Adani Share Crash: અદાણી ગ્રૂપ શેર 17 ટકા સુધી તૂટ્યા, જાણો હિંડનબર્ગ રિપોર્ટ બાદ રોકાણકારોને કેટલું થયું નુકસાન

Adani Share Price Crash After Hindenburg Research Report: હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ ફરી અદાણી ગ્રૂપ કંપનીના શેરમાં કડાકો બોલાયો છે. સૌથી વધુ અદાણી એનર્જી સોલ્યુશનના શેર ઇન્ટ્રા-ડે 17 ટકા તૂટ્યો હતો.

Written by Ajay Saroya
August 12, 2024 16:20 IST
Adani Share Crash: અદાણી ગ્રૂપ શેર 17 ટકા સુધી તૂટ્યા, જાણો હિંડનબર્ગ રિપોર્ટ બાદ રોકાણકારોને કેટલું થયું નુકસાન
Adani Group Share Price Crash: હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપ શેરમાં કડાકો બોલાયો છે. (Express Photo/ Freepik)

Adani Share Price Crash After Hindenburg Research Report: હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેર ફરી તૂટ્યા છે. આજે ગૌતમ અદાણીની માલિકીની શેરબજારમાં લિસ્ટેડ 10 કંપનીમાંથી 8 સ્ટોક ટ્રેડિંગ સેશન દરમિયાન 17 ટકા સુધી તૂટ્યા હતા. તાજેતરમાં અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે સેબીના વડા માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ સામે ઓફશોર ફંડમાં રોકાણના આક્ષેપ કરતા હિંડનબર્ગ અને અદાણી વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. જેની અસરે અદાણી ગ્રૂપના શેર તૂટ્યા છે.

અદાણી ગ્રૂપ શેર 17 ટકા સુધી તૂટ્યા

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ ફરી અદાણી ગ્રૂપના શેરમાં ઇન્ટ્રા-ડે 17 ટકા સુધીનો કડાકો બોલાયો છે. અદાણી ગ્રૂપના શેરમાં નરમાઇના કારણે ઓવરઓલ શેરબજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યુ હતુ. આજે શેરબજારમાં ટ્રેડિંગ સેશન દરમિયાન અદાણી એનર્જી સોલ્યુશનના શેરમાં સૌથી વધુ 17 ટકાનો ઇન્ટ્રા-ડે કડાકો બોલાયો અને શેર ભાવ 915 રૂપિયાના તળિયે ઉથરી ગયો હતો. તેવી જ રીતે અદાણી પાવર શેર 11 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 5.3 ટકા, અદાણી ગ્રીન એનર્જી 7 ટકા, અદાણી ટોટલ ગેસ 13.4 ટકા, અદાણી વિલ્મર 6.5 ટકા, અદાણી પોર્ટ્સ 5 ટકા, એનડીટીવી 11 ટકા તો એસીસી, શાંઘાઈ ઇન્ડસ્ટ્રીઝ અને અંબુજા સિમેન્ટ શેર 2 થી 5 ટકા તૂટ્યા હતા.

adani group | hindenburg research | adani hindenburg row | hindenburg report on adani group | hindenburg research report
Hindenburg Research Report: યુએસ શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ અને અદાણી ગ્રુપ

અદાણી ગ્રૂપ કંપની શેર બંધ ભાવ અને માર્કેટકેપ

કંપનીનું નામબંધ ભાવ (₹માં)ઘટાડોમાર્કેટકેપ (₹ કરોડમાં)
અદાણી વિલ્મર369-4.14%47964
અદાણી ટોટલ ગેસ835-3.88%91911
અદાણી પોર્ટ્સ સેઝ1502-2.02%324517
એનડીટીવી205-2.03%1321
અદાણી પાવર690-0.65%266340
એસીસી લિમિટેડ2328-0.97%43718
અદાણી ગ્રીન એનર્જી1784+0.22%282591
અંબજા સિમેન્ટ635+0.55%156593
(સ્ત્રોત: BSE)

અદાણી શેરમાં રોકાણકારોને કરોડોનું નુકસાન

અદાણી ગ્રૂપ શેરમા કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. સોમવારે શેરબજારમાં લિસ્ટેડ અદાણી કંપનીઓના સંયુક્ત માર્કેટકેપ 1700863 કરોડ રૂપિયા થઇ હતી, જે અગાઉ એટલે કે 9 ઓગસ્ટ, 2024ના રોજ 1723820 કરોડ રૂપિયા રહી હતી. આમ સોમવારે અદાણી કંપનીઓના શેરમાં રોકણકારોને 22957 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

madhabi puri buch | dhawal buch | hindenburg research | madhabi puri buch Hindenburg news | who is madhabi puri buch | who is dhawal buch | hindenburg research report | hindenburg madhabi puri buch news
Hindenburg Claim On SEBI Chief Madhabi Puri Buch And Dhawal Buch: હિંડનબર્ગ રિસર્ચે નવા રિપોર્ટમાં સેબી ચીફ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર ગંભીર આક્ષેપ કર્યા છે.

આ પણ વાંચો | માધવી પુરી બુચ અને ધવલ બુચ કોણ છે? હિંડનબર્ગ રિસર્ચ એ કર્યા ગંભીર આક્ષેપ

હિંડનબર્ગ રિસર્ચ ના આક્ષેપ અંગે બુચ દંપતી એ શું કહ્યું?

હિંડનબર્ગ રિસર્ચે તેના નવા રિપોર્ટ સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ સામે ઓફશોર ફંડમાં રોકાણ કરવાનો આક્ષેપ કર્યો છે. હિંડનબર્ગ રિસર્ચના આરોપ સામે એક સંયુક્ત નિવેદનમા બુચ દંપતિએ કહ્યું કે, આ રોકાણ 2015માં કરવામાં આવ્યા હતા, 2017 માં સેબીના સંપૂર્ણ સમયના સભ્યો તરીકે તેમની નિમણૂક અને માર્ચ 2022 માં અધ્યક્ષ તરીકે તેમની બઢતી પહેલા થયુ હતુ. સિંગાપોરમાં વસવાટ દરમિયાન વ્યક્તિગત ધોરણે એક નાગરિક તરીકે મારી ક્ષમતા મુજબ આ રોકાણ કરવામાં આવ્યા હતા. સેબીમાં તેમની નિમણૂક બાદ આ ફંડ નિષ્ક્રિય થઇ ગયું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ