group-Companies-Share.jpg)
પાછલા અઠવાડિયે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને કારણે અદાણી ગ્રુપના શેરોમાં તેજી આવી છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસમાં ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે મૂડી બજાર નિયામક સેબીએ તમામ 24 કેસોમાં તેની તપાસ પૂર્ણ કરવી જોઈએ.
વિશ્વના ટોપ-20 ધનાઢ્યોમાં ગૌતમ અદાણી 16માં ક્રમે (Gautam Adani Net Worth)
અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં તેજીથી ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સાથે જ તેઓ વિશ્વના ટોપ-20 ધનાઢ્યોની યાદીમાં એક જ દિવસમાં 20માં ક્રમેથી 16માં ક્રમે પહોંચી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સની હાલની માહિતી અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિ તાજેતરમાં 4.41 અબજ ડોલર વધીને 70.2 અબજ ડોલર થઇ છે. આ સાથે તેઓ દુનિયાના ટોપ-20 ધનિકોની યાદીમાં 16માં ક્રમે છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના સૌથી ધનવાન મુકેશ અંબાણી 90.48 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના ધનાઢ્યોની યાદીમાં 13માં ક્રમે છે.
અદાણી ગ્રૂપના તમામ શેર ઉછળ્યા, 4 શેરમાં તેજીની સર્કિટ (Adani Group Companies Share Price Jumps)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Adani-Group.jpg)
અદાણી ગ્રૂપના તમામ શેર છેલ્લા ત્રણ દિવસથી સતત વધી રહ્યા છે અને મંગળવારે પણ નોંધપાત્ર વધ્યા હતા. જેમાં આજે અદાણી ગ્રૂપ કંપનીના 4 શેરમાં તેજીની સર્કિટ લાગી હતી. તો અન્ય કંપનીના શેર પણ 7 ટકાથી 18 ટકા સુધી ઉછળ્યા હતા.
| અદાણી કંપની | બંધ ભાવ (₹) | ઉછાળો | માર્કેટકેપ (₹ કરોડ) |
|---|---|---|---|
| અદાણી એનર્જી સોલ્યુશન્સ | 1082.60 | +20.00% | 120763.24 |
| અદાણી ગ્રીન એનર્જી | 1348.00 | +20.00% | 213527.58 |
| અદાણી ટોટલ ગેસ | 878.20 | +19.95% | 96585.32 |
| એનડીટીવી | 266.55 | +18.41% | 1718.48 |
| અદાણી એન્ટરપ્રાઇસ | 2960.10 | +17.03% | 337451.73 |
| અદાણી પાવર | 538.50 | +15.91% | 207696.16 |
| અદાણી પોર્ટ્સ-સેઝ | 1011.85 | +15.15% | 218573.66 |
| અદાણી વિલ્મર | 380.70 | +9.93% | 49478.76 |
| એસીસી સિમેન્ટ | 2185.00 | +8.20% | 41031.52 |
| અંબુજા સિમેન્ટ | 508.70 | +7.22% | 101009.77 |
આ પણ વાંચો | ગૌતમ અદાણીને ક્લીન ચિટ મળશે? અદાણી હિંડનબર્ગ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે કહી મોટી વાત
અદાણી શેરની માર્કેટકેપ 13.87 લાખ કરોડે પહોંચી
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપ કંપનીના શેરમાં સતત તેજીથી માર્કેટકેપ પહેલીવાર ઇન્ટ્રા-ડેમાં 14 લાખ કરોડને કુદાવી દીધી હતી. મંગળવારે શેર બજાર બંધ થવાના અંતે લિસ્ટેડ અદાણ ગ્રૂપની કંપનીઓની કુલ માર્કેટકેપ 13.87 લાખ કરોડ રૂપિયા (13,87,836.22 કરોડ) હતી. આમ એક જ દિવસમાં અદાણીના શેરધારકોની સંપત્તિમાં 1.87 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. તો એક સપ્તાહની અંદર અદાણી ગ્રૂપ કંપનીઓના રોકાણકારોએ 2,56,744 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 28 નવેમ્બર, 2023ના રોજ અદાણી ગ્રૂપ કંપનીઓની કુલ માર્કેટકેપ 11,31,092 કરોડ રૂપિયા નોંધાઇ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us