અદાણી હિંડનબર્ગ રિપોર્ટ: ગૌતમ અદાણીની કંપનીઓમાં રોકાણ કરનાર બે મોરેશિયસ કંપનીઓ ITના રડારમાં

Adani hindenburg case sebi : ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની કંપનીઓમાં મોટું રોકાણ કરનાર મોરેશિયસ કંપનીઓ આવકવેરા વિભાગના શંકાના દાયરામાં હતી.

Written by Ajay Saroya
May 30, 2023 16:46 IST
અદાણી હિંડનબર્ગ રિપોર્ટ: ગૌતમ અદાણીની કંપનીઓમાં રોકાણ કરનાર બે મોરેશિયસ કંપનીઓ ITના રડારમાં
અદાણી ગ્રૂપની માલકીની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

Adani hindenburg case sebi : ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની કંપનીઓમાં ઓછામાં ઓછી બે મોરેશિયસ કંપનીઓએ રોકાણ કર્યુ હતુ અને હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ વિશેના અહેવાલમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો. આ મોરેશિયસ કંપનીઓ છેલ્લા એક દાયકા કરતા વધારે સમયથી ભારતના આવકવેરા વિભાગના રડારમાં હતી.

સેબીને તેની તપાસ પૂર્ણ કરવા માટે આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાંથી વધુ ત્રણ મહિનાનો સમય મળ્યો હોવાથી 2017ના પેરેડાઈઝ પેપર્સની તપાસ દરમિયાન ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રાપ્ત કરાયેલા રેકોર્ડ્સ દર્શાવે છે કે માવી ઈન્વેસ્ટમેન્ટ ફંડ લિમિટેડ (હવે APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડ લિમિટેડ)ને મોરેશિયસ રેવન્યુ ઓથોરિટી (MRA) તરફથી સપ્ટેમ્બર 2012માં નોટિસ મળી હતી. આ નોટિસ માહિતીની જાણ કરવા અને ડાયરેક્ટ ટેક્સ અવોઇડન્સ એગ્રીમેન્ટ હેઠળ ભારતના આવકવેરાના અધિકારીઓને આગળ મોકલવા માટે હતી.

આઇટી વિભાગના રડારમાં આવેલી બીજી વિદેશી કંપની લોટસ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ છે, જેણે 2005માં અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. તેને મોરેશિયસ રેવન્યૂ ઓથોરિટી તરફથી જુલાઈ 2014માં ઉપરોક્ત કંપની જેવી જ સમાન નોટિસ મળી હતી. આ દસ્તાવેજો ઓફશોર લીગલ ફર્મ Applebyના ખાનગી રેકોર્ડ છે.

પોતાના અદાણી ગ્રૂપ અંગેના રિપોર્ટમાં હિંડનબર્ગ રિસર્ચે મોરેશિયસની પાંચ સંસ્થાઓ – APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડ (અગાઉની માવી ઇન્વેસ્ટમેન્ટ્સ), અલબુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ, LTS ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને લોટસ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડને એક કથિત “સ્ટોક પાર્કિંગ એન્ટિટી” મોન્ટેરોસા ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સના નિયંત્રણ હેઠળ રાખ્યા છે, (BVI) – જે સામૂહિક રીતે દોઢ દાયકામાં અદાણી જૂથની કંપનીઓમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી એક્સપર્ટ્સ કમિટીના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2020થી માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તપાસ કરવામાં આવી રહેલી 13 વિદેશી કંપનીઓમાં આ ચાર કંપનીઓ હતી. “સેબીની શંકાનો આધાર જે વિદેશી કંપનીઓની માલિકીની તપાસ તરફ દોરી ગયો હતો તે એ છે કે તેમની પાસે ‘અપારદર્શક’ માળખું છે કારણ કે 13 વિદેશી એન્ટિટીની માલિકી પણ સ્પષ્ટ ન હતી,” સમિતિએ ધ્યાન દોર્યું.

ઑગસ્ટ 2010ના રેકોર્ડ્સ દર્શાવે છે કે, Applebyએ મોન્ટેરોસાને લોટસ, માવી, ક્રેસ્ટા, અન્યો સાથે સંબંધિત ફંડ ડોક્યુમેન્ટોમાં સુધારો કરવા અને રેકોર્ડ કરવા માટે બિલ મોકલામાં આવ્યુ હતું, “જેથી સેબીના ડિક્લરેશન / અંડરટેકિંગ માટે અસ્કયામતોનો માત્ર એક કોમન પોર્ટફોલિયો છે.”

સેબીએ મે 2010માં સેબીના નિયમોનું ઉલ્લંઘન કરવાના બદલામાં સેટલમેન્ પેટે માવી તરફથી 10 લાખ રૂપિયાના પેમેન્ટનો સ્વીકાર કર્યો હતો. માવી (APMS તરીકે) અદાણી ટ્રાન્સમિશનમાં 1.86 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 2.72 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2021સુધીમાં તેનો અદાણી ગ્રીન એનર્જીમાં 1.19 ટકા હિસ્સો હતો.

માવીએ વર્ષ 2006માં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)માં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું અને ગયા વર્ષે તે બહાર નીકળી ગઇ હતી. તેણે અદાણી પાવર લિમિટેડ (APL)નો સંપૂર્ણ હિસ્ વર્ષસો 2013માં ત્રણ બ્લોક ડીલમાં ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીને વેચી દીધો હતો.

લોટસ ગ્લોબલે ડિસેમ્બર 2009માં અદાણી પાવર લિમિટેડમાં તેનો હિસ્સો મોન્ટેરોસા હસ્તકની અલબુલા (મોરિશિયસ)ને વેચ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇસિસમાં તેનો વર્ષ 2008માં 4.51 ટકા હતો જે ધીમે ધીમે ઘટાડીને વર્ષ 2010ના બીજા ક્વાર્ટર સુધીમાં એક્ઝિટ કરવામાં આવી હતી.

જુલાઈ 2014માં મોરેશિયલ રેવન્યૂ ઓથોરિટીએ લોટસ ગ્લોબલને વર્ષ 2006 થી 2012 માટે ઓડિટેડ ફાઇનાન્સિયલ સ્ટેટમે્નટ્સ આપવા જણાવ્યુ હતુ લગભગ તે સમયગાળામાં લોટસ ગ્લોબલ અદાણી કંપનીઓમાં હિસ્સો ધરાવતુ હતું.

Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ