સેબી વિશે હિંડેનબર્ગના ખુલાસા પર અદાણી ગ્રુપનું નિવેદન, અમારું વિદેશી હોલ્ડિંગ સ્ટ્રક્ચર પારદર્શક, આરોપો દુર્ભાવનાપૂર્ણ

Hindenburg Research Report: અદાણી ગ્રુપે કહ્યું કે આ માત્ર અમને બદનામ કરનાર દાવાઓનું રિસાઇકલિંગ છે. અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે હિંડેનબર્ગ દ્વારા અગાઉ કરવામાં આવેલા તમામ આરોપોની તપાસ કરવામાં આવી છે અને તમામ પાયાવિહોણા સાબિત થયા છે. સુપ્રીમ કોર્ટે પણ તેને ફગાવી દીધા છે

Hindenburg Research Report: અદાણી ગ્રુપે કહ્યું કે આ માત્ર અમને બદનામ કરનાર દાવાઓનું રિસાઇકલિંગ છે. અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે હિંડેનબર્ગ દ્વારા અગાઉ કરવામાં આવેલા તમામ આરોપોની તપાસ કરવામાં આવી છે અને તમામ પાયાવિહોણા સાબિત થયા છે. સુપ્રીમ કોર્ટે પણ તેને ફગાવી દીધા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Adani Share Crash: અદાણી ગ્રૂપ શેર 17 ટકા સુધી તૂટ્યા, જાણો હિંડનબર્ગ રિપોર્ટ બાદ રોકાણકારોને કેટલું થયું નુકસાન

Hindenburg Research Report: યુએસ શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ અને અદાણી ગ્રુપ

Hindenburg Research Report: અમેરિકન શોર્ટ સેલર હિંડેનબર્ગે હવે સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર મોટો આરોપ લગાવ્યો છે. હિંડેનબર્ગે આરોપ લગાવ્યો હતો કે સેબીના વડા અને તેમના પતિ અદાણી મની સાઇફન કૌભાંડમાં ઉપયોગમાં લેવાતા અસ્પષ્ટ ઓફશોર ફંડ્સમાં હિસ્સો ધરાવે છે. આ દરમિયાન અદાણી ગ્રુપે પણ આ સમગ્ર મુદ્દે નિવેદન આપ્યું છે. અદાણી ગ્રુપે પોતાના નિવેદનમાં હિંડેનબર્ગના દાવાઓને ફગાવી દીધા છે અને આ આરોપોને તથ્યોથી દૂર ગણાવ્યા છે. અદાણી ગ્રુપે કહ્યું કે રિપોર્ટમાં કરવામાં આવેલા તમામ આરોપો દુર્ભાવનાપૂર્ણ અને તથ્યોને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યા છે.

Advertisment

અમને બદનામ કરવાનો વધુ એક પ્રયાસઃ અદાણી ગ્રુપ

અદાણી ગ્રુપે કહ્યું કે આ માત્ર અમને બદનામ કરનાર દાવાઓનું રિસાઇકલિંગ છે. અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે હિંડેનબર્ગ દ્વારા અગાઉ કરવામાં આવેલા તમામ આરોપોની તપાસ કરવામાં આવી છે અને તમામ પાયાવિહોણા સાબિત થયા છે. સુપ્રીમ કોર્ટે પણ તેને ફગાવી દીધા છે.

અદાણી ગ્રુપે કહ્યું કે અમારું વિદેશી હોલ્ડિંગ સ્ટ્રક્ચર સંપૂર્ણપણે પારદર્શક છે અને પબ્લિક ડોક્યુમેન્ટમાં તેને દર્શાવવામાં આવ્યા છે. અદાણી ગ્રુપે કહ્યું કે રિપોર્ટમાં જે વ્યક્તિઓ અથવા બાબતો સાથે જોડવામાં આવી છે, તેની સાથે અમારો કોઈ સંબંધ નથી.

આ પણ વાંચો - હિંડનબર્ગ રિસર્ચ નો સેબી વડા માધવી પુરી બુચ પર ગંભીર આરોપ, અદાણી ગ્રૂપ સાથે કનેક્શન, વાંચો સંપૂર્ણ રિપોર્ટ

Advertisment

સેબી ચીફે એક નિવેદન બહાર પાડ્યું

બીજી તરફ આ આરોપો પર સેબી ચીફ અને તેમના પતિએ એક નિવેદનમાં કહ્યું કે 10 ઓગસ્ટ 2024ના રોજ હિંડેનબર્ગ રિપોર્ટમાં અમારી સામે કરવામાં આવેલા આક્ષેપોના સંદર્ભમાં, અમે જણાવવા માંગીએ છીએ કે અમે કરવામાં આવેલા પાયાવિહોણા આક્ષેપોને સખત રીતે નકારીએ છીએ. તેમાં કોઈ સત્ય નથી. અણારું જીવન અને નાણાકીય બાબતો એક ખુલ્લી બુક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સેબી સમક્ષ તમામ ખુલાસા થઈ ચૂક્યા છે.

તેમણે આગળ કહ્યું કે અમને કોઈ પણ અને તમામ નાણાકીય દસ્તાવેજો જાહેર કરવામાં કોઈ ખચકાટ નથી, જેમાં તે સમયગાળા સાથે સંબંધિત દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે જ્યારે અમે સંપૂર્ણપણે ખાનગી નાગરિક હતા. તેમજ સંપૂર્ણ પારદર્શિતાના હિતમાં અમે યોગ્ય સમયે વિગતવાર નિવેદન જારી કરીશું.

સેબીના વડા અને તેમના પતિએ જણાવ્યું હતું કે સેબીએ હિંડેનબર્ગ રિસર્ચ સામે એન્ફોર્સમેન્ટ એક્શન લીધી છે અને શો-કોઝ નોટિસ ફટકારી છે. તેમણે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હિંડેનબર્ગે તેના જવાબમાં ચરિત્ર હનનનો પ્રયાસ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

gautam adani બિઝનેસ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ