અદાણી ગ્રૂપના તમામ શેર તૂટ્યા, અમેરિકામાં નવી તપાસથી ગૌતમ અદાણીની મુશ્કેલી વધી; જાણો શું છે મામલો

Adani Group Companies Share Crash After US Briery Probe : અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ 10 કંપનીના શેરમાં 5 ટકા સુધીનો કડાકો બોલાયો છે. ઉપરાંત અદાણીના ડોલર બોન્ડમાં છ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જાણો સમગ્ર મામલો

Written by Ajay Saroya
March 18, 2024 16:12 IST
અદાણી ગ્રૂપના તમામ શેર તૂટ્યા, અમેરિકામાં નવી તપાસથી ગૌતમ અદાણીની મુશ્કેલી વધી; જાણો શું છે મામલો
ગૌતમ અદાણીના માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. (Express photo by Nirmal Harindran)

Adani Group Companies Share Crash After US Briery Probe : અદાણી ગ્રૂપ કંપનીઓના તમામ શેરમાં ફરી મંદીનો માહોલ જોવા મળ્યો છે. ગૌતમ અદાણીની માલિકીની શેરબજારમાં લિસ્ટેડ તમામ 10 કંપનીઓના શેર વેચવાલીના દબાણથી ઇન્ટ્રા-ડે પાંચ ટકા સુધી તૂટ્યા હતા. શેર ઉપરાંત અદાણી ગ્રૂપના ડોલર બોન્ડમાં છ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. અદાણી ગ્રૂપ સામે ફરી લાંચ મામલે તપાસના અહેવાલથી સેન્ટિમેન્ટ ખરડાયું છે. જાણો શું છે સમગ્ર મામલો

અદાણી ગ્રૂપ વિરુદ્ધ લાંચ કેસનો શું છે મામલો

બ્લૂમબર્ગની ન્યૂઝ રિપોર્ટ અનુસાર અમેરિકાની સરકારે લાંચના આશંકામાં અદાણી ગ્રૂપ સંબંધિત તપાસનો દાયરો વધાર્યો છે. અમેરિકાની તપાસ એજન્સી એ વાતની તપાસ કરી રહી છે કે, અદાણી ગ્રૂપની એક કંપની કે અદાણી સહિત કંપનીના અન્ય વ્યક્તિઓ ભારતમાં એક એનર્જી પ્રોજેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવામાં સામેલ છે કે નહીં. અમેરિકન તપાસ એજન્સીના અહેવાલ બાદ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ ફર્મ અદાણી એન્ટરપ્રાઇસિસ સહિત તમામ કંપનીઓના શેર તૂટ્યા હતા.

Gautam Adani | Adani Group
Gautam Adani : ગૌતમ અદાણી ગુજરાતી ઉદ્યોગપતિ અને ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. (Photo – adani.com)

અદાણી ગ્રૂપે શું કહ્યું?

મની કન્ટ્રોલના એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમે પોતાના ચેરમેનની વિરુદ્ધ કોઇ તપાસની જાણકારી મળી નથી. એક ગ્રૂપ બિઝનેસ તરીકે અમે કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચત્તમ માનાંકો સાથે કામ કરીયે છીએ. અમે ભારત અને અન્ય દેશોમાં ભ્રષ્ટાચાર વિરોધી અને લાંચ વિરોધી કાયદાને આધિન છીએ અને અમે તેનું સંપૂર્ણપણે પાલન કરીયે છીએ.

નોંધનિય છે કે, જાન્યુઆરી 2023માં યુએસ શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપ કંપનીઓ સામે શેરમાં સટ્ટાકીય પ્રવૃત્તિ અને નાણાંકીય ગેરરીતિના આક્ષેપના એક વર્ષ બાદ આ નવો વિવાદ સર્જાયો છે.

Adani Group Share | Adani Group Companies | Gautam Adani | Adani Group Marketcap | Gautam Adani | Adani Gas
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. (Express Photo)

અદાણી ગ્રૂપ શેરમાં ઘટાડો

કંપનીનું નામબંધ ભાવઘટાડો
અદાણી ટોટલ ગેસ9474.35% ટકા
અદાણી એનર્જી સોલ્યુશન10093.40 ટકા
અંબુજા સિમેન્ટ5852.71 ટકા
એસીસી લિમિટેડ24412.47 ટકા
અદાણી ગ્રીન એનર્જી18701.67 ટકા
એનડીટીવી2142.08 ટકા
અદાણી વિલ્મર3372.05 ટકા
અદાણી પોર્ટ સેઝ12671.24 ટકા
અદાણી એન્ટરપ્રાઇસ31100.71 ટકા
અદાણી પાવર5290.35%
(નોંધ : અદાણી ગ્રૂપ કંપનીઓના શેર ભાવ બીએસઇ – તારીખ 18 માર્ચ, 2024)

આ પણ વાંચો | ભારતના ટોચના 10 ધનિકમાં માત્ર એક મહિલા, અંબાણી અને અદાણી બંનેમાંથી કોણ સૌથી ધનવાન? જુઓ યાદી

અમેરિકન એજન્સી દ્વારા લાંચ મામલે તપાસના અહેવાલથી વોલેટાઇલ માર્કેટમાં અદાણી ગ્રૂપના તમામ શેર 5 ટકા સુધી તૂટ્યા હતા. જેમાં સૌથી વધુ અદાણી ટોટલ ગેસ 4.3 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન 3.4 ટકા, અંબુજા સિમેન્ટ 2.7 ટકા, એસીસી લિમિટેડ 2.5 ટકા અને અદાણી ગ્રીન એનર્જી 1.7 ટકા ઘટીને બંધ થયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ