/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/ie-Adani-2-1.jpg)
અદાણી ગ્રૂપ ફાઇલ ફોટો
Adani Group And International Holding Company Into Sirius JV: ગૌતમ અદાણી વધુ એક નવી કંપની શરૂ કરવા જઇ રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇસ દ્વારા શેર બજારને આપેલી જાણકારી અનુસાર અદાણી એન્ટરપ્રાઇસની પેટાકંપની અદાણી ગ્લોબલ લિમિટેડ, મોરેશિયસ, અબુધાબીની કંપની સાથે એક સંયુક્ત સાહસ એટલે કે જોઇન્ટ વેન્ચર બનાવી રહ્યા છે. આ નવા સાહસ મારફતે ગૌતમ અદાણી ભારતની ડિજિટલ ઇકોનોમીમાં પ્રવેશ કરશે.
અદાણી ગ્રૂપનું નવું સાહસ સિરિયસ ડિજિટેક ઈન્ટરનેશનલ લિમિટેડ (Adani Group New Joint Venture)
અદાણી એન્ટરપ્રાઈસે અબુધાબીની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC)ની સબસિડિયરી સિરિયસ ઈન્ટરનેશનલ હોલ્ડિંગની સાથે મળી જોઇન્ટ વેન્ચર બનાવ્યું છે. આ સંયુક્ત સાહસમાં અદાણી ગ્લોબલની 49 ટકા અને સિરિયલ ઈન્ટરનેશનલની 51 ટકા હિસ્સેદારી રહેશે. કંપનીઓ વચ્ચે નવા સાહસ માટે કરાર થયા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Gautam-Adani.jpg)
શેરબજારને આપેલી જાણકારી અનુસાર ગૌતમ અદાણીની આ નવી કંપનીનું નામ સિરિયસ ડિજિટેક ઈન્ટરનેશનલ લિમિટેડ ( Sirius Digitec International Limited) હશે. આ સંયુક્ત સાહસ અબુધાબીમાં શરૂ કરવામાં આવશે અને તે મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
અદાણી ગ્રૂપની સિરિયલ ડિજિટેક ક્યો બિઝનેસ કરશે
અદાણી એન્ટરપ્રાઇસે આપેલી જાણકારી અનુસાર નવું જોઇન્ટ વેન્ચર સિરિયલ ડિજિટેક ઈન્ટરનેશનલ લિમિટેડનું ડિજિટલ ટેક્નોલોજી સેક્ટરમાં કામગીરી કરશે. કંપનીનું લક્ષ્ય એઆઈ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને સિક્યોર્ડ બ્લોક ચેન પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને ફિનટેક, હેલ્થટેક અને ગ્રીનટેક સેક્ટરમાં ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવાનો છે. કંપનીએ જણાવ્યું છે કે, તેનો લક્ષ્ય ડિજિટલ ટેક્નોલોજી મારફતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીઝ તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
ભારતની ડિજિટલ ઇકોનોમી 1 લાખ કરોડ ડોલરે પહોંચશે (India Digital Economy AS Size)
ભારતમાં ડિજિટલ ઇકોનોમી રોકેટ ગતિથી વધી રહી છે. કંપનીએ જણાવ્યું કે, "સિરિયસ જોઇન્ટ વેન્ચર સિરિયસ અને અદાણીની વ્યૂહાત્મક આંતરદૃષ્ટિની વૈશ્વિક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કુશળતાનો લાભ ઉઠાવશે અને ભારતીય અર્થતંત્રના ડિજિટલાઇઝેશનમાં 175 અબજ ડોલરની તકનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. એક પ્રાથમિક અનુમાન મુજબ ભારતની ડિજિટલ ઇકનોમી વર્ષ 2030 સુધીમાં 1 લાખ કરોડ ડોલરને આંબી જશે.
આ પણ વાંચો | અદાણી પરિવાર અદાણી ગ્રીન એનર્જીમાં 9350 કરોડનું રોકાણ કરશે, જાણો શેર વર્ષના તળિયેથી કેટલો રિકવર થયો
અદાણી એન્ટરપ્રાઇસનો શેર ઘટ્યો (Adani Enterprises Share Price)
શેરબજારમાં સેન્સેક્સ - નિફ્ટીની રેકોર્ડ હાઇ લેવલ તરફથ આગેકૂચથી વિરુદ્ધ અદાણી એન્ટરપ્રાઇસના શેરમાં ઘટાડો નોંધાયો નોંધાયો હતો. આજે અદાણી એન્ટરપ્રાઇસનો 1.1 ટકા ઘટીને 2812 રૂપિયા બંધ થયો હતો. નોંધનિય છે કે, આજે શેરબજારમાં ટ્રેડિંગ સેશન દરમિયાન બીએસઇ સેન્સેક્સ 72484 અને એનએસઇ નિફ્ટી 21801ના ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us