/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/adani-group-gautam-adani.jpg)
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.
Adani Group Loan Repayments : ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીના અદાણી જૂથે 3.5 અબજ ડોલરની લોનનું રિપેમેન્ટ કર્યું છે. અદાણી ગ્રૂપે સિમેન્ટ કંપની એસીસી લિમિટેડ અને અંબુજા સિમેન્ટને ટેકઓવર કરવા માટે 3.5 અબજ ડોલરની લોનનું રિસ્ટ્રક્ચરિંગ કર્યું છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ઓછામાં ઓછી 10 ઇન્ટરનેશનલ બેંકો પાસેથી સિમેન્ટ કંપનીને ટેકઓવર કરવા અદાણી ગ્રૂપને રિફાઇનાન્સની સુવિધા પૂરી પાડી છે. આ રિફાઇનાન્સ 3 વર્ષ માટે હતું. અધધધ 3.5 અબજ ડોલરની લોનનું રિપેમેન્ટ એ અદાણી ગ્રૂપની સુધરી રહેલી નાણાંકીય સદ્ધરતાને પ્રતિબિંબિત કરે છે.
અદાણી ગ્રૂપે 10 બેંકો પાસેથી લોન રિફાઇનાન્સ મેળવ્યું
અદાણી ગ્રૂપે ચાલુ વર્ષે એશિયામાં 10 સૌથી મોટી લોનમાંથી વિશે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ મારફથે અદાણ સિમેન્ટે બાયંધરી કરાર કર્યા છે. આ લોન સુવિધાના પરિણામસ્વરૂપ અદાણી સિમેન્ટ બિઝનેસ માટે 30 કરોડ ડોલરના કુલ ખર્નીચ બચત થશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-58-1.jpg)
તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2022માં અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડના 6.6 અબજ ડોલરના એક્વિઝિશન બાદ અદાણી સિમેન્ટ ભારતની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની તરીકે ઉભરી આવી છે.
મીડિયા રિપોર્ટ્સમાં ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપ દ્વારા લોન રિફાઇનાન્સિંગને લગતા સમાચાર સતત આવી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાર્કલેઝ, ડ્યુશ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે લોન માટે મંજૂરી આપી દીધી છે. સૂત્રના જણાવ્યા અનુસાર, આ બેંકો 25-25 કરોડ ડોલરની લોન આપશે. ગયા મહિને બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સિન્ડિકેટ લોન માટે 3 જૂથો સાથે ચર્ચા ચાલી રહી છે. પ્રથમ જૂથમાં ડીબીએસ, ફર્સ્ટ અબુ ધાબી બેંક, મિઝુહો, એમયુએફજી અને સુમીટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પનો સમાવેશ થાય છે. આ તમામ 40-40 કરોડ ડોલરની લોન આપી શકે છે.
આ પણ વાંચો | અદાણી, ઝોમેટો, વોડાફોન આઈડિયા સહિતના આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણ કર્યું; સપ્ટેમ્બરમાં આ સેક્ટર સૌથી ફેવરીટ રહ્યા
બીજા જૂથમાં બાર્કલેઝ, ડ્યુશ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનો સમાવેશ થાય છે. તેમની સાથે 25-25 કરોડ ડોલરની લોનની ચર્ચા ચાલી રહી છે. ત્રીજા જૂથમાં બીએનબી પારિબાસ, અમીરાત એનબીડી અને કતાર નેશનલ બેન્કનો સમાવેશ થાય છે. તેઓ 15-15 કરોડ ડોલરની લોન આપી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us