Adani Group : અદાણી ગ્રીનમાં વિદેશી કંપની 70 કરોડ ડોલરનું રોકાણ કરવા ઉત્સુક, ગૌતમ અદાણી સાથે વાટાઘાટો શરૂ : રિપોર્ટ

Adani Green TotalEnergies investment : મીડિયા રિપોર્ટ અનુસાર ટોટલ એનર્જી તેના ક્લીન એનર્જી પોર્ટફોલિયોને વિસ્તારવા માટે અદાણી ગ્રીન એનર્જીના પ્રોજેક્ટ્સમાં આશરે 70 કરોડ ડોલરનું રોકાણ કરી શકે છે

Written by Ajay Saroya
September 15, 2023 16:14 IST
Adani Group : અદાણી ગ્રીનમાં વિદેશી કંપની 70 કરોડ ડોલરનું રોકાણ કરવા ઉત્સુક, ગૌતમ અદાણી સાથે વાટાઘાટો શરૂ : રિપોર્ટ
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

TotalEnergies to invest in Adani Green projects : ગૌતમ અદાણીની માલિકીની અદાણી ગ્રીન પ્રોજેક્ટમાં એક વિદેશી કંપની રોકાણ કરી શકે છે. એક મીડિયા અહેવાલ અનુસાર અદાણી ગ્રીનના પ્રોજેક્ટ્સમાં 70 કરોડ ડોલરનું રોકાણ કરવા માટે ટોટલ એનર્જી વાટાઘાટ કરી રહી છે. ટોટલ એનર્જી તેના ક્લીન એનર્જી પોર્ટફોલિયોને વિસ્તારવા માટે અદાણી ગ્રીન એનર્જીના પ્રોજેક્ટ્સમાં આશરે આ જંગી મૂડીરોકાણ કરી શકે છે.બ્લૂમબર્ગ ન્યૂઝે તેના એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે, જાન્યુઆરીમાં શોર્ટ-સેલરના આક્ષેપના પગલે અદાણી ગ્રૂપના શેરમાં ધરખમ કડાકા બાદ શું આ પ્રથમ સોદો શું હોઈ શકે છે.

ફ્રાન્સની ઓઇલ કંપની તેના ક્લિન એનર્જી પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે પ્રોજેક્ટ્સમાં આશરે 70 કરોડ ડોલરનું રોકાણ કરી શકે છે.

અલબત્ત હજી સુધી ટોટલ એનર્જી અને અદાણી ગ્રૂપ દ્વારા આ મામલે કોઇ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

નોંધનિય છે કે, જાન્યુઆરી 2023માં યુએસ શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર શેર બજારમાં ગેરરીતિ અને નાણાંકીય કૌભાંડના આક્ષેપો કર્યા બાદ ગ્રૂપના સંયુક્ત માર્કેટ વેલ્યૂએશનમાં લગભગ 150 અબજ ડોલરનું ધોવાણ થયુ હતું.

શુક્રવારે અદાણી ગ્રીનો શેર બીએસઇ પર 2.23 ટકા વધીને 1006.20 રૂપિયા બંધ થયો હતો.

સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, 30 જૂન સુધીમાં ટોટલ એનર્જી પાસે અદાણી ગ્રીનનો લગભગ 20% અને અદાણી ગેસનો 37.4% હિસ્સો હતો. ગુરુવારના અંત સુધીમાં ટોટલ એનર્જીના રોકાણનું મૂલ્ય લગભગ 3.7 અબજ ડોલર હતુ.

પાછલા વર્ષે ટોટલ એનર્જીઝના સીઇઓ પૌયાને જણાવ્યું હતું કે અદાણી ગ્રીનનો હિસ્સો 2 અબજ ડોલરમાં ખરીદવામાં આવ્યો હતો, જેનું મૂલ્ય 2022ના અંતમાં વધીને 10 અબજ ડોલર થવાનો અંદાજ છે.

આ પણ વાંચો | અદાણી ગ્રૂપ કેસમાં મહત્વપૂર્ણ તથ્યો છુપાવવાનો સેબી પર આક્ષેપ, અરજકર્તાનું સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ

ફેબ્રુઆરીમાં, ટોટલએનર્જીએ જણાવ્યું હતું કે તેણે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે અદાણી સાથેની ભાગીદારી વધારવા માટે ગયા વર્ષે જાહેર કરાયેલા કરાર પર હજુ સુધી હસ્તાક્ષર કર્યા નથી.

અદાણી ગ્રીને જુલાઈમાં કહ્યું હતું કે તેણે લાયક સંસ્થાકીય પ્લેસમેન્ટ દ્વારા 123 અબજ રૂપિયા (1.48 અબજ ડોલર) એકત્ર કરવાની મંજૂરી આપી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ