Adani Group: અદાણી ગ્રૂપ કંપનીઓમાં પ્રમોટર દ્વારા 23000 કરોડનું રોકાણ, શું રોકાણકાર માટે પ્રમોટર શેરહોલ્ડિંગ વધવું સારી બાબત છે?

Adani Group Companies Promoters Shareholding: જૂન ક્વાર્ટર 2024 દરમિયાન પ્રમોટર દ્વારા 5 અદાણી ગ્રૂપ 5 કંપનીમાં શેરહોલ્ડિંગ વધારવામાં આવ્યું છે. બીજી બાજુ વિદેશી રોકાણકારોએ ઉંચા ભાવે અદાણી કંપનીના શેર વેચી રોકડી કરી છે.

Written by Ajay Saroya
Updated : July 19, 2024 16:49 IST
Adani Group: અદાણી ગ્રૂપ કંપનીઓમાં પ્રમોટર દ્વારા 23000 કરોડનું રોકાણ, શું રોકાણકાર માટે પ્રમોટર શેરહોલ્ડિંગ વધવું સારી બાબત છે?
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. (Express Photo)

Adani Group Companies Promoters Shareholding: અદાણી ગ્રૂપ કંપની વિશે એક મોટા સમાચાર આવ્યા છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપ પ્રમોટર કંપનીમાં શેરહોલ્ડિંગ વધારવા પ્રયત્નશીલ છે. તાજેતરના શેરહોલ્ડિંગના આંકડા મુજબ એપ્રિલ થી જૂન 2024 ત્રિમાસિક દરમિયાન અદાણી ગ્રૂપ દ્વારા 5 કંપનીઓમાં શેરહોલ્ડિંગ વધારવામાં આવ્યું છે. તો બીજી બાજુ વિદેશી રોકાણકારોએ અદાણી ગ્રૂપના શેર વેચ્યા છે. અદાણી ગ્રૂપ કંપનીમાં પ્રમોટર્સના શેરહોલ્ડિંગમાં વધારો અને એફઆઈઆઈની વેચવાલી રોકાણકારો કેટલું મહત્વ ધરાવે છે ચાલો જાણીયે

અદાણી ગ્રૂપ પ્રમોટરે 5 કંપનીમાં શેરહોલ્ડિંગ વધાર્યું

મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ અદાણી ગ્રૂપની 5 કંપની – અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, અંબુજા સિમેન્ટ, અદાણી પાવર અને અદાણી ગ્રીનમાં પ્રમોટર્સ દ્વારા જૂન ક્વાર્ટર દરમિયાન 23000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ એસીસી, અદાણી પોર્ટ્સ સેઝ, અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલ્મર કંપનીના પ્રમોટર્સ શેરહોલ્ડિંગમાં કોઇ ફેરફાર થયો નથી.

BSE Sensex | Adani Group Share Price | Adani Ports In BSE Sensex | Indian Share Market
અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજાર બીએસઇ પર લિસ્ટેડ છે.

અદાણી ગ્રૂપ કંપનીમાં પ્રમોટર્સ શેરહોલ્ડિંગ વધવાનો શું અર્થ છે?

કોઇ પણ ગ્રૂપ કંપનીમાં પ્રમોટર્સ દ્વારા શેરહોલ્ડિંગમાં વધારો સકારાત્મક માનવામાં આવે છે. તેનાથી વિપરિત પ્રમોટર્સ શેરહોલ્ડિંગમાં ઘટાડો સારી બાબત ગણાતી નથી. એક સ્વતંત્ર એનાલિસ્ટ અજય બોડકેના મતે પ્રમોટર્સ કંપનીમાં શેરહોલ્ડિંગ વધારવું શેર માટે પોઝિટિવ છે કારણ કે આ બાબત દર્શાવે છે કે પ્રમોટર્સને કંપનીના લોંગ ટર્મ ગ્રોથ પર વિશ્વાસ છે.

અંબુજા સિમેન્ટમાં રોકાણ યોજના પૂર્ણ

ગૌતમ અદાણી દ્વારા અંબુજા સિમેન્ટને ટેકઓવર કરવામાં આવી છે. અંબુજા સિમેન્ટમાં પ્રમોટર્સ ગ્રૂપનું શેરહોલ્ડિંગ 3.59 ટકા વધીને 70.33 ટકા થયું છે. એપ્રિલમાં કંપનીએ ખુલાસો કર્યો હતો કે, અદાણી પાવર કંપનીએ કેપિસિટિ વિસ્તરણ માટે 8339 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ. ઓક્ટોબર 2022માં અદાણી પરિવારે 5 હજાર કરોડ રૂપિયા અને ત્યારબાદ માર્ચ 2024માં 6661 કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. આ મુજબ તબક્કાવાર રોકાણ મારફતે અંબુજા સિમેન્ટમાં 20 કરોડ રૂપિયાની રોકાણ યોજના પૂર્ણ કરી છે.

અદાણી ગ્રૂપ કંપનીમાં પ્રમોટર્સ શેરહોલ્ડિંગ

કંપનીનું નામજૂન 2024માર્ચ 2024તફાવત
અંબુજા સિમેન્ટ70.33%66.74%3.59%
અદાણી એન્ટરપ્રાઇઝ74.72%72.61%2.11%
અદાણી ગ્રીન એનર્જી57.52%56.37%1.15%
અદાણી પાવર72.71%71.75%0.96%
અદાણી એનર્જી સોલ્યુશન્સ74.94%73.22%1.72%
એસીસી56.69%56.69%
અદાણી પોર્ટસ સેઝ65.89%65.89%
અદાણી ટોટલ ગેસ74.80%74.80%
અદાણી વિલ્મર87.87%87.87%

અદાણી કંપનીના શેર વેચી વિદેશી રોકાણકારોએ કરી રોકડી

ગૌતમ અદાણી હસ્તકની અદાણી કંપનીમાં પ્રમોટર્સ ગ્રૂપે શેરહોલ્ડિંગ વધાર્યું છે તો બીજી બાજુ વિદેશી રોકાણકારોએ શેર વેચી હિસ્સેદારી ઘટાડી છે. રાજીવ જૈનના GQG પાર્ટનર્સે અદાણી પાવરના 244 કરોડ રૂપિયાની મૂલ્યના 34 લાખ શેર અને એસીસીના 240 કરોડ રૂપિયાની મૂલ્યના 35.73 લાખ શેર વેચ્યા છે.

Gautam Adani | Adani Group | Adani Group Share Price
Gautam Adani : ગૌતમ અદાણી ગુજરાતી ઉદ્યોગપતિ અને ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. (Photo – adani.com)

અદાણી ગ્રૂપ કંપનીમાં FII શેરહોલ્ડિંગ

અદાણી કંપનીનું નામજૂન ક્વાર્ટર 2024માર્ચ ક્વાર્ટર 2024તફાવત
અદાણી એન્ટરપ્રાઇઝ11.73%14.41%-2.68%
અદાણી એનર્જી15.53%17.49%-1.96%
અંબુજા સિમેન્ટ9.59%11.09%-1.50%
અદાણી ગ્રીન એનર્જી16.91%18.15%-1.24%
અદાણી પાવર14.73%15.91%-1.18%
એસીસી5.64%6.17%-0.53%
અદાણી ટોટલ ગેસ12.96%13.13%-0.17%
એનડીટીવી0.09%0.14%-0.05%
અદાણી વિલ્મર0.73%0.77%-0.04%
અદાણી પોર્ટ્સ સેઝ15.18%14.97%+0.21%

આ પણ વાંચો | કોણ છે ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ? ડોક્ટર માંથી બિઝનેસમેન બન્યા હવે ચલાવે છે 20852 કરોડની કંપની

અદાણી એન્ટરપ્રાઇઝ કંપનીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકાર એટલે કે એફઆઈઆઈની હિસ્સેદારી 14.41 ટકાથી ઘટી 11.73 ટકા થઇ છે. તેવી જ રીતે વિદેશી રોકાણકારોનું શેરહોલ્ડિંગ અદાણી એનર્જી સોલ્યુશન્સમાં 17.49 ટકાથી ઘટી 15.53 ટકા, અંબુજા સિમેન્ટમાં 11.09 ટકા થી ઘટી 9.59 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 18.15 ટકા થી ઘટી 16.91 ટકા અને એસીસીમાં 6.17 ટકા થી ઘટી 5.64 ટકા થયું છે. અદાણી ટોટલ ગેસ, એનડીટીવી અને અદાણી વિલ્મરમાં હિસ્સેદારી નજીવી ઘટી છે. અલબત્ત બીજી બાજુ અદાણી પોર્ટ્સમાં 0.21 ટકા હિસ્સેદારી વધી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ