અદાણી ગ્રૂપની આ કંપની આપશે 75 ટકા ડિવિડન્ડ, એક વર્ષમાં શેર 62 ટકા વધ્યો

ACC Ltd dividend: ગૌતમ અદાણી ગ્રૂપની માલિકીની સિમેન્ટ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 4 ગણો નફો કર્યો છે. ત્રિમાસિક પરિણામ સાથે કંપનીએ ઇક્વિટી શેર દીઠ 7.5 રૂપિયા ડિવિડન્ડ આપવાની ઘોષણા કરી છે.

ACC Ltd dividend: ગૌતમ અદાણી ગ્રૂપની માલિકીની સિમેન્ટ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 4 ગણો નફો કર્યો છે. ત્રિમાસિક પરિણામ સાથે કંપનીએ ઇક્વિટી શેર દીઠ 7.5 રૂપિયા ડિવિડન્ડ આપવાની ઘોષણા કરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Adani Group Stocks: અદાણી ગ્રૂપના રોકાણકારો માટે ખુશખબર, હિંડનબર્ગના આંચકા બાદ 6 શેર સંપૂર્ણ રિકવર

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીની અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. (Express Photo)

ACC Ltd Dividend: ગૌતમ અદાણી ગ્રૂપની સિમેન્ટ કંપનીએ શેરધારકોને 75 ટકા ડિવિડન્ડ આપવાની ઘોષણા કરી છે. સિમેન્ટ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં ચાર ગણો નફો કર્યો છે. છેલ્લા એક વર્ષમાં આ કંપનીના શેરમાં રોકાણકારોને 62 ટકા રિટર્ન મળ્યું છે. તમને જણાવી દઇયે કે, અદાણી ગ્રૂપે વર્ષ 2022માં બે સિમેન્ટ કંપનીઓ હસ્તગત કરી હતી.

એસીસી લિમિટેડનો નફો 4 ગણો વધ્યો (ACC Results)

એસીસી લિમિટેડ અદાણી ગ્રૂપની માલિકીની લિસ્ટેડ કંપની છે. એસીસી કંપની સિમેન્ટ બિઝનેસમાં કાર્યરત છે. એસીસી લિમિટેડ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 4 ગણો નફો કર્યો છે. માર્ચ ક્વાર્ટર 2024મા કંપનીએ 945 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો કર્યો છે જ્યારે અગાઉ નેટ પ્રોફિટ 236 કરોડ રૂપિયા હતો. કંપનીની ઓપરેટિંગ રેવન્યૂ વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરના 4791 કરોડ રૂપિયાની સામે 13 ટકા વધીને આ વખતે 5398 કરોડ રૂપિયા થઇ છે. કંપનીએ જણાવ્યું કે, માર્ચ ક્વાર્ટરમાં સિમેન્ટનું વોલ્યૂમ ગ્રોથ વધીને 7 - 8 ટકા રહ્યું છે.

Adani group | Adani Company | Guatam Adani group | Adani share Price | adani enterprises
અદાણી ગ્રૂપ એ ગૌતમ અદાણીની માલિકીનું ઉદ્યોગ સમૂહ છે. (Express Photo)

એસીસી લિમિટેડ શેર 75 ટકા ડિવિડન્ડ આપશે (ACC Ltd Dividend)

એસીસી લિમિટેડ કંપનીએ માર્ચ ક્વાર્ટરના પરિણામની ઘોષણા સાથે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એસીસી લિમિટેડ 10 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા એક ઇક્વિટી શેર દીઠ 75 ટકા ડિવિડન્ડ આપવાની ઘોષણા કરી છે. જો ટકાવારીમાં વાત કરીયે તો એસીસીના શેરધારકોને ઇક્વિટી શેર દીઠ 7.5 રૂપિયા ડિવિડન્ડ મળશે. હવે ડિવિડન્ડ પેઆઉટ માટે કંપની શેરધારકો પાસેથી મંજૂરી મેળવશે.

આ પણ વાંચો | દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની પત્ની કોણ છે? જાણો શું કામ કરે છે? કેટલી છે નેટવર્થ?

એસીસી લિમિટેડનો શેર વધ્યો (ACC Ltd Share Price)

એસીસી લિમિટેડનો શેર પ્રોત્સાહક પરિણામ બાદ વધીને બંધ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર એસીસી લિમિટેડનો શેર ટ્રેડિંગ સેશન દરમિયાન 2610 રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી કામકાજના અંતે લગભગ 1 ટકા જેટલો વધી 2580 રૂપિયા બંધ થયો હતો. આ શેરમાં 28 એપ્રિલ, 2023ના રોજ વર્ષનો નીચો ભાવ 1704 રૂપિયા બન્યો હતો. આમ છેલ્લા એક વર્ષમાં આ શેરમાં રોકાણકારોને 62 ટકા રિટર્ન મળ્યું છે. નોંધનિય છે કે, સપ્ટેમ્બર 2022માં ગૌતમ અદાણી એ એસીસી લિમિટેડનું એક્વિઝિશન પૂર્ણ કર્યું હતું. એસીસી લિમિટેડ ઉપરાંત અંબુજા સિમેન્ટની માલિકી પણ અદાણી ગ્રૂપ પાસે છે.

Advertisment
gautam adani Investment બિઝનેસ શેર બજાર