Adani Green Stock: અદાણી ગ્રૂપનો આ શેર બનશે રોકેટ, ₹ 2550ના ઉંચા ટાર્ગેટ સાથે બ્રોકરેજ હાઉસ બુલિશ

Adani Group Companies Share Price: અદાણી ગ્રીન એનર્જી શેર માટે બાય રેટિંગ સાથે બ્રોકરેજ હાઉસ એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસે 2550 રૂપિયાનો ઊંચો ટાર્ગેટ આપ્યો છે. અદાણી ગ્રીન એનર્જી શેર 1 વર્ષમાં 92 ટકા વધ્યો છે.

Written by Ajay Saroya
September 17, 2024 09:02 IST
Adani Green Stock: અદાણી ગ્રૂપનો આ શેર બનશે રોકેટ, ₹ 2550ના ઉંચા ટાર્ગેટ સાથે બ્રોકરેજ હાઉસ બુલિશ
Adani Group Companies Share Price: અદાણી ગ્રૂપની 11 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. (Photo: Freepik)

Adani Group Companies Share Price: અદાણી ગ્રૂપના એનર્જી સ્ટોક અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) માટે બ્રોકરેજ હાઉસ એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસ પોઝિટિવ આઉટલૂક ધરાવે છે. બ્રોકરેજે અદાણી ગ્રીન એનર્જી શેર માટે બાય રેટિંગ આપ્યું છે. અદાણી ગ્રૂપની કંપનીએ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા હેઠળ 5 GW સૌર ઊર્જાના સપ્લાય માટે બિડ જીતવાની ઘોષણા કરી છે.

સ્થાનિક બ્રોકરેજએ MSEDCL બિડ માટે જાહેર કરાયેલ રૂ. 2.70 પ્રતિ kWh ના ફ્લેટ રેટને આકર્ષક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જીની સુરક્ષિત PPA ક્ષમતા હવે લગભગ 26 GW થઇ ગઇ છે.

Adani Green Energy Share Outlook: અદાણી ગ્રીન એનર્જી શેર માટે બ્રોકરેજ આઉટલૂક

બ્રોકરેજ હાઉસ એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસનું કહેવું છે કે અદાણી ગ્રીન એનર્જી એ તાજેતરમાં ટોટલ સાથે 50-50 JV કરાર કર્યો છે, જેમાં 1.15 GW ઓપરેશનલ અને અંડર-કન્સ્ટ્રક્શન એસેટ્સ – PPA અને વેપારી (SPV નામનું ARE64L) બંને આવરી લેવામાં આવ્યા છે.

બ્રોકરેજનું અમારું માનવું છે કે, આ સોદામાં એસેટ્સની વેલ્યૂ 60 મિલિયન રૂપિયા / મેગાવોટ કરતાં વધુ છે અને તેથી તે આકર્ષક લાગે છે. AGEL એ તાજેતરમાં 75 કરોડ ડોલરના મૂલ્યની હોલ્ડકો નોટ્સ પર રીડિમ કરી છે. કંપનીના CFO ફુંટસોક વાંગ્યાલે રાજીનામું આપ્યું છે અને સૌરભ શાહ (હાલમાં અદાણી એન્ટરપ્રાઇઝના ડેપ્યુટી CFO)ને નવા CFO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Gautam Adani, Adani Group
ગૌતમ અદાણી (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Adani Green Energy Share Price Target: અદાણી ગ્રીન એનર્જી શેર ભાવ ટાર્ગેટ

બ્રોકરેજ હાઉસે અદાણ ગ્રીન એનર્જી સ્ટોક માટે 2550 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્યાંક સાથે રોકાણ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજે તેના FY25E/26E/27E EPSને 4%/2%/1% સુધી વધારી દીધો છે.

બ્રોકરેજ હાઉસ કહે છે કે, નોન સોલાર ઓવર્સ દરમિયાન પણ સ્થિર વીજ પુરવઠાને ડિસ્કોમ દ્વારા આપવામાં આવતી પ્રાધાન્યતા જોતાં, FDRE, RE+BESS/પમ્પ્ડ હાઇડ્રો વગેરે ઉપરાંત હાઇબ્રિડ બિડને વધુ વેગ મળવો જોઈએ. અને અદાણી પાવર સાથે અદાણી ગ્રીન એનર્જીને આ ગતિશીલતાનો લાભ મળવાની અપેક્ષા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદાણી પાવરે રૂ. 4.08/kWh દર પર બિડ કરી છે, જે મહારાષ્ટ્રના રૂ. 4.97ના APPC રેટ કરતાં ઓછી છે. આ વિજેતા બિડમાં સોલાર CUF રેટ 24 ટકા અને થર્મલ PLF 85 ટકા હોવો જોઈએ. અદાણી ગ્રીન એનર્જીની જેસલમેર હાઇબ્રિડ એસેટ પહેલેથી જ માર્ચ-2023થી મુંબઈને પાવર સપ્લાય કરી રહી છે અને આગામી કેટલાક વર્ષો માટે રાજ્ય પાસે આક્રમક આરપીઓ લક્ષ્યાંક છે.

અદાણી ગ્રીન એનર્જી : 1 વર્ષમાં 92% મજબૂત

અદાણી ગ્રીન એનર્જીનો શેર 16 સપ્ટેમ્બર, 2024 ના રોજના બીએસઇ ઉપર 8 ટકા વધી 1930 રૂપિયા બંધ થયો હતો. તેણે ઈન્ટ્રા ડેમાં 1940 રૂપિયાની ટોચ બનાવી હતી. અદાણી ગ્રીન એનર્જી શેર 1 વર્ષમાં 92 ટકા વધ્યો છે. તો 5 વર્ષમાં આ શેર 3629 ટકા ઉછળ્યો છે.

આ પણ વાંચો | અદાણી ગ્રૂપ બાંગ્લાદેશ વચ્ચેના વીજ કરારની યુનુસ સરકાર તપાસ કરશે, પડોશી દેશ પાસેથી ₹ 4200 કરોડના લેણાં બાકી

(Disclaimer: શેર અંગેના મંતવ્યો અથવા સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવે છે. આ gujarati.indianexpress.com ના અંગત મંતવ્ય નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ