Gautam Adani Group Companies Share Price And Market Caps : અદાણ ગ્રૂપ કંપનીઓના શેરમાં મંગળવારે તોફાની તેજી જોવા મળી હતી. ગૌતમ અદાણીની માલિકીની મોટાભાગની કંપનીઓના શેરમાં 5થી 20 ટકા સુધીની તેજીની સર્કિટ લાગી હતી. જેમાં અદાણી ટોટલ ગેસ કંપનીનો શેર સૌથી વધુ 20 ટકા વધ્યો હતો. આ સાથે મંગળવાર હિંડેનબર્ગ રિપોર્ટ વિવાદ બાદ અદાણી ગ્રૂપના શેર માટે સૌથી સારો દિવસ બની રહ્યો હતો. તો તેજીના પગલે અદાણી કંપનીના શેરધારકોને પણ સારી કમાણી થઇ હતી.
અદાણી ગ્રૂપ કંપનીના શેરમાં 20 ટકા સુધીની તોફાની તેજી (Adani Group Companies Share Price Jumps)
ગૌતમ અદાણીની માલિકીની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મંગળવારે 5થી 20 ટકા સુધીની તોફાની તેજી જોવા મળી હતી. જેમાં અદાણી ટોટલ ગેસ અને અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર સૌથી વધુ 20 ટકા ઉછળ્યો હતો. આમ જાન્યુઆરી 2023ના હિંડેનબર્ગ વિવાદના સાડા 10 મહિના બાદ અદાણી ગ્રૂપના શેરધારકોના ચહેરા પર ખુશી જોવા મળી છે. નોંધનિય છે કે, 24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં 60થી 70 ટકા સુધીના મસમોટા કડાકા બોલાયા હતા. જેના પગલે રોકાણકારોને જંગી નુકસાન થયુ હતુ.

અદાણી ગ્રૂપ કંપનીના શેર પણ એક નજર
અદાણી કંપની શેરનો બંધ ભાવ ઉછાળો માર્કેટકેપ એસીસી લિમિટેડ 1868 +2.62% 35088 અંબુજા સિમેન્ટ 431 +4.22% 85621 અદાણી પોર્ટ્સ-સેઝ 837 +5.20% 180976 અદાણી એન્ટરપ્રાઇસ 2423 +8.66% 276302 અદાણી વિલ્મર 348.45 +9.96% 45287 એનડીટીવી 229 +11.73% 1480 અદાણી ગ્રીન એનર્જી 1052 +12.27% 166711 અદાણી એનર્જી સોલ્યુશન્સ 868 +19.06% 96841 અદાણી ટોટલ ગેસ 644 +20.00% 70844
અદાણી કંપનીના શેરધારકોને 1.03 લાખ કરોડની કમાણી (Adani Group Companies Market Caps)
અદાણી ગ્રૂપ કંપનીના શેરમાં તેજીથી મંગળવારે રોકાણકારો ઘણા દિવસો બાદ ખુશખશાલ થયા હતા. અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. શેરમાં તેજીથી અદાણી ગ્રૂપ કંપનીની કુલ માર્કેટકેપ વધીને 11,31,092 કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે અગાઉના સપ્તાહના છેલ્લા દિવવ શુક્રવારે અદાણી ગ્રૂપની માર્કેટકેપ કુલ 10,27,114 કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં અદાણી કંપનીના શેરધારકોની સંપત્તિમાં 1.03 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો હતો.

આમ તો ઇન્ટ્રા-ડેમાં અદાણી ગ્રૂપની કુલ માર્કેટકેપ વધીને 11.59 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે એપ્રિલ 2022 બાદ સૌથી વધુ છે. અલબત્ત હિંડનબર્ગ રિપોર્ટના વિવાદ પૂર્વેની માર્કેટકેપ કરતા હજી પણ તે 43 ટકા ઓછી છે. 24 જાન્યુઆરી 2023ના રોજ અદાણી ગ્રૂપ કંપનીની કુલ માર્કેટકેપ 19,19,888.44 કરોડ રૂપિયા હતી.
આ પણ વાંચો | ગૌતમ અદાણીને ક્લીન ચિટ મળશે? અદાણી હિંડનબર્ગ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે કહી મોટી વાત
અદાણી કંપનીના શેર કેમ વધ્યા? (Adani Hinderburg Case In Supreme Court)
ગૌતમ અદાણીની લિસ્ટેડ કંપનીના શેર વધવા પાછળ એક નક્કર કારણ હોવાનું માનવામાં આવે છે. ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટમાં અદાણી હિંડનબર્ગ કેસની સુનાવણી થઇ હતી. આ સુનાવણીમાંસુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે,હાલની સ્થિતિમાં તેઓ હિંડનબર્ગના રિપોર્ટને સત્ય માની શકે નહીં. હાલમાં અદાલત પાસે તે અહેવાલની સત્યતા ચકાસવા માટે કોઈ સાધન નથી, તેથી સેબીને આ બાબતની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. એ અલગ વાત છે કે અરજદારો આનાથી નારાજ છે, તેમની તરફથી કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સેબીને આ સમગ્ર મામલાની પહેલેથી જ જાણ છે, તેણે તપાસ પણ કરી છે, પરંતુ કોઈ ખુલાસો કરવામાં આવી રહ્યો નથી.





