Adani Group Stocks: અદાણી ગ્રૂપના રોકાણકારો માટે ખુશખબર, હિંડનબર્ગના આંચકા બાદ 6 શેર સંપૂર્ણ રિકવર

Adani Group Company Stocks: અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં હિંડનબર્ગ રિસર્ચના વિવાદ બાદ 75 ટકા સુધીનો કડાકો બોલાયો હતો. પરિણામે અદાણી ગ્રૂપની માર્કેટવેલ્યૂમાં 150 અબજ ડોલરથી વધુ ધોવાણ થયું હતુ.

Written by Ajay Saroya
May 24, 2024 16:45 IST
Adani Group Stocks: અદાણી ગ્રૂપના રોકાણકારો માટે ખુશખબર, હિંડનબર્ગના આંચકા બાદ 6 શેર સંપૂર્ણ રિકવર
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. (Express Photo)

Adani Group Company Stocks: અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં જબરદસ્ત રિકવરી જોવા મળી છે. જાન્યુઆરી 2024માં હિડેનબર્ગ રિપોર્ટના વિવાદ બાદ અદાણી ગ્રૂપની 6 કંપનીઓના શેરમાં રોકાણકારોને થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઇ થઇ ગઇ છે. નોંધનિય છે કે, યુએસ શોર્ટ સેલર ફર્મ હિડેનબર્ગ રિસર્ચના વિવાદ બાદ અદાણ ગ્રૂપ કંપનીઓના શેરમાં 75 ટકા સુધીનું ધોવાણ થયું. પરિણામે અદાણી ગ્રૂપની કૂલ માર્કેટકેપમાં 150 અબજ ડોલરથી વધુ ઘટાડો થયો હતો.

અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં સંપૂર્ણ રિકવરી

અદાણી ગ્રૂપની શેરબજારમાં 10 લિસ્ટેડ કંપની છે, જેમાંથી 6 કંપનીઓના શેર હિંડનબર્ગ રિસર્ચના આંચકામાંથી સંપૂર્ણપણે રિકવર થયા છે. આ સાથે અદાણી ગ્રૂપનુ બજારમૂલ્ય 200 અબજ ડોલરને વટાવી ગયું છે.

કંપનીનું નામઆજનો બંધભાવમાર્કેટકેપ
અદાણી એન્ટરપ્રાઇસ3384385850
એસીસી લિમિટેડ260848986
અદાણી પોર્ટ્સ સેઝ1415305821
અદાણી ગ્રીન1925304989
અદાણી એનર્જી1105123261
અદાણી ટોટલ ગેસ980107786
અદાણી પાવર707272666
અંબુજા સિમેન્ટ638157147
અદાણી વિલ્મર34544838
એનડીટીવી2421564

અદાણી ગ્રૂપની કંપનીઓમાં અદાણી પોર્ટ્સ સેઝ અને અદાણી પાવર લિમિટેડના શેરે ચાલુ વર્ષે સૌથી સારો દેખાવ કર્યો છે. ઉપરોક્ત બંને શેરમાં અનુક્રે 40ટકા અને 35 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. અંબુજા સિમેન્ટ અને અદાણી એન્ટરપ્રાઇસના શેરમાં અનુક્રમે 25 ટકા અને 20 ટકાની તેજી આવી છે. તો એનટીડીવી શેરમાં સૌથી ઓછો 5.5 ટકાનો સુધારો થયો છે.

Gautam Adani | Adani Group Companies | Adani Group Companies Share | Adani Companies Share | Share Market | Adani Enter | Adani Power
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીની અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. (Express Photo)

અદાણી ગ્રૂપના શેરમાં તેજીનું કારણ

અદાણી ગ્રૂપ કંપનીઓના શેર છેલ્લા 2 – 3 મહિનાથી સતત વધી રહ્યા છે. હિંડનબર્ગ રિપોર્ટ કેસમાં સેબી અને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં રિકવરી જોવા મળી છે. ઉપરાંત હિંડનબર્ગ વિવાદ બાદ રોકાણકારોનો ગુમાવેલો વિશ્વાસ ફરી હાંસલ કરવા માટે અદાણી ગ્રૂપ દ્વારા ઋણ બોજમાં ઘટાડો, લોન રિપેમેન્ટ, કંપનીઓમાં શેરહોલ્ડિંગમાં વધારો જેવા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેની સાનુકુળ અસરે કંપનીઓના શેર વધ્યા છે.

આ પણ વાંચો | કોણ છે ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ? ડોક્ટર માંથી બિઝનેસમેન બન્યા હવે ચલાવે છે 20852 કરોડની કંપની

સેન્સેક્સ ઇન્ડેક્સમાં અદાણી એન્ટરપ્રાઇસની એન્ટ્રી સંભવ

બીએસઇ સેન્સેક્સ ઇન્ડેક્સમાં અદાણી એન્ટપ્રાઇસની એન્ટ્રી થઇ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આઈઆઈએફએળ ઓલ્ટરનેટિવ રિસર્ચે એક નોટમાં જણાવ્યું છે કે, બીએસઇ સેન્સેક્સ ઇન્ડેક્સમાં અદાણી એન્ટપ્રાઇસનો સમાવેશ થવા સંભવ છે. જે 30 સ્ટોક વાળા સેન્સેક્સ ઇન્ડેક્સમાં સામેલ થનાર અદાણી ગ્રૂપની પ્રથમ કંપની હશે. સેન્સેક્સમાં વિપ્રોનું સ્થાને અદાણી એન્ટપ્રાઇસ લઇ શકે છે. સેન્સેક્સમાં અદાણી એન્ટપ્રાઇસનો સમાવેશ થવાથી ઇન્ડેક્સ ફોક્સ્ડ પેસિવ ફંડમાંથી 118 મિલિયન ડોલર એટલે લગભગ 1000 કરોડ રૂપિયાનો ઇનફ્લો જોવા મળી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ