સંદિપ સિંહ : શુક્રવારે અડાણી ગ્રૂપના શેર્સમાં મોટો કડાકો બોલાયો હતો. શેરના ભાવમાં થયેલા ઘટાડાના કારણે અદાણી ગ્રૂપને એક દિવસમાં 3.37 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડાની અસર એલઆઇસીને પણ ભોગવવી પડી હતી.
LIC પાસે અદાણી ગ્રૂપની પાંચ કંપનીઓના શેર છે. આ કંપનીઓના શેરના ભાવ ઘટવાના કારણે એલઆઇસીના 16,627 કરોડનું નુકસાન થયું છે.
શુક્રવારે અદાણી ગ્રૂપના શેરોમાં થયેલા ઘટાડાના કારણે એલઆઇસીનું હોલ્ડિંગનું મૂલ્ય ઓછું થયું હતું. મંગળવારે એલઆઇસીનું હોલ્ડિંગ 72,193 કરોડથી ઓછું થઈને 55,565 કરોડ થયું છે. આ બે દિવસોમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે.
એટલું જ નહીં શુક્રવારે એલઆઇસીની શેર પ્રાઇઝ પર પણ પ્રેશર દેખાયું હતું. આ એક દિવસમાં 3.5 ટકાનો ઘટાડો થયો જોકે, છેલ્લા બે દિવસમાં આ ઘટીને 5.3 ટકા થયા છે.
અદાણીના શેર કેટલા ઘટ્યા?
અદાણી ટોટલ ગેસ – LICનો 5.96 ટકા હિસ્સો – શુક્રવારે આ શેર 20 ટકા ઘટ્યો હતો.
અદાણી એન્ટરપ્રાઇઝ – જેમાં LIC 4.23 ટકા ધરાવે છે – તેના શેરના ભાવમાં 18.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
અદાણી ટ્રાન્સમિશન – LIC 3.65 ટકા ધરાવે છે – તેના શેરના ભાવમાં 19.99 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
અદાણી પોર્ટ્સ – LIC 9.1 ટકા ધરાવે છે – શેરના ભાવમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
અદાણી ગ્રીન એનર્જી – LICનો હિસ્સો 1.28 ટકા – અદાણીનો શેર 20 ટકા ઘટ્યો.