Adani Group: અદાણી હવે ભારતમાં વિમાન બનાવશે, બ્રાઝિલની Embraer સાથે ભાગીદારી, શું હવાઇ મુસાફરી સસ્તી થશે?

Adani Defence Embraer Pact : અદાણી એન્ટરપ્રાઇસની પેટા કંપની અદાણી ડિફેન્સે બ્રાઝિલની એમ્બ્રેયર કંપની સાથે ભારતમાં એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલિંગ પ્લાન્ટ સ્થાપવા ભાગીદારી કરી છે. જીત અદાણીએ આ સંપૂર્ણપણે આત્મનિર્ભર ભારત મિશન હેઠળ છે.

Adani Defence Embraer Pact : અદાણી એન્ટરપ્રાઇસની પેટા કંપની અદાણી ડિફેન્સે બ્રાઝિલની એમ્બ્રેયર કંપની સાથે ભારતમાં એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલિંગ પ્લાન્ટ સ્થાપવા ભાગીદારી કરી છે. જીત અદાણીએ આ સંપૂર્ણપણે આત્મનિર્ભર ભારત મિશન હેઠળ છે.

author-image
Ajay Saroya
New Update
Adani Group | Adani share | gautam Adani | adani firms

Adani Group : અદાણી ગ્રૂપ. (File Photo)

Adani Embraer Pact For Aircraft Plant In India : અદાણી ગ્રૂપ હવે એર ક્રાફ્ટ બિઝનેસમાં એન્ટ્રી કરી રહ્યું છે. ગૌતમ અદાણીના નેતૃત્વવાળી અદાણી એન્ટરપ્રાઇસ કંપનીએ બ્રાઝિલની એરક્રાફ્ટ બનાવતી કંપની એમ્બ્રેયર (Embraer) સાથે ભાગીદારી કરી છે. આ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ અદાણી ગ્રૂપ હવે ભારતમાં વિમાનનું નિર્માણ કરશે. આ અહેવાલ બાદ અદાણી એન્ટરપ્રાઇસનો શેર સવા 5 ટકા વધી 1960 રૂપિયા બંધ થયો હતો.

Advertisment

મીડિયા રિપોર્ટ મુજબ મંગળવારે દિલ્હીમાં નાગિરક ઉડ્ડયન મંત્રાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ ભાગીદારીની ઘોષણા કરવામાં આવી હતી. આ પ્રસંગે અદાણી ગ્રૂપ અને એમ્બેયર કંપનીના અધિકારીઓ MOU કર્યા હતા. 

માત્ર બિઝનેસ ડીલ નહીં, એક ઉડાન ભરી રહેલું વિઝન છે : જીત અદાણી

અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના ડિરેક્ટર જીત અદાણીએ કહ્યું કે, એમ્બ્રેયર સાથે મળી ભારતમાં એક રિજનલ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવામાં આવશે, જે હેઠળ દેશની અંદર જ વિમાનોનું ફાઇનલ એસેમ્બલિંગ થશે. અમે સાથે મળી ભારતમાં રિજનલ પેસેન્જર વિમાનનો એક પ્લાન અને એક એવી એવિએશન ઇકોસિસ્ટમ તૈયાર કરીશું, જે આપણા દેશમાં એરલાઇન્સ ઉદ્યોગના ભવિષ્યને નવી ઉંચાઇયે લઇ જશે. નોંધનિય છે કે, અદાણી ડિફેન્સ અદાણી એન્ટરપ્રાઇસની પૂર્ણમાલિકીની પેટાકંપની છે. 

તેમણે ઉમેર્યું કે, આ પાર્ટનરશીપ માત્ર એક બિઝનેસ ડિલ નથી, પરંતુ એક ઉડાન ભરી રહેલું વિઝન છે. તે ભારતના એ સંકલ્પને દર્શાવે છે જેની અંતર્ગત આપણે ધરતી પર વર્લ્ડ ક્લાસ કેપેસિટી ડેવલપ કરવા ઇચ્છીયે છીએ. આ સંપૂર્ણપણે આત્મનિર્ભર ભારત મિશન હેઠળ છે. 

Advertisment

તમને જણાવી દઇયે કે, અદાણી ડિફેન્સ અને એમ્બ્રેયર સાથે મળી ભારતમાં એરક્રાફ્ટનો ફાઇનલ એસેમ્બલિંગ પ્લાન્ટ સ્થાપશે, જ્યાં વિમાન બનીને ઉડવા માટે તૈયાર થશે. જો કે આ પ્લાનમાં રોકાણની રકમ અને પ્લાન્ટ ક્યાં સ્થપાશે તેનો ખુલાસો કર્યો નથી. 

વિમાન પ્રવાસ સસ્તો થશે?

તમને જણાવી દઇયે કે, દુનિયા ઝડપથી વિકસતા એરલાઇન્સ માર્કેટમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતના ટીયર 2 અને ટીયર 3 શહેરોમાં પણ વિમાન સેવાની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં જ્યારે ભારતમાં જ પેસેન્જર એરલાઇન્સનું નિર્માણ શરૂ થવાનું છે ત્યારે હવાઇ મુસાફરી સસ્તી થશે કે નહીં જાણવામાં લોકોને વધારે રસ છે.

ભારતમાં એમ્બ્રેયરની કામગીરી

બ્રાઝિલની એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિં કંપની એમ્બ્રેયરના ઇ જેટ વિમાનો એ ભારતમાં વર્ષ 2025માં ઉડાન સેવા શરૂ કરી હતી. હાલ કંપનીના લગભગ 50 વિમાન ભારતીય વાયુસેના, સરકારી એજન્સીઓ, બિઝનેસ જેટ ઓપરેટર અને કોમર્શિયલ એરલાઇન સ્ટાર એરની સેવામાં કાર્યરત છે. એમ્બ્રેયર કંપનીના મતે, આગામી 20 વર્ષમાં ભારતના એરલાઇન્સ માર્કેટ માં 80 થી 146 સીટર સિરિઝના ઓછામાં ઓછા 500 વિમાનોની જરૂર પડશે.

શેર બજાર gautam adani બિઝનેસ