/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/adani-group-gautam-adani.jpg)
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.
Bain Capital may buy Adani capital: ગૌતમ અદાણી પોતાની માલિકીની એક ફાઇનાન્સ કંપની વેચવા વાટાઘાટો કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર 3 વિદેશી કંપનીઓ અદાણી ગ્રૂપની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની અદાણી કેપિટલનો હિસ્સો ખરીદવા વાટાઘાટો કરી રહી છે. અદાણી કેપિટલ એ અદાણી ગ્રૂપની ફાઇનાન્સ કંપની છે તેનો બહુમતિ હિસ્સો ગૌતમ અદાણી પાસે છે.
અદાણી કેપિટલને ખરીદવાની રેસમાં બેન કેપિટલ સૌથી આગળ
મીડિયા રિપોર્ટ અનુસાર અદાણી કેપિટલમાં હિસ્સો ખરીદવા માટે 3 વિદેશી કંપનીઓ - બેન કેપિટલ, કાર્લાઈલ ગ્રુપ અને સર્બેરસ કેપિટલ મેનેજમેન્ટ ઉત્સુક છે, જેમાં અમેરિકાની પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બેન કેપિટલને સૌથી પ્રબળ દાવેદાર માનવામા આવી રહી છે. બેન કેપિટલ અદાણી કેપિટલમાં હિસ્સો ખરીદવાની વાટાઘાટો એડવાન્સ તબક્કામાં હોવાનું કહેવાય છે.
નોંધનિય છે કે, અદાણી કેપિટલમાં ગૌતમ અદાણી 90 ટકા હિસ્સો ધરાવે છે અને 10 ટકા હિસ્સો ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ગૌરવ ગુપ્તા પાસે છે, જેઓ કંપનીના મેનેજમેન્ટનો એક હિસ્સો છે.
અદાણી ગ્રૂપ કોર બિઝનેસ પર વધારે ફોક્સ કરશે
ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપની કંપનીઓ સામે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદ બાદ સતત કોઇને કોઇ મુશ્કેલી ઉભી થઇ રહી છે. તેમાંથી બહાર નીકળવા માટે અદાણી ગ્રૂપે સ્ટ્રેટેજી ઘડી રહી છે જેના ભાગરૂપે ઋણબોજમાં ઘટાડો, ભંડોળ એક્ત્ર કરવું અને નોન કોર બિઝનેસમાંથી મુખ્ય કોર બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિય કરવાની રણનીતિ નક્કી કરી છે.
આ પણ વાંચોઃહિંડનબર્ગ વિવાદ બાદ અદાણી એન્ટરપ્રાઇસે પહેલીવાર બોન્ડ વેચી 1250 કરોડ ઉભા કર્યા
- ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી જૂથ ખાસ બજારો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેના નોન-કોર બિઝનેસને વેચવા માંગે છે.
- ગૌતમ અદાણીની માલિકીની અદાણી કેપિટલ કંપની એ એ્પ્રિલ 2017માં લેન્ડિંગ બિઝનેસ શરૂ કર્યો હતો. ઉપરોક્ત ત્રણેય વિદેશી કંપનીઓ અદાણી કેપિટલનો સંપૂર્ણ કે આંશિક હિસ્સો ખરીદી કરવા માગે છે.
- અદાણી કેપિટલનો 90 ટકા હિસ્સો ગૌતમ અદાણી પાસે અને બાકીનો 10 ટકા હિસ્સો ગૌરવ ગુપ્તા પાસે છે, જેઓ લેહમેન બ્રધર્સ એન્ડ મેક્વેરીના ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે.
- અદાણી ગ્રૂપ આ NBFC ફર્મ અદાણી કેપિટલની 2,000 કરોડ રૂપિયા અથવા તેની બુક વેલ્યૂના 2 થી 2.5 ગણી વેલ્યૂએશનની અપેક્ષા રાખે છે.
- અદાણી કેપિટલની એસેટ અંડર મેનેજમેન્ડ (AUM) 4000 કરોડ રૂપિયા અને બુક વેલ્યૂ 800 કરોડ રૂપિયા છે. કંપની રિટેલ, રૂરલ અને હોલસેલ લેન્ડિંગના ફાઇનાન્સ બિઝનેસમાં કાર્યરત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us