ગૌતમ અદાણીના અમેરિકન મિત્ર અને GQG પાર્ટનર્સના ચીફ રાજીવ જૈને અદાણી ગ્રૂપ વિશે મહત્વનું નિવેદન આપ્યું છે. આ વખતે જૈન સીધા જ મોદી સરકાર લાવ્યા અને અદાણીને ટેકો આપ્યો છે. તેમણે સ્પષ્તા કરી કે, મોદી સરકાર સત્તામાં રહે કે ન રહે, અદાણી જૂથની કંપનીઓ હંમેશા મજબૂત રહેશે.
વાસ્તવમાં રાજીવ જૈનના નિવેદનને ગંભીરતાથી લેવાની જરૂર છે. રાજીવ જૈને માર્ચ મહિનાથી ગૌતમ અદાણી જૂથની કંપનીઓના શેરોમાં 2.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ત્યારથી અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં સુધારો થવા લાગ્યો છે. હાલમાં અદાણી ગ્રૂપની માર્કેટ વેલ્યૂએશન 10 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ રોકાણકારોનો અદાણી ગ્રૂપ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. આ સમયગાળા દરમિયાન જ રાજીવ જૈને રોકાણ કરવાનું શરૂ કર્યું હતું અને રોકાણકારો પાસે જૂથમાં વિશ્વાસ રાખવાનું સારું કારણ હતું.
ભારતીય કંપનીઓમાં 13 અબજ ડોલરનું રોકાણ
રાજીવ જૈને માત્ર અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં જ રોકાણ નથી કર્યું પરંતુ દેશની ઘણી કંપનીઓમાં પણ તેમનું મોટું રોકાણ છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ રાજીવ જૈને દેશમાં વિવિધ કંપનીઓના શેરોમાં 13 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તેમણે જે કંપનીઓમાં રોકાણ કર્યું છે તેની વાત કરીએ તો આઈટીસી, સન ફાર્મા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં પણ મોટું રોકાણ કર્યું છે.
અદાણીનો ક્રેઝ યથાવત રહેવાની શક્યતા
હવે તેઓ ભારતમાં વધુ રોકાણ કરવા માગે છે. તેમણે અદાણી ગ્રૂપની કંપનીઓમાં વિશ્વાસ દર્શાવવાનું ચાલુ રાખ્યું છે અને અદાણીની કંપનીઓમાં કોઈ પણ પ્રકારનું જોખમ હોવાનો ઈન્કાર કર્યો છે. રાજીવ જૈને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતમાં મોદી સરકાર સત્તામાં રહે કે ન રહે, અદાણી ગ્રુપની કંપનીઓ વિકાસ કરતી રહેશે. તેમને ભારતમાં ખાનગી બેંકો, આઈટી કંપનીઓ અને ગ્રાહક કંપનીઓમાં પૂરો વિશ્વાસ છે. તેમણે તેમના ઈન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહ્યું હતું કે હવે ઈન્ફ્રા દેશના વિકાસમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરી શકે છે.
આ પણ વાંચોઃ અદાણી હિંડનબર્ગ વિવાદની અસર : ગૌતમ અદાણીએ 3110 કરોડનો ટોલ રોડ ખરીદવાનો સોદો રદ કર્યો
ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં અદાણીનું મોટું યોગદાન
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો હતો. રોકાણકારોને વિશ્વાસ સંપૂર્ણપણે ઉઠી ગયો હતો. ત્યારે રાજીવ જૈને અદાણી ગ્રૂપના શેર્સમાં રૂ. 15,000 કરોડનું રોકાણ કર્યું હતું. માર્ચથી રાજીવ જૈને અદાણી ગ્રૂપના શેર્સમાં 2.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તેમણે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું કે અદાણી ગ્રુપે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમને મોદી સરકાર સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે મોદી સરકાર સત્તામાં રહે કે ન રહે, અદાણીની કંપનીઓની સદ્ધરતા પર કોઈ અસર થશે નહીં.
Disclaimer : આ આર્ટિકલ લોકસત્તા પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.





