Ambuja Cement Acquire Penna Cement: અદાણી ગ્રૂપ ચોથી સિમેન્ટ કંપની હસ્તગત કરશે. ગૌતમ અદાણીની માલિકીની અંબુજા સિમેન્ટ 10422 કરોડમાં પેન્ના સિમન્ટ કંપનીને ટેકઓવર કરશે. અંબુજા સિમેન્ટે સ્ટોક માર્કેટ એક્સચેન્જ બીએસઇને એક નોટિફિકેશનમાં આ જાણકારી આપી છે. અત્રે નોંધનિય છે કે, અદાણી ગ્રૂપ છેલ્લા ત્રણેક વર્ષથી સિમેન્ટ બિઝનેસમાં પગપેસારો કરી રહ્યું છે. પેન્ન સિમેન્ટના એક્વિઝિશન સાથે અદાણી ગ્રૂપ પાસે 4 સિમેન્ટ કંપની હશે.
અદાણી ગ્રૂપ: અંબુજા સિમેન્ટ 10422 કરોડમાં પેન્ના સિમેન્ટ કંપની ખરીદશે
અદાણી ગ્રૂપની માલિકીની અંબુજા સિમેન્ટ 10422 કરોડમાં પેન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (પીસીઆઈએલ)માં 100 ટકા હિસ્સો હસ્તગત કરશે. અંબુજા સિમેન્ટે સ્ટોક એક્સેચન્જને એક ફાઇલિંગમાં જણાવ્યું છે કે, આ એક્વિઝિશનની પ્રક્રિયા 3 થી 4 મહિનામાં પૂર્ણ થશે. આ એક્વિઝિશન માટે સંપૂર્ણપણે આંતરિક નાણાકીય સ્ત્રોતમાંથી ભંડોળ પૂરું પાડવામાં આવશે.
અદાણી ગ્રૂપની માલિકીની ચોથી સિમેન્ટ કંપની બનશે
પેન્ના સિમેન્ટના અધિગ્રહણ સાથે અદાણ ગ્રૂપની માલિકીની સિમેન્ટ કંપનીઓની સંખ્યા 4 થઇ જશે. નોંધનિય છે કે, લગભગ ત્રણેક વર્ષ પહેલા અદાણી ગ્રૂપે અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડમાં બહુમત હિસ્સો ખરીદ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ 2024માં અદાણી ગ્રૂપે અંબુજા સિમેન્ટ લિમિટેડ દ્વારા સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં 5000 કરોડની એન્ટરપ્રાઇસ વેલ્યૂમાં બહુમતી હિસ્સો ખરીદવાનો ઘોષણા કરી હતી. આ ડીલ હેઠળ અંબુજા સિમેન્ટે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટર ગ્રૂપ રવિ સાંઘી અને પરિવાર પાસેથી 56.74 ટકા શેર હસ્તગત કર્યા હતા.
અદાણી ગ્રૂપની દક્ષિણ ભારનતા સિમેન્ટ માર્કેટ પર નજર
અદાણી ગ્રૂપ સિમેન્ટ સેક્ટરમાં આક્રમક રીતે પગપેસારો કરી રહ્યું છે. અદાણી ગ્રૂપની દક્ષિણ ભારતના સિમેન્ટ માર્કેટ પર નજર છે. પેન્ના સિમેન્ટ કંપનીના અધિગ્રહણ થી અંબુજા સિમેન્ટને દક્ષિણ ભારતમાં તેની બજાર હાજરી વધારવામાં અને સિમેન્ટ ઉદ્યોગમાં સમગ્ર ભારતમાં અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરવામાં મદદ મળશે. પીસીઆઈએલનું વ્યૂહાત્મક સ્થાન અને પર્યાપ્ત ચૂનાના પત્થરોનો ભંડાર ડિબોટલનેકિંગ અને વધારાના રોકાણ દ્વારા સિમેન્ટની ક્ષમતા વધારવાની તક પૂરી પાડે છે.
PCIL પાસે 14 MTPA સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા
પેન્ના સિમેન્ટ પાસે 14 MTPA સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા છે, જેમાંથી 10 MTPA કાર્યરત છે, અને બાકીનું કૃષ્ણપટ્ટનમ (2 MTPA) અને જોધપુર (2 MTPA) ખાતે બાંધકામ હેઠળ છે અને તે 6 થી 12 મહિનામાં પૂર્ણ થશે. લગભગ 90% સિમેન્ટ ક્ષમતા રેલ્વે સાઇડિંગ્સ સાથે આવે છે, અને કેટલીક કેપ્ટિવ પાવર પ્લાન્ટ્સ અને વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ્સ દ્વારા સપોર્ટેડ છે. વધુમાં, જોધપુર પ્લાન્ટમાં સરપ્લસ ક્લિંકર 14 MTPA થી વધુ 3 MTPA સિમેન્ટ ગ્રાઇન્ડીંગ ક્ષમતાને સમર્થન આપશે.

સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે
સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા પણ સામે અદાણી ગ્રૂપના શેરમાં નરમાઇ જોવા મળી હતી. સેન્સેક્સ 77145 ઇન્ટ્રા-ડે રેકોર્ડ ટોચ બનાવી સેશનના અંતે 204 પોઇન્ટ વધી 76810 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 23481 ઓલટાઇમ હાઇ થઇ અંતે 76 પોઇન્ટ વધી 23398 બંધ થયો હતો. શેરબજારની મર્કેટકેપ 431.67 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
અદાણી ગ્રૂપ કંપનીના શેર નરમ
શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઇ થયા હતા જો કે સામે અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં નરમાઇનો માહોલ હતો. ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની શેરબજારમાં 11 લિસ્ટેટ કંપની છે, જેમા 6 કંપનીના શેર ઘટ્યા હતા. સૌથી વધુ અદાણી ગ્રૂપ એનર્જીનો શેર 1.7 ટકા તૂટ્યો હતો. જો કે સામે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 10 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
આ પણ વાંચો | નિર્મલા સીતારમન મોદી 3.0 સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે, બનાવશે 1 સાથે 3 રેકોર્ડ, જાણો બધું જ
કંપનીનું નામ બંધ ભાવ વધ/ઘટ સાંઘી ઈન્ડસ્ટ્રીઝ ₹ 103 +10.00% એનડીટીવી ₹ 238 +1.91% અદાણી પોર્ટ સેઝ ₹ 1404 +0.72% એસીસી લિમિટેડ 2634 +0.41% અદાણી એન્ટરપ્રાઇસ ₹ 3224 +0.26% અદાણી ગ્રીન એનર્જી ₹ 1797 -1.68% અદાણી પાવર ₹ 753 -1.05% અંબુજા સિમેન્ટ ₹ 664 -0.63% અદાણી ટોટલ ગેસ ₹ 945 -0.63% અદાણી એનર્જી સોલ્યુશન ₹ 1017 -0.28% અદાણી વિલ્મર ₹ 344 -0.04%





