OCCRP Reports Alleged on Gautam Adani and Adani Group Companies : ગૌતમ અદાણી સામે વધુ એક ગંભીર આક્ષેપ કરાયો છે અને જેના પગલે સોમવારે અદાણી ગ્રૂપ કંપનીઓના તમામ શેરમાં સોમવારે કડાકો બોલાયો હતો. યુએસ શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ જેવો જ ગંભીર આક્ષેપ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP)એ ગૌતમ અદાણી અને તેમના અદાણી ગ્રૂપ કંપનીઓ વિરુદ્ધ શેર બજારમાં ગંભીર ગેરરીતિનો આક્ષેપ મૂક્યો છે. નોંધનિય છે કે, જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી કંપનીના શેરમાં થયેલા નુકસાનની હજી સુધી ભરપાઇ થઇ શકી નથી ત્યાં જ રોકાણકારોને ફરી મોટો ફટકો સહન કરવો પડ્યો છે.
અદાણી ગ્રૂપ સામે OCCRPએ શું આરોપ મૂક્યો?
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) એ ગુરુવારે અદાણી ગ્રૂપ પર નિશાન ટાંકતા આરોપ લગાવ્યો હતો કે ભારતના આ બિઝનેસ ગ્રૂપના ફેમિલી પાર્ટનર્સે તેની સાથે જોડાયેલી વિદેશી કંપનીઓ મારફતે પોતાની અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં લાખો ડોલરનું રોકાણ કર્યુ છે. આ રિપોર્ટ બાદ અદાણીના શેરમાં ધબડકો બોલાયો છે.

અદાણી શેરમાં રોકાણકારોને 35,716 કરોડનું નુકસાન
OCCRPના આક્ષેપો બાદ અદાણ ગ્રૂપની કંપનીઓના શેરમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. અદાણી ગ્રૂપની શેર બજારમાં લિસ્ટેડ 10માંથી નવ કંપનીઓના શેર ઘટાડે બંધ થયા હતા. જેમાં અદાણી ગ્રીન એનર્જીનો શર સૌથી વધુ 4.4 ટકા, અદાણી એન્ટરપ્રાઇસ 3.77 ટકા અને અંબુજા સિમેન્ટ 3.5 ટકા તૂટ્યા હતા. અદાણી ગ્રૂપની માલિકીની એક માત્ર શેર એસીસી લિમિટેડનો શેર 0.47 ટકાના સુધારે 2009 રૂપિયા બંધ થયો હતો. અદાણી ગ્રૂપની શેર બજારમાં લિસ્ટેડ તમામ 10 કંપનીઓની સંયુક્ત માર્કેટકેપ 10,48,952 કરોડ રૂપિયા રહી છે જે બુધવારે 10,84,668 કરોડ રૂપિયા હતા. આમ ગુરુવારે એક જ દિવસમાં અદાણી કંપનીઓના શેરમાં રોકાણકારોને 35,716 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.
કંપનીનું નામ શેરનો બંધ ભાવ ઘટાડો માર્કેટકેપ અદાણી ગ્રીન એનર્જી 928 -4.39% 147006 અદાણી એન્ટરપ્રાઇસ 2418 -3.77% 275743 અંબુજા સિમેન્ટ 428 -3.53% 85084 અદાણી એનર્જી સોલ્યુશન્સ 812 -3.52% 90594 અદાણી પોર્ટ સેઝ 791 3.37% 170953 અદાણી ટોટલ ગેસ 635 2.59% 69903 અદાણી વિલ્મર 359 -2.56% 46723 અદાણી પાવર 321 2.24% 123827 એનટીડીવી 214 -2.10% -1383 એસીસી 2009 +0.47% 37736
આ પણ વાંચો | મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિ વર્ષ 2023માં કેટલી વધી?
હિંડનબર્ગ રિસર્ચ વિવાદ ગૌતમ અદાણી સતત મુશ્કેલમાં
ગૌતમ અદાણી અને તેમની માલિકીની અદાણી ગ્રૂપ કંપનીઓ વિરુદ્ધ અમેરિકાની ફર્મ હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરી 2023માં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં ગૌતમ અદાણી અને તેમની માલિકીની કંપનીઓ સામે શેર બજારમાં ગંભીર ગેરરીતિ અને કૌભાંડના આક્ષેપ મૂક્ય. હતા. હિંડનબર્ગના વિવાદ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં 85 ટકા સુધીનો કડાકો બોલાો હતો.
અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં જંગી કડાકાથી ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ મસમોટું ધોવાણ થયુ. એક સમયે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બનેલા ગૌતમ અદાણી ‘અર્શથી ફર્શ પર પટકાયા’ અને વિશ્વના ધનાઢ્યોની યાદીમાં 29માં ક્રમે આવી ગયા હતા.





