Adani Share Crash: અદાણી ગ્રૂપ શેરમાં 20 ટકા સુધી કડાકો, અમેરિકાના ગૌતમ અદાણી પર ગંભીર આક્ષેપ

Adani Group Share Crash: અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં ગુરુવારે 10 થી 20 ટકા સુધીનો કડાકો બોલાયો હતો. અમેરિકાના ગૌતમ અદાણી પર લાંચ આપવાના અને છેતરપીંડિના આક્ષેપ બાદ અદાણી ગ્રૂપના શેર તૂટ્યા છે.

Written by Ajay Saroya
Updated : November 21, 2024 16:19 IST
Adani Share Crash: અદાણી ગ્રૂપ શેરમાં 20 ટકા સુધી કડાકો, અમેરિકાના ગૌતમ અદાણી પર ગંભીર આક્ષેપ
Adani Group Companies Stock Crash: અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં કડાકો બોલાયો છે. (Express Photo/ Freepik)

Adani Group Share Crash After US SEC Accused On Gautm Adani: અદાણી ગ્રૂપ શેરમાં ગુરુવારે સેલર સર્કિટ લાગતા 10 થી 20 ટકા સુધી કડાકો બોલાયો હતો. શેરબજાર ખુલવાની સાથે જ અદાણી પોર્ટ્સ શેરમાં 10 ટકાની સેલર સર્કિટ લાગતા સેન્સેક્સનો ટોપ લૂઝર સ્ટોર બન્યો હતો. તો અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં પણ 10 ટકાનો કડાકો બોલાયો હતો. અદાણી ગ્રૂપના શેરમાં કડાકાનું કારણ અમેરિકાના શેરબજાર નિયામકના ગંભીર આક્ષેપ છે.

Adani Port Sez Share Crash : અદાણી પોર્ટ સેઝ સેન્સેક્સનો ટોપ લૂઝ શેર

ગુરુવારે શેરબજાર બીએસઇ ખુલતાની સાથે જ અદાણી પોર્ટ્સ અને સેઝ શેરમાં 10 ટકાની સેલર સર્કિટ લાગી અને ભાવ 1160 રૂપિયા ફ્રીઝ થઇ ગયો હતો. એટલે કે હવે ગુરુવારે સમગ્ર સેશન દરમિયાન અદાણી પોર્ટ્સ શેરનો ભાવ આ જ રહેશે. કંપનીની માર્કેટકેપ 250608 કરોડ રૂપિયા હતી. આ સાથે જ અદાણી પોર્ટ્સ સેઝ સેન્સેક્સનો ટોપ લૂઝર સ્ટોક બન્યો હતો. બુધવારે અદાણી પોર્ટ્સ શેરનો બંધ ભાવ 1289 રૂપિયા હતો.

Gautam Adani, Adani Group
ગૌતમ અદાણી (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Adani Group Share Crash Todat : અદાણી ગ્રૂપ શેરમાં 20 ટકા સુધીનો કડાકો

અદાણી ગ્રૂપના શેરમાં 10 ટકા થી 20 ટકા સુધીનો જબરદસ્ત કડાકો બોલાયો છે. શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની માલિકીની તમામ 11 કંપનીઓના શેર તૂટ્યા હતા. સૌથી વધુ અદાણી એનર્જી સોલ્યુશનનો શેર 20 ટકા તૂટ્યો અને શેર 697 રૂપિયા પર ફ્રીઝ થઇ ગયો હતો. તેવી જ રીતે આજે શેરબજારમાં ઇન્ટ્રા-ડે સેશન દરમિયાન અદાણી ગ્રીન 20 ટકા, અદાણી એન્ટરપ્રાઇસ 10 ટકા, અદાણી પાવર 17.5 ટકા, અદાણી ટોટલ ગેસ 19 ટકા, અદાણી વિલ્મર 10 ટકા, અંબુજા સિમેન્ટ 10 ટકા, એસીસી લિમિટેડ 14.5 ટકા, એનડીટીવી 10 ટકા, સાંઘી ઈન્ડસ્ટ્રીઝનો શેર 8 ટકા સુધી તૂટ્યા હતા.

અદાણી ગ્રૂપ શેરમાં કડાકો

અદાણી કંપનીકડાકો (ઇન્ટ્રા-ડે)
અદાણી એનર્જી સોલ્યુશન20 ટકા
અદાણી ગ્રીન એનર્જી19 ટકા
અદાણી ટોટલ ગેસ18.77 ટકા
અદાણી પાવર17.5 ટકા
એસીસી લિમિટેડ14.55 ટકા
અદાણી એન્ટરપ્રાઇસ 10 ટકા
અદાણી પોર્ટ્સ સેઝ10 ટકા
અદાણી વિલ્મર10 ટકા
અંબુજા સિમેન્ટ10 ટકા
એનડીટીવી10 ટકા
સાંઘી ઈન્ડસ્ટ્રીઝ 8 ટકા
અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં ઈન્ટ્રા ડે કડાકો

US SEC Accused Bribery On Gautam Adani : ગૌતમ અદાણી પર અમેરિકાના ગંભીર આક્ષેપ

અદાણી ગ્રૂપ શેર તૂટવાનું કારણ અમેરિકાના શેરબજાર નિયામકના ગંભીર આક્ષેપ છે. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના સહયોગીઓ પર સોલાર એનર્જી પ્રોજેક્ટ મેળવવા માટે લગભગ 265 મિલિયન ડોલર લાંચ આપવાનો આક્ષેપ મૂક્યો છે. આ સોલાર એનર્જી પ્રોજેક્ટમાં બે દાયકાના ગાળામાં 2 અબજ ડોલરનો નફો થવાની અપેક્ષા હતી. SECનો આરોપ છે કે ગૌતમ અદાણીએ અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે. સંપૂર્ણ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ