અદાણી કંપનીઓના શેરમાં કડાકો, અદાણી ટોટલ ગેસ સૌથી વધુ તૂટ્યો; જાણો ક્યા શેરમાં કેટલું નુકસાન?

Adani Group Companies Share Crash : શેરબજારમાં કડાકા સાથે અદાણી ગ્રૂપની તમામ 10 કંપનીઓના શેરમાં ઇન્ટ્રા-ડે 13 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જેમાં અદાણી ટોટલ ગેસ અને અદાણી એનર્જી કંપનીના શેર સૌથી વધુ તૂટ્યા છે. જાણો તમને અદાણીના ક્યા શેરમાં કેટલુ નુકસાન થયું છે.

Adani Group Companies Share Crash : શેરબજારમાં કડાકા સાથે અદાણી ગ્રૂપની તમામ 10 કંપનીઓના શેરમાં ઇન્ટ્રા-ડે 13 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જેમાં અદાણી ટોટલ ગેસ અને અદાણી એનર્જી કંપનીના શેર સૌથી વધુ તૂટ્યા છે. જાણો તમને અદાણીના ક્યા શેરમાં કેટલુ નુકસાન થયું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
શેરબજાર : સેન્સેક્સ અને નિફ્ટીમાં નરમાઇ વચ્ચે અદાણી પોર્ટ શેરમાં ઉછાળો, જાણો કેમ

ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. (Express Photo)

Adani Group Companies Share Crash : શેરબજાર સેન્સેક્સમાં 1100 પોઇન્ટના કડાકાથી હાહાકાર મચ્યો છે. મિડેકપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ડિસેમ્બર 2022 પછીનો સૌથી મોટો એક દિવસયી ઘટાડો નોંધાયો છે. મોટાભાગની કંપનીઓના શેર નોંધપાત્ર તૂટ્યા છે જેમાં અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં પણ રોકાણકારોને જંગી નુકસાન થયું છે.

Advertisment

અદાણી ગ્રૂપ કંપનીઓના શેર 13 ટકા સુધી તૂટ્યા, અદાણી ટોટલ ટોપ લૂઝર

અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં આજે 13 ટકા સુધીનો ઇન્ટ્રા-ડે કડાકો બોલાયો હતો. અદાણી ગ્રીન એનર્જીનો શેર 1898 રૂપિયાના પાછલા બંધ સામે આજે 13 ટકા તૂટ્યો અને 1645 રૂપિયાનો નીચો ભાવ બનાવ્યો હતો. જે આ શેરમાં વર્ષ 2024નો સૌથી મોટો એક દિવસીય કડાકો છે. સેશનના અંતે અદાણી ગ્રીન 9.1 ટકા ઘટી 1726 રૂપિયા બંધ થયો હતો.

Adnai Group | Gautam Adani companies | adani group companies list | adani group companies share price | adani group News | adani group photo
ગૌતમ અદાણીના માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. (Express photo by Nirmal Harindran)

અદાણી ગ્રૂપની અન્ય લિસ્ટેડ કંપનીઓના શેરની વાત કરીયે તો અદાણી ટોટલ ગેસ 9.5 ટકા, અદાણી એનર્જી 8.5 ટકા, એનડીટીવી 8 ટકા, અદાણી પોર્ટ સેઝ, અદાણી એન્ટરપ્રાઇસ અને એસીસી 7 ટકા, અદાણી પાવર 5 ટકા, અંબુજા સિમેન્ટ 4.6 ટકા અને અદાણી વિલ્મર સવા 4 ટકા તૂટ્યા છે.

Advertisment

અદાણી કંપનીમાં રોકાણકારોને અધધધ નુકસાન

અદાણી ગ્રૂપની તમામ 10 કંપનીઓના શેરમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. આજે શેરબજાર બંધ થયા બાદ ગૌતમ અદાણી ની માલિકીની 10 લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટકેપ 1472011 કરોડ રૂપિયા (14.72 લાખ કરોડ રૂપિયા) રહી હતી. જ્યારે આગલા દિવસે અદાણી ગ્રૂપની કુલ માર્કેટકેપ 15.85 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં અધાણી ગ્રૂપ કંપનીના શેરધારકોની 1.13 લાખ કરોડ રૂપિયાની મૂડી ધોવાઇ ગઇ છે.

કંપનીનું નામ બંધ ભાવ ઘટાડો માર્કેટકેપ (₹ લાખ કરોડ)

adani companies stock price | adani share price | adani group | adani companies name | adani group marketcap
અદાણી ગ્રૂપની લિસ્ટેડ 10 કંપની શેરના બંધ ભાવ અને માર્કેટકેપ (13 માર્ચ, 2024)

શેરબજાર મહિનાને તળિયે, મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 5 ટકા તૂટ્યો

શેરબજાર સેન્સેક્સમાં 1100થી મોટો કડાકો બોલાતા હાહાકાર મચ્યો છે. ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકોમાં ટાટા કંપની અને પાવર સેક્ટરના શેરમાં ભારે વેચવાલીથી બેન્ચમાર્ક નિફ્ટી 22000ની નીચે ઉતરી ગયો હતો. તો બોર્ડર માર્કેટ મિડકેપ અને સ્મોલકેપમાં મંદી આગળ વધતા 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

શેરબજારમાં રોકાણકારોએ 13 લાખ કરોડથી વધુ ગુમાવ્યા

શેરબજારમાં સુનામીથી રોકાણકારોની મહિનાની કમાણી એક જ દિવસમાં ધોવાઇ ગઇ હતી. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 372.07 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે આગલા દિવસે શેરબજાર બીએસઇની કુલ માર્કેટ વેલ્યૂએશન 385.64 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં અધધધ… 13.57 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. તો રોકાણકારોને છેલ્લા ત્રણ દિવસમાં 20.74 લાખ કરોડથી વધુ નુકસાન થયું છે.

બિઝનેસ gautam adani શેર બજાર