/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/02/adani-group-1.jpg)
અદાણી ગ્રૂપની માલકીની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.
Adani companies stocks jumps after block deal : ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની બે કંપનીઓના શેરમાં બ્લોક ડીલ થઇ છે. અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જીક્યુજી પાર્ટનર્સ અને અન્ય રોકાણકારોએ મોટી બ્લોક ડીલમાં ફાઉન્ડર ફેમિલી પાસેથી અદાણી જૂથની બે કંપનીઓના લગભગ 1 અબજ ડોલરની મૂલ્યના શેર ખરીદયા છે.
કઇ - કઇ કંપનીમાં બ્લોક ડીલ થઇ
આ ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ જણાવ્યું કે, બુધવારે અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇસના 1.8 કરોડ શેરની લેવડદેવડ થઇ છે, જે કંપનીના કુલ ઇક્વિટી શેરના 1.6 ટકા બરાબર છે. તો રિન્યુએબલ એનર્જી ફર્મ અદાણી ગ્રીન એનર્જી કંપનીના 3.52 કરોડ શેરની લેવડદેવડ થઇ છે, જે કંપનીના કુલ ઇક્વિટી શેરના 2.2 ટકા બરાબર છે.
GQGએ માર્ચમાં અદાણી ગ્રૂપની કંપનીના 1.87 અબજ ડોલરના શેર ખરીદ્યા
નોંધનિય છે કે, હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદ બાદ ગૌતમ અદાણી તેમની કંપનીઓના હિસ્સો વેચીને દેવાની ચૂકવણી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે અંતર્ગત અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG એ માર્ચ મહિનામાં અદાણીની કંપનીઓના 1.87 અબજ ડોલરની મૂલ્યના શેર ખરીદ્યા અને ત્યારબાદ મે મહિનામાં નવું 40થી 50 કરોડ ડોલરનું રોકાણ કરીને વધુ હિસ્સો ખરીદ્યો હતો. સુત્રોએ જણાવ્યુ કે, બુધવારે થયેલી બ્લોક ડીલમાં GQG અદાણી ગ્રૂપના સૌથી વધુ શેર ખરીદ્યા પૈકીનું એક છે.
સુત્રોએ એવું પણ જણાવ્યું કે, અદાણી ફેમિલીએ બુધવારે બ્લોક ડીલમાં શેર વેચ્યા હતા. જો કે બ્લોક ડીલમાં અદાણી ગ્રૂપની કંપનીના શેર ખરીદનાર રોકાણકારોની
અન્ય રોકાણકારોની ઓળખ તરત જ જાણી શકાઈ ન હતી.
અદાણી કંપનીના શેરમાં આજની વધ-ઘટ
અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. આ કંપનીઓ પર નજર કરીયે તો બુધવારે અદાણી ગ્રૂપન અને એનડીટીવીને બાદ કરતા અન્ય તમામ કંપનીઓના શેર અડધાથી 6 ટકા સુધીના સુધારે બંધ થયા હતા. જેમાં અદાણી ટ્રાન્સમિશન સૌથી વધુ 6 ટકા, અદાણી એન્ટરપ્રાસ 5.7 ટકા સુધર્યા હતા.
| કંપનીનું નામ | શેર ભાવ | વધ-ઘટ |
|---|---|---|
| અદાણી ટ્રાન્સમિશન | 819 | +5.94% |
| અદાણી એન્ટરપ્રાઇસ | 2412 | +5.71% |
| અદાણી પોર્ટ-સેઝ | 754 | +4.77% |
| અદાણી ટોટલ ગેસ | 656 | +2.39% |
| અદાણી વિલ્મર | 414 | +1.85% |
| એસીસી લિમિટેડ | 1812 | +1.31% |
| અદાણી પવાર | 254 | +0.63% |
| અંબુજા સિમેન્ટ | 434 | +0.07% |
| એનડીટીવી | 230 | -0.32% |
| અદાણી ગ્રીન એનર્જી | 958 | -0.18% |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us